૫.૧૫

કૅન્સર, બહુસ્થાની મજ્જાર્બુદ(multiple myeloma)નુંથી કૅન્સર, મૃદુપેશી(soft tissue sarcoma)નું (પુખ્ત વયે)

કૅન્સર – મૃદુપેશી(soft tissue sarcoma)નું (પુખ્ત વયે)

કૅન્સર, મૃદુપેશી(soft tissue sarcoma)નું (પુખ્ત વયે) : તંતુઓ, નસો, ચરબીના કોષો, સ્નાયુઓ, હાડકાંના સાંધાનું આવરણ વગેરે વિવિધ પ્રકારની મૃદુપેશી(soft tissue)નું કૅન્સર થવું તે. આ પ્રકારની પેશીઓને સંધાનપેશી (connective tissue) કહે છે. તેના કૅન્સરને મૃદુપેશી માંસાર્બુદ (યમાર્બુદ, sarcoma) કહે છે. તે બધાં ગર્ભની એક જ પ્રકારની આદિપેશી(મધ્યત્વચા, mesoderm)માંથી વિકસતાં હોવા છતાં…

વધુ વાંચો >

કૅન્સર – બહુસ્થાની મજ્જાર્બુદ(multiple myeloma)નું

Jan 15, 1993

કૅન્સર, બહુસ્થાની મજ્જાર્બુદ(multiple myeloma)નું : હાડકાના પોલાણમાં આવેલી અસ્થિમજ્જામાં પ્લાઝમાકોષોનું એકકોષગોત્રી (monoclonal) સંખ્યાવૃદ્ધિથી થતું કૅન્સર. તેને બહુમજ્જાર્બુદ પણ કહે છે. તે લોહી બનાવતી પેશીઅસ્થિમજ્જા(bone marrow)-ના કોષોનું હાડકાંને અસરગ્રસ્ત કરતું કૅન્સર છે. હાડકાંના બહારના કઠણ ભાગને બાહ્યક (cortex) કહે છે. હાડકાંના પોલાણમાં માવા જેવી મૃદુપેશી હોય છે. તેને અસ્થિમજ્જા કહે છે.…

વધુ વાંચો >

કૅન્સર – બાળકોનું

Jan 15, 1993

કૅન્સર, બાળકોનું : બાળકોમાં થતા કૅન્સરનો રોગ. બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓમાં થતા કૅન્સરમાં કેટલાક ચોક્કસ તફાવતો છે. પુખ્ત વયે થતાં કૅન્સર મોટે ભાગે સપાટી પરના કોષોમાં ઉદભવે છે અને તેથી તે અધિચ્છદીય (epithelial) પ્રકારનાં હોય છે. મુખ્યત્વે વાતાવરણ અને જીવનશૈલીને કારણે વિવિધ પરિબળો સાથે પુખ્તવયની વ્યક્તિ સંસર્ગમાં આવવાથી તે…

વધુ વાંચો >

કૅન્સર – ભગોષ્ઠ(vulva)નું

Jan 15, 1993

કૅન્સર, ભગોષ્ઠ(vulva)નું : ભગોષ્ઠ સ્ત્રીઓનું બાહ્ય જનનાંગ છે. તેમાં અલગ છિદ્રો દ્વારા યોનિ તથા મૂત્રાશયનળી ખૂલે છે. આમ તે અનુક્રમે પ્રજનનમાર્ગ અને મૂત્રમાર્ગનું બહારનું દ્વાર છે. સ્ત્રીઓનાં બાહ્ય જનનાંગમાં ગાંઠ કરતા વિવિધ પ્રકારના વિકારો ઉદભવે છે, જેમ કે દુ:પોષી ક્ષીણતા (dystrophy), અધિચ્છદાંત: નવવિકસન (intraepithelial neoplasia), બોવેનૉઇડ પેપ્યુલોસિસ, કોન્ડાયલોમા અને લાદીસમ(શલ્કસમ)કોષી…

વધુ વાંચો >

કૅન્સરનાં ભયચિહનો : જુઓ કૅન્સર

Jan 15, 1993

કૅન્સરનાં ભયચિહનો : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સર – મગજ અને ચેતાતંત્રીયનાં

Jan 15, 1993

કૅન્સર, મગજ અને ચેતાતંત્રીયનાં : મોટું મગજ, નાનું મગજ, કરોડરજ્જુ તથા પીયૂષિકા (pituitary) ગ્રંથિનું કૅન્સર થવું તે. મોટું મગજ, નાનું મગજ અને પીયૂષિકા ગ્રંથિની ગાંઠોને ખોપરીમાંની ગાંઠો અથવા અંત:કર્પરી અર્બુદો (intracranial tumours) પણ કહે છે. મગજ અને કરોડરજ્જુને કેન્દ્રીય ચેતાતંત્ર (central nervous system) કહે છે. તેમની ગાંઠોને કેન્દ્રીય ચેતાતંત્રીય ગાંઠો…

વધુ વાંચો >

કૅન્સર – મધ્યસ્તરીય પેશી(mesothelioma)નું

Jan 15, 1993

કૅન્સર, મધ્યસ્તરીય પેશી(mesothelioma)નું : ફેફસાં, હૃદય, પેટના વિવિધ અવયવોનાં આવરણો તથા શુક્રપિંડની આસપાસનું શ્વેત આવરણ (tunica vaginalis) ગર્ભના મધ્યસ્તર(mesothelium)-માંથી બને છે. તેનું કૅન્સર માંસાર્બુદ કે યમાર્બુદ (sarcoma) જૂથનું કૅન્સર ગણાય છે. ફેફસાના આવરણમાં થતું કૅન્સર સામાન્ય રીતે ઍસ્બેસ્ટૉસના સંસર્ગથી થાય છે. આમ તે એક વ્યવસાયજન્ય (occupational) કૅન્સર ગણાય છે. ઍસ્બેસ્ટૉસના…

વધુ વાંચો >

કૅન્સર – મળાશય તથા મોટા આંતરડાનું

Jan 15, 1993

કૅન્સર, મળાશય તથા મોટા આંતરડાનું : મળાશય (rectum) અને / અથવા મોટા આંતરડા(સ્થિરાંત્ર, colon)નું કૅન્સર થવું તે. મોટું આંતરડું પોષક દ્રવ્યો, પાણી અને ક્ષારોના શોષણનું કાર્ય પૂર્ણ કરે છે, કેટલાંક વિટામિન તથા મળ બનાવે છે, મળાશયમાં સંગ્રહે છે અને ગુદા દ્વારા તેનો ત્યાગ કરે છે. મોટું આંતરડું 6.5 સેમી. પહોળું…

વધુ વાંચો >

કૅન્સર – મૂત્રપિંડનું (પુખ્તવયે)

Jan 15, 1993

કૅન્સર, મૂત્રપિંડનું (પુખ્તવયે) : પુખ્તવયે મૂત્રપિંડ(kidney)નું કૅન્સર થવું તે. માણસમાં બે મૂત્રપિંડ આવેલા છે. મૂત્રપિંડને વૃક્ક પણ કહે છે. તે મૂત્રલ (nephron) નામના લોહીને ગાળનારા એકમોનો બનેલો પિંડ જેવો અવયવ છે. તેની મૂત્રલનલિકાઓ મૂત્રને મૂત્રપિંડ-કુંડ પાસે લાવે છે. બંને મૂત્રપિંડોમાંથી એક એક મૂત્રનળી (ureter) નીકળે છે જેના દ્વારા પેશાબ મૂત્રાશયમાં…

વધુ વાંચો >

કૅન્સર – મૂત્રાશય(urinary bladder)નું

Jan 15, 1993

કૅન્સર, મૂત્રાશય(urinary bladder)નું : મૂત્રપિંડમાં બનેલો પેશાબ મૂત્રપિંડનળી (ureter) દ્વારા મૂત્રાશયમાં એકઠો થાય છે. મૂત્રમાર્ગનાં મોટા ભાગનાં કૅન્સર મૂત્રાશયમાં થાય છે. તેમાંથી મૂત્રાશયનળી (urethra) દ્વારા તે બહાર ફેંકાય છે. મૂત્રાશયનળીનું કૅન્સર શિશ્નના કૅન્સર સાથે વર્ણવ્યું છે. વસ્તીરોગવિદ્યા : ભારતમાં દર 1 લાખ પુરુષોમાં 0.0થી 7.5ના પ્રમાણમાં તથા દર 1 લાખ…

વધુ વાંચો >

કૅન્સરનાં મૂળ કારણો : જુઓ કૅન્સર

Jan 15, 1993

કૅન્સરનાં મૂળ કારણો : જુઓ કૅન્સર.

વધુ વાંચો >