૪.૧૫
કવિકલ્પલતાથી કસ્ટમ ડ્યૂટી
કશા (કશાભ)
કશા (કશાભ) (flagellum) : કોષની બાહ્ય સીમા તરફ આવેલા તારક-કેંદ્ર(centriole)ના દૂરસ્થ છેડા પરથી કોષના વિસ્તાર તરીકે નીકળતી ગતિશીલ (motile) અંગિકા. પ્રજીવ (protozoa) સમુદાયના કશાધારી (mastigophera) વર્ગનાં પ્રાણીઓ. પુંજન્યુ (male gametes) અને શુક્રકોષોમાં તે પ્રચલનઅંગ તરીકે કાર્ય કરે છે. વાદળી(sponges)ના કૉલરકોષો પણ કશાભ ધરાવતા હોય છે, જે વાદળીના શરીરમાં પ્રવેશેલા પાણીને…
વધુ વાંચો >કશાભિકા
કશાભિકા (flagella-bacterial) : કેટલાંક અસીમકેંદ્રી (procaryote) બૅક્ટેરિયા જેવાં સજીવોમાં આવેલાં ચલનાંગો (mobile organs). તે કોષની બાહ્ય સપાટીએથી કેશ જેવાં આણ્વિક સૂત્રો રૂપે નીકળે છે. આ અણુઓ મુખ્યત્વે તંતુમય પ્રોટીનોના બનેલા હોય છે. અસીમકેંદ્રી કોષોમાં દેખાતી કશાઓ જટિલ સ્વરૂપની હોય છે અને તે સૂક્ષ્મ તંતુકોરૂપે કોષના અંદરના ભાગમાંથી નીકળતી હોય છે.…
વધુ વાંચો >કશ્યપ
કશ્યપ : ગોત્રકાર સપ્તર્ષિઓમાંના એક, પ્રજાપતિઓમાંના એક, મંત્રદ્રષ્ટા ઋષિ. તે મરીચિ ઋષિના પુત્ર હતા. દક્ષ પ્રજાપતિએ પ્રજાવૃદ્ધિ અર્થે અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ, સિંહિકા, ક્રોધા, પ્રાધા, ઇલા, વિનતા, કપિલા, મુનિ અને કદ્રુ નામની તેર કન્યાઓ કશ્યપને પરણાવી હતી. પુરાણોમાં આ તેર કન્યાઓનાં અનેક નામાંતરો મળે છે. કશ્યપને આ પત્નીઓથી આદિત્ય,…
વધુ વાંચો >કશ્યપ શિવરામ લાલા
કશ્યપ, શિવરામ લાલા [જ. 6 નવેમ્બર 1882, જેલમ (પંજાબ); અ. 26 નવેમ્બર 1934, લાહોર] : સુપ્રસિદ્ધ ભારતીય વનસ્પતિશાસ્ત્રી. કાયસ્થ કુટુમ્બની ફક્ત લશ્કરી નોકરી કરવાની પરંપરા તોડીને 1900માં આગ્રાની મેડિકલ સ્કૂલનો ડિપ્લોમા મેળવીને કશ્યપ ડૉક્ટર થયા. ખાનગી વિદ્યાર્થી તરીકે પંજાબ યુનિવર્સિટીની બી.એસસી.ની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવી જીવવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે જોડાયા…
વધુ વાંચો >કશ્યપ સુભાષચંદ્ર ડૉ.
કશ્યપ, સુભાષચંદ્ર ડૉ. (જ. 10 મે 1929, ચાંદપુર, જિલ્લો બિજનોર, ઉત્તરપ્રદેશ) : બંધારણ-નિષ્ણાત, લોકસભાના પૂર્વ મહાસચિવ અને બંધારણની સમીક્ષા કરવા નિમાયેલ રાષ્ટ્રીય પંચના સભ્ય. પિતાનું નામ બળદેવદાસ તથા માતાનું નામ બસંતી. સમગ્ર શિક્ષણ ઉત્તરપ્રદેશના અલ્લાહાબાદ નગરમાં. એમ.એ. (રાજ્યશાસ્ત્ર), એલએલ.બી. તથા રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફીની પદવી મેળવી. વ્યાવસાયિક…
વધુ વાંચો >કસરત
કસરત : આરોગ્યપ્રદ જીવન માટે અને માંદગી પછી ઝડપથી સાજા થવા માટે કરાતો સહેતુક શ્રમ. વ્યાયામ દ્વારા શરીરના અવયવો અને સ્નાયુઓને જે વધારાનું કાર્ય કરવું પડે છે તેનાથી તેમની ક્ષમતા વધે છે. નિયમિત વ્યાયામ હૃદયના સ્નાયુને તથા હાડકાંનું હલનચલન કરવાના સ્નાયુઓને મજબૂત કરે છે, રુધિરાભિસરણ વેગીલું કરે છે, શ્વસનશીલતા વધારે…
વધુ વાંચો >કસરા મંદિર
કસરા મંદિર : કસરા(તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)નું પૂર્વાભિમુખ ઊભેલું સોલંકીકાલીન મંદિર. મધ્યમાં એક મંડપ અને તેની ત્રણે બાજુએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માટે એક એક ગર્ભગૃહ ધરાવતું ત્રિપુરુષપ્રાસાદ પ્રકારનું છે. તેની પૂર્વ બાજુની પ્રવેશચોકી નાશ પામી છે. ત્રણેય ગર્ભગૃહો પર શિખરની અને મંડપ પર સંવર્ણાની રચના છે. પ્રત્યેક ગર્ભગૃહની દ્વારશાખના…
વધુ વાંચો >કસાત મૅરી
કસાત, મૅરી (જ. 22 મે 1844, એલેઘેની, પેન્સિલવૅનિયા, અમેરિકા; અ. 14 જૂન 1926, ફ્રાન્સ) : અમેરિકન ચિત્રકાર અને પ્રિન્ટમેકર. પિતા રૉબર્ટ ધનિક બૅન્કર, માતા કેથરાઇન. મૅરી સાત વર્ષની હતી ત્યારે તેનું કુટુંબ બાળકોને યુરોપિયન શિક્ષણ આપવા પૅરિસમાં રહેવા આવ્યું. લગભગ વીસ વર્ષની વયે મૅરીએ ચિત્રકારની કારકિર્દી અપનાવવાનો નિશ્ર્ચય જાહેર કર્યો…
વધુ વાંચો >કસાયપાહુડ (કષાયપ્રાભૃત)
કસાયપાહુડ (કષાયપ્રાભૃત) : લગભગ બીજી-ત્રીજી ઈસવી શતાબ્દીમાં થઈ ગયેલા ગુણધર નામના આચાર્યની રચના. દિગમ્બર જૈન પરંપરામાં આગમશાસ્ત્રો તરીકે માન્ય ષટ્ખંડાગમ ગ્રંથોની જેમ જ કસાયપાહુડ(કષાયપ્રાભૃત)નું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ આ પદ્યમય ગ્રંથનું પ્રમાણ 233 ગાથાનું છે. ષટ્ખંડાગમના ટીકાકાર આચાર્ય વીરસેને જ કસાયપાહુડ પર ટીકા વીશ હજાર ગ્રંથાગ્ર પ્રમાણની…
વધુ વાંચો >કસિયા
કસિયા : ઉત્તરપ્રદેશમાં દેવરિયા જિલ્લામાં આવેલું સ્થાન. પ્રાચીન નામ કુશીનગર. બૌદ્ધ ધર્મનાં મુખ્ય સ્થાનોમાં એની ગણના થાય છે. અહીં બુદ્ધ મહાનિર્વાણ પામ્યા હતા. શયનમુદ્રાની બુદ્ધની વિશાળ પ્રતિમાનાં અહીં દર્શન થાય છે. તેની નિકટ મોટા નિર્વાણ-સ્તૂપ તથા જૂના વિહારો અને મંદિરોના ભગ્નાવશેષો નજરે પડે છે. અહીં બુદ્ધની શ્યામશિલામાં કંડારેલી મધ્યકાલીન મૂર્તિ…
વધુ વાંચો >કવિકલ્પલતા
કવિકલ્પલતા (1363) : સંસ્કૃત કવિતાના શિક્ષણનો ગ્રંથ. સંસ્કૃત વાઙ્મયમાં આલંકારિકો દ્વારા વિરચિત કાવ્યની વ્યાવહારિક શિક્ષણપદ્ધતિના સાહિત્યને ‘કવિશિક્ષા’ કહે છે. આ પ્રકારના સાહિત્યમાં ‘કવિકલ્પલતા’ નામના ગ્રંથનું વિશિષ્ટ સ્થાન છે. આ ગ્રંથના લેખક ‘દેવેશ્વર’ છે; એમના પિતા વાગ્ભટ માલવનરેશના મહામાત્ય હતા. ‘કવિકલ્પલતા’માં ચાર પ્રતાન (ખંડ) છે અને દરેકની અંદર અનેક સ્તબક છે.…
વધુ વાંચો >કવિકંઠાભરણ
કવિકંઠાભરણ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : કવિઓને કવિત્વનું શિક્ષણ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક સંસ્કૃત અલંકારશાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય ક્ષેમેન્દ્ર છે. તેમનો ‘ઔચિત્યવિચારચર્ચા’ નામનો ગ્રંથ અલંકારશાસ્ત્રના ‘ઔચિત્યપ્રસ્થાન’નો પ્રતિષ્ઠાપક ગ્રંથ છે. ઉદીયમાન કવિઓને શિક્ષણ આપવાના હેતુથી લખાયેલ આ ગ્રંથમાં પાંચ સંધિ કે અધ્યાયો છે અને 55 કારિકાઓ છે. આમાં કવિત્વની પ્રાપ્તિ…
વધુ વાંચો >કવિ ચક્રવર્તી દેવીપ્રસાદ
કવિ ચક્રવર્તી, દેવીપ્રસાદ (જ. 1883, કાશી; અ. 1938) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ભારતના પ્રસિદ્ધ પંડિત દામોદરલાલજી પાસે શાસ્ત્રાધ્યયન, એમના પ્રસિદ્ધ અને સિદ્ધ પિતા દુઃખભંજનજીના આશીર્વાદથી કાશીના પંડિત સમાજમાં ટૂંકા ગાળામાં તેમની ખ્યાતિ ફેલાઈ. તેમને 30 વર્ષની વયે મહામહોપાધ્યાયની પદવી પ્રાપ્ત થઈ. તેમણે કાશીના હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય કર્યું. તેમની અસાધારણ…
વધુ વાંચો >કવિચર્યા
કવિચર્યા : કવિની દૈનંદિની. રાજશેખરે કાવ્યમીમાંસાના 10મા અધ્યાયમાં કવિચર્યાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે કવિએ નિરંતર શાસ્ત્રો અને કલાઓનો અભ્યાસ – પારાયણ કરવું જોઈએ. મન, વાણી, કર્મથી પવિત્ર રહેવું, સ્મિતપૂર્વક બોલવું કે સંલાપ કરવો, તેનું ભવન સ્વચ્છ અને સર્વ ઋતુઓને અનુકૂળ હોય. તેના પરિચારકો અપભ્રંશ ભાષામાં બોલે…
વધુ વાંચો >કવિ ચિંતામણી
કવિ ચિંતામણી (જ. 1600, કાડા જહાંનાબાદ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ; અ. 1680-85) : હિંદીના રસવાદી પ્રમુખ કવિ. રાજા હમ્મીરના કહેવાથી તેઓ ભૂષણ અને મતિરામ સાથે તિક્વાંપુરમાં આવીને વસ્યા હતા. તેમને શાહજી ભોંસલે, શાહજહાં અને દારાશિકોહનો રાજ્યાશ્રય મળ્યો હતો. તેમણે 9 ગ્રંથો રચ્યા હતા : ‘રસવિલાસ’, ‘છન્દવિચાર પિંગળ’, ‘શૃંગારમંજરી’, ‘કવિકુલકલ્પતરુ’, ‘કૃષ્ણચરિત’, ‘કાવ્યવિવેક’,…
વધુ વાંચો >કવિતા
કવિતા સંસ્કૃત મૂળના कु કે कव् ધાતુ પરથી ‘કવિતા’, ‘કવન’, ‘કાવ્ય’, ‘કવિ’, ‘કવયિત્રી’ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ જ ‘અવાજ કરવો’. એ પરથી ઊતરી આવેલ ‘કવિતા’, ‘કાવ્ય’ શબ્દ પણ સાહિત્ય જેવી શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. ‘કવિ’ અને ‘કવિતા’ના અર્થમાં અરબી ભાષાના ‘શાયર’ અને ‘શાયરી’ શબ્દો પણ પ્રયોજાય…
વધુ વાંચો >કવિતા (1)
કવિતા (1) : કવિતા અને કવિતાવિષયક લેખોને પ્રકટ કરતું ડબલ ક્રાઉન કદનું ગુજરાતી માસિક. 1941ના ઑગસ્ટની પહેલી તારીખે ઇન્દુલાલ ગાંધી, મગનલાલ લાલભાઈ દેસાઈ (કોલક) અને રતુભાઈ દેસાઈના તંત્રીપદે તે મુંબઈથી પ્રગટ થયું હતું. બીજા વર્ષે એનું કદ ડિમાઈ કરી નાખવામાં આવ્યું હતું. જૂની-નવી પેઢીના અનેક કવિઓની મૌલિક રચનાઓ ઉપરાંત મધ્યકાલીન-અર્વાચીન…
વધુ વાંચો >કવિતા (2)
કવિતા (2) : અનિયતકાલિક ગુજરાતી સામયિક. સ્થાપના 1952. તંત્રી બચુભાઈ રાવત. ઇંગ્લૅન્ડથી પ્રકટ થતા ‘Poems Penny Each’ અને બંગાળીમાં નીકળતા ‘ઍક પયસાય ઍકટિ’ના અંકોને આદર્શરૂપ રાખી કાવ્યરસિકો સુધી ‘કાવડિયે કવિતા’ પહોંચતી કરવાનો ઇરાદો આ પ્રકાશન પાછળ પ્રેરક બળ હતો. આ શ્રેણીમાં કુલ 10 અંકો પ્રકટ થયેલા. 1952માં ત્રણ, 1953માં બે,…
વધુ વાંચો >કવિતા (3)
કવિતા (3) : ગુજરાતી કવિતાનું દ્વિમાસિક. 1967ના ઑક્ટોબરમાં જન્મભૂમિ ગ્રૂપ, મુંબઈ તરફથી સુરેશ દલાલના તંત્રીપદે શરૂ થયેલા ડિમાઈ કદના આ સામયિકમાં જૂની-નવી પેઢીના કવિઓની કાવ્યકૃતિઓ અને ક્યારેક ક્યારેક કાવ્યસંગ્રહનાં અવલોકનો પ્રકટ થતાં રહે છે. સચિત્ર સામગ્રી અને આકર્ષક સજાવટ એની વિશેષતા છે. પોતાની કારકિર્દીના આ ગાળામાં ‘કવિતા’ના કવિઓના હસ્તાક્ષરમાં કાવ્યકૃતિ,…
વધુ વાંચો >કવિતા (1962)
કવિતા (1962) : ઊડિયા કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા આધુનિક કવિ શચી રાઉતરાયનો 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલો ઉત્તમ કાવ્યસંગ્રહ. આ કવિતામાં પરંપરા અને નાવીન્ય બંનેનો સમન્વય છે. એમાં એક તરફ ‘દ્રૌપદી’, ‘સીતાર અગ્નિસ્નાન’ જેવા પૌરાણિક વિષયોનાં ગીતો છે, બીજી તરફ સ્વાતંત્ર્યોત્તર ભારતવાસીની પોતાની વ્યક્તિત્વની ખોજના ‘આજીર માનુહ’ જેવાં…
વધુ વાંચો >