૨૫.૧૫

૨૫.૧૫

હૂવર બંધ

હૂવર બંધ : દુનિયાના ઊંચા બંધ પૈકીનો એક. તે યુ.એસ.ના ઍરિઝોના રાજ્યમાં કૉલોરાડો નદીના બ્લૅક મહાકોતર પર આવેલો છે. આ બંધ બોલ્ડર કોતર પ્રકલ્પ(Boulder Canyon Project)ના એક ભાગરૂપ છે. પ્રકલ્પમાં બંધ, જળવિદ્યુત, ઊર્જા એકમ તથા જળાશયનો સમાવેશ થાય છે. આ બંધથી કૉલોરાડો નદીમાં આવતાં પૂરનું નિયંત્રણ થાય છે; એટલું જ…

વધુ વાંચો >

હૂંડિયામણ વિદેશી

હૂંડિયામણ, વિદેશી : વિદેશી ચલણ અને તેના દ્વારા જુદા જુદા દેશો વચ્ચે થતી લેવડ-દેવડના આર્થિક વ્યવહારોનું માધ્યમ. ભિન્ન ભિન્ન ચલણવ્યવસ્થા ધરાવતા દેશો વચ્ચે પારસ્પરિક દેવાની પતાવટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આવા વ્યવહારો માટે જુદા જુદા દેશોના ચલણ વચ્ચે વિનિમયદર નિર્ધારિત થતા હોય છે. આવા દર નિયંત્રિત નાણાવ્યવસ્થામાં જે…

વધુ વાંચો >

હૃદય

હૃદય : લોહીના પરિભ્રમણ માટે શરીરમાં સ્વયંસંચાલિત પંપનું કાર્ય કરતું અંગ. તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓ (મનુષ્ય સહિત) અને ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં (higher invertebrates) રુધિરના પરિભ્રમણ માટે વિવિધ રચના ધરાવતાં હૃદય જોવા મળે છે. તદ્દન સાદી રચના ધરાવતું હૃદય માંસલ દીવાલો ધરાવતું સ્પંદનશીલ નલિકા જેવું હોય છે. અળસિયા કે રેતીકીડા જેવાં પ્રાણીઓમાં…

વધુ વાંચો >

હૃદયદર્પણ

હૃદયદર્પણ : એક અનુપલબ્ધ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. તેના લેખક ભટ્ટનાયક હતા એવા તારણ પર વિદ્વાનો આવ્યા છે. જાણીતા કાશ્મીરી આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘ધ્વન્યાલોકલોચન’ અને ભરતના નાટ્યશાસ્ત્ર પરની ‘અભિનવભારતી’ એ બંને ટીકાઓમાં વેદ, શાસ્ત્ર અને પુરાણથી કાવ્યને અલગ તારવતા બે શ્લોકો ભટ્ટનાયકે લખેલા છે એમ કહીને ઉદ્ધૃત કર્યા છે. એ જ…

વધુ વાંચો >

હુન્ઝા

Feb 15, 2009

હુન્ઝા : પાકિસ્તાનની ઉત્તર સીમા પર આવેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 55´ ઉ. અ. અને 74° 22´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,100 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રદેશ અફઘાનિસ્તાન અને ચીનની સીમા નજીક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલો છે. કરીમાબાદ તેનું મોટામાં મોટું શહેર છે. ગિલ્ગિટમાંથી…

વધુ વાંચો >

હુપેહ (Hupeh)

Feb 15, 2009

હુપેહ (Hupeh) : ચીનના મધ્યભાગમાં આવેલો પ્રાંત. તે યાંગ્ત્સે નદીના મધ્યના ખીણપ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે ત્સિનલિંગ શાન, તુંગપેઈ શાન અને તાપિયેહ શાન પર્વતમાળાઓ આવેલી છે. અગ્નિકોણમાં આવેલી મુ-ફોઉ શાન હારમાળા આ પ્રાંતને કિયાંગ્સીથી અલગ પાડે છે. મધ્ય દક્ષિણ તરફની સીમા યાંગ્ત્સે નદીથી જુદી પડે છે. હુપેહ પ્રાંતનો લગભગ બધો…

વધુ વાંચો >

હુબ્નેરાઇટ

Feb 15, 2009

હુબ્નેરાઇટ : MnWO4 રાસાયણિક બંધારણ ધરાવતું ખનિજ. વુલ્ફ્રેમાઇટ ઘન દ્રાવણ શ્રેણીનો મૅંગેનીઝધારક ખનિજ-પ્રકાર. તેમાં સામાન્યત: અલ્પ પ્રમાણમાં લોહમાત્રા હોય છે. તે મૉનોક્લિનિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. હુબ્નેરાઇટ  તેના સ્ફટિકો ટૂંકા અને ત્રિપાર્શ્વીય હોય છે. ચમક : હીરકથી રાળમય. પ્રભંગ : ખરબચડો. કઠિનતા : 4. વિ. ઘ. : 7.2. રંગ…

વધુ વાંચો >

હુમાયૂં

Feb 15, 2009

હુમાયૂં (જ. 6 માર્ચ 1508, કાબુલ, અફઘાનિસ્તાન; અ. 26 જાન્યુઆરી 1556, દિલ્હી) : મુઘલ સમ્રાટ બાબરનો પુત્ર, બીજો મુઘલ સમ્રાટ. તે તુર્કી, અરબી અને ફારસી ભાષાઓ શીખ્યો હતો. તેણે ઇતિહાસ, તત્વજ્ઞાન, ગણિત, ખગોળ તથા જ્યોતિષનો અભ્યાસ કર્યો હતો. તે કુરાન ઉપરાંત ‘દીવાને-હાફિઝ’ અને ‘દીવાને-સાલમન’ જેવા પ્રશિષ્ટ ગ્રંથોમાં નિષ્ણાત હતો. તેને…

વધુ વાંચો >

હુમાયૂંનામા

Feb 15, 2009

હુમાયૂંનામા : મુઘલ શહેનશાહ બાબરની પુત્રી ગુલબદન બેગમે લખેલ હુમાયૂંનું જીવનચરિત્ર. ‘હુમાયૂંનામા’ની રચના ગુલબદન બેગમે અકબરની આજ્ઞાથી ઈ. સ. 1580થી 1590 વચ્ચે કરી. સ્વયં ગુલબદન બેગમ જ જણાવે છે તેમ જ્યારે હજરત ફિરદૌસ મકાની (બાબર) સ્વર્ગવાસી થયા ત્યારે પોતે આઠ વર્ષની હતી. તેથી બાબર વિશે તેને ઘણું જ ઓછું યાદ…

વધુ વાંચો >

હુમાયૂંની કબર

Feb 15, 2009

હુમાયૂંની કબર : મુઘલકાલીન ભારતની એક ઉલ્લેખનીય ઇમારત. આ ઇમારત દિલ્હીમાં મથુરા રોડ પર આવેલી છે. હુમાયૂંના મૃત્યુ પછી તેની વિધવા બેગા બેગમે (જે હાજી બેગમ તરીકે વધુ જાણીતી હતી) આ ઇમારત 1565માં બંધાવી હતી. શેરશાહથી પરાજિત થતાં હુમાયૂંને ઈરાનમાં આશ્રય લેવો પડ્યો હતો. 1556માં તેણે ફરીથી  દિલ્હીની ગાદી હસ્તગત…

વધુ વાંચો >

હુરિયન લોકો

Feb 15, 2009

હુરિયન લોકો : મધ્યપૂર્વના દેશોના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ઈ. પૂ. 2જી સહસ્રાબ્દીમાં મહત્વનો ભાગ ભજવનાર લોકો. ઈ. પૂ. 3જી સહસ્રાબ્દીમાં એટલે કે ઈ. પૂ. 3000થી 2000ના સમયગાળામાં હુરિયન લોકોએ અત્યારે જે આરબ દેશો તરીકે ઓળખાય છે એ પશ્ચિમ એશિયા અથવા મધ્યપૂર્વના દેશો પર આક્રમણ કરી ત્યાં પ્રવેશ કર્યો હતો. એ…

વધુ વાંચો >

હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ)

Feb 15, 2009

હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ) : સ્થાપના : 9 માર્ચ, 1993. જમ્મુ-કાશ્મીર રાજ્યનાં કુલ 26 રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોથી રચાયેલી સંસ્થા. ભારતની સ્વતંત્રતાના કાળથી જ જમ્મુ-કાશ્મીર રાજ્ય વિવાદાસ્પદ બન્યું. તેને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો. ભૌગોલિક રીતે તેના વિસ્તારનો મોટો ભાગ ભારત સાથે જોડાયેલો છે, તેની બહુમતી…

વધુ વાંચો >

હુલ્લડ

Feb 15, 2009

હુલ્લડ : અનિયંત્રિત ટોળાંઓ દ્વારા થતો ઉપદ્રવ. સશસ્ત્ર વિદ્રોહ એ તેનું ચિહન છે. રાજકીય સ્વરૂપ ધારણ કરે ત્યારે તે વિપ્લવ નામથી ઓળખાય છે. 1857નો બળવો સામાન્ય રીતે વિપ્લવ નામથી ઓળખાય છે. તેવી જ રીતે 1973–74ના વર્ષમાં ગુજરાતમાં નવનિર્માણના નામે જે ચળવળ થઈ ગઈ તે પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત તત્કાલીન રાજ્ય…

વધુ વાંચો >

હુવર હબર્ટ

Feb 15, 2009

હુવર, હબર્ટ (જ. 10 ઑગસ્ટ 1874, વોસ્ટબ્રાંચ, આયોવા, અમેરિકા; અ. 20 ઑક્ટોબર 1964, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : રિપબ્લિકન પક્ષ દ્વારા ચૂંટાયેલા અમેરિકાના 31મા પ્રમુખ (1929–33). હબર્ટ હુવર તેમની નવ વર્ષની વયે માતા-પિતાનું અવસાન થતાં કાકાએ ઉછેર્યા. માનવતાવાદી ક્વેકર સંપ્રદાયના તેઓ અનુયાયી હતા. સ્ટેનફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ખાણના ઇજનેરની પદવી પ્રથમ વર્ગમાં 1895માં…

વધુ વાંચો >