૨૪.૦૧

સોઇન્કા, વોલથી સોનાલી જહાજ

સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ (sodium metabisulphite)

સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ (sodium metabisulphite) : વ્યાપારી શુષ્ક સોડિયમ બાઇસલ્ફાઇટનો એક મુખ્ય ઘટક. તેને સોડિયમ પાયરો સલ્ફાઇટ પણ કહે છે. સૂત્ર : Na2S2O5 સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) વાયુ પસાર કરી દ્રાવણને સંતૃપ્ત કરવાથી સોડિયમ બાઇસલ્ફાઇટનું સંતૃપ્ત દ્રાવણ પ્રાપ્ત થાય છે. Na2CO3 + H2O + 2SO2 → 2NaHSO3 + CO2…

વધુ વાંચો >

સોડિયમ સલ્ફાઇડ

સોડિયમ સલ્ફાઇડ : પીળા, પીળા-લાલ અથવા ઈંટ જેવા લાલ રંગનો ઘન પદાર્થ. રાસાયણિક સૂત્ર : Na2S (અસ્ફટિકમય) (anhydrous) અને Na2S·9H2O (જલયોજિત) (hydrated). સોડિયમ સલ્ફેટ(salt cake, Na2SO4)ને બારીક વાટેલા કોક (કાર્બન) સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી સોડિયમ સલ્ફેટનું અપચયન (reduction) થઈ તે સોડિયમ સલ્ફાઇડમાં ફેરવાય છે અને કાર્બન મૉનોક્સાઇડ (CO) વાયુ…

વધુ વાંચો >

સોડિયમ સલ્ફેટ અથવા ગ્લોબર લવણ(Glauber Salt)

સોડિયમ સલ્ફેટ અથવા ગ્લોબર લવણ(Glauber Salt) : સોડિયમ આયન (Na+) અને સલ્ફેટ મૂલક(SO42–)નો બનેલો અકાર્બનિક પદાર્થ. સંજ્ઞા Na2SO4. તે એક સફેદ સ્ફટિકમય સંયોજન છે, જે નિર્જલ સોડિયમ સલ્ફેટ તરીકે જાણીતો છે. તે ગંધવિહીન, સ્વાદે કડવો લવણીય પદાર્થ છે. ઘનતા 2.67; ગ.બિં. 888° સેં. તે પાણીમાં તથા ગ્લિસેરોલમાં દ્રાવ્ય પરંતુ આલ્કોહૉલમાં…

વધુ વાંચો >

સોડિયમ સાયનાઇડ (sodium cyanide)

સોડિયમ સાયનાઇડ (sodium cyanide) : અકાર્બનિક અને કાર્બનિક રસાયણમાં તથા ઘણી ધાતુકર્મીય (metallurgical) પ્રવિધિઓમાં ઉપયોગી એવું અગત્યનું સંયોજન. રાસાયણિક સૂત્ર NaCN. 1965 સુધી સોડિયમ સાયનાઇડના ઉત્પાદન માટે કાસ્ટનર (Castner) પ્રવિધિ વપરાતી હતી. તેમાં સોડામાઇડ(NaNH2)માંથી તે બનાવવામાં આવતો હતો. સોડિયમ (Na) ધાતુ અને એમોનિયા (NH3) વચ્ચેની પ્રક્રિયાથી સોડામાઇડ બને છે. Na…

વધુ વાંચો >

સોડિયમ સિલિકેટ (sodium silicate)

સોડિયમ સિલિકેટ (sodium silicate) : વિવિધ સિલિસિક ઍસિડના સોડિયમ ક્ષારો. ઘણા સોડિયમ સિલિકેટ જાણીતા છે. સોડિયમ કાર્બોનેટ અને સિલિકા(SiO2, શુદ્ધ રેતી)ના સંગલન(fusion)થી જે વિવિધ નીપજો મળે છે તેમાં Na : Siનો ગુણોત્તર લગભગ 4 : 1થી 1 : 4નો જોવા મળે છે. કેટલાક સિલિકેટ જળયુક્ત (hydrated) પણ હોય છે. આ…

વધુ વાંચો >

સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (sodium hydroxide)

સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (sodium hydroxide) : કૉસ્ટિક સોડા તરીકે જાણીતો સફેદ, અર્ધપારદર્શક (transluscent), ભેજદ્રવિત (deliquescent), ઘન પદાર્થ. સોડિયમ ધાતુ, તેના ઑક્સાઇડ કે પેરૉક્સાઇડ પર પાણીની પ્રક્રિયાથી તે ઉત્પન્ન થાય છે. અગાઉ તેનું ઉત્પાદન ગોસેગ(gossage)ની પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હતું. આ પદ્ધતિ લાઇમ-સોડા અથવા કૉસ્ટિસાઇઝિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખાતી હતી. તેમાં સોડિયમ…

વધુ વાંચો >

સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ

સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ : શક્તિશાળી અપચાયક ઘન પદાર્થ. તે સોડિયમ હાઇપોસલ્ફાઇટ (hyposulphite) અથવા સોડિયમ ડાઇથાયૉનેટ (dithionate) તરીકે પણ ઓળખાય છે. તેને વિવિધ રીતે બનાવી શકાય છે : (i) ઝિંકની ભૂકી ભભરાવેલા પાણીમાં શુદ્ધ સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ પસાર કરવાથી ઝિંક હાઇડ્રોસલ્ફાઇટ મળે છે : Zn + 2SO2 → ZnS2O4 ઝિંક હાઇડ્રોસલ્ફાઇટના દ્રાવણમાં સોડિયમ…

વધુ વાંચો >

સોડી ફ્રેડરિક (Soddy Frederick)

સોડી, ફ્રેડરિક (Soddy, Frederick) (જ. 2 સપ્ટેમ્બર 1877, ઇસ્ટબૉર્ન, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 22 સપ્ટેમ્બર 1956, બ્રાઇટન, સસેક્સ) : રૂથરફોર્ડ સાથે વિકિરણધર્મી ક્ષય(radioactive decay)નો સિદ્ધાંત સૂચવનાર, અગ્રણી સિદ્ધાંતવિદ (theorist) અને 1921ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેઓ એક અચ્છા પ્રયોગકર્તા (experimenter) હતા. પિતાનાં સાત બાળકોમાં સૌથી નાના સોડીએ પ્રથમ વેલ્સમાં અને ત્યારબાદ…

વધુ વાંચો >

સોડઢલ

સોડઢલ : સોલંકી કાલ દરમિયાન 11મી સદીમાં લાટ દેશના કાયસ્થ કવિ. તેમણે લખેલ ‘ઉદયસુંદરીકથા’ના આરંભમાં પોતાના કુલના ઉત્પત્તિસ્થાન વલભીનગરને સકલ ભુવનના ભૂષણરૂપ, ‘વલભી’ એવા પ્રસિદ્ધ નામથી રમ્ય અને અસીમ ગુણ ધરાવનાર રાજધાની તરીકે વર્ણવ્યું છે. કવિ સોડઢલે ‘ઉદયસુંદરીકથા’માં વલભીપતિ શીલાદિત્ય અને ઉત્તરાપથસ્વામી ધર્મપાલ વચ્ચે થયેલા યુદ્ધનો વૃત્તાંત વર્ણવ્યો છે. લાટરાજ…

વધુ વાંચો >

સોઢલ (વૈદ્ય)

સોઢલ (વૈદ્ય) : ગુજરાતમાં 12મા શતકમાં થઈ ગયેલા પ્રસિદ્ધ વૈદ્ય. તેઓ વૈદક ઉપરાંત જ્યોતિષવિદ્યાના પણ પંડિત હતા. તેમણે ‘ગુણ-સંગ્રહ’ નામે એક નિઘંટુ (વનસ્પતિશાસ્ત્રનો કોશ) તથા ‘ગદનિગ્રહ’ નામે એક ચિકિત્સાગ્રંથ લખેલ છે. વૈદ્ય સોઢલે પોતે રચેલા નિઘંટુના અંતે પોતાનો પરિચય આપતાં લખ્યું છે કે પોતે વત્સગોત્રના રાયકવાળ બ્રાહ્મણ વૈદ્ય નન્દનના પુત્ર…

વધુ વાંચો >

સોઇન્કા વોલ

Jan 1, 2009

સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…

વધુ વાંચો >

સોકોટો (નદી)

Jan 1, 2009

સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…

વધુ વાંચો >

સોકોત્રા (Socotra)

Jan 1, 2009

સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…

વધુ વાંચો >

સૉક્રેટિસ

Jan 1, 2009

સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…

વધુ વાંચો >

સોગંદનામું (affidavit)

Jan 1, 2009

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)

Jan 1, 2009

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…

વધુ વાંચો >

સોચા જૂન સૂરતૂન (1990)

Jan 1, 2009

સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…

વધુ વાંચો >

સોજિત્રા

Jan 1, 2009

સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…

વધુ વાંચો >

સોઝ હીરાનંદ

Jan 1, 2009

સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…

વધુ વાંચો >

સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)

Jan 1, 2009

સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…

વધુ વાંચો >