૨૩.૧૧

સિક્કિમથી સિદ્ધાર્થનગર

સિક્કિમ

સિક્કિમ : ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : તે 27° 35´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે.ની આજુબાજુનો 7,096 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે પશ્ચિમ બંગાળ તથા…

વધુ વાંચો >

સિક્રિ એસ. એમ.

સિક્રિ, એસ. એમ. (જ. 26 એપ્રિલ 1908; અ. 24 સપ્ટેમ્બર 1992) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેઓ જાન્યુઆરી, 1971થી એપ્રિલ, 1973 સુધી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા તે પૂર્વે 1964થી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદે કાર્યરત રહ્યા હતા. વિનયન વિદ્યાશાખાના સ્નાતક બની તેમણે બાર-ઍટ-લૉમાં સફળતા મેળવી. 1930થી લાહોરની વડી અદાલતમાં…

વધુ વાંચો >

સિક્વિરોસ ડૅવિડ ઍલ્ફારો (Siqueiros, David Alfaro)

સિક્વિરોસ, ડૅવિડ ઍલ્ફારો (Siqueiros, David Alfaro) (જ. 1898, ચિહુઆહુઆ, મૅક્સિકો; અ. 1974) : ડાબેરી વિચારસરણી ધરાવતો આધુનિક મૅક્સિકન ચિત્રકાર. આધુનિક મૅક્સિકન ભીંતચિત્ર-પરંપરાના ઘડવૈયાઓની ત્રિપુટીમાં રિવેરા અને ઓરોઝ્કો સાથે સિક્વિરોસની ગણના થાય છે. ડૅવિડ ઍલ્ફારો સિક્વિરોસ મૅક્સિકો શહેરની પ્રિપૅરટરી શાળામાં અભ્યાસ કરતાં કરતાં જ તેર વરસની ઉંમરે સિક્વિરોસે રાત્રિશાળામાં ચિત્રકલાનો અભ્યાસ…

વધુ વાંચો >

સિક્વોયા

સિક્વોયા : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગના કોનિફરેલ્સ ગોત્રમાં આવેલા ટેક્સોડિયેસી કુળની એક પ્રજાતિ. તે સૌથી મોટી અને પૃથ્વી પર સૌથી પ્રાચીન જીવંત પ્રજાતિ છે. લાખો વર્ષ પૂર્વે આ વૃક્ષો દુનિયાના ઘણા ભાગોમાં વિશાળ જંગલો-સ્વરૂપે ઊગતાં હતાં. તેના જુદા જુદા ઘણા પ્રકારો છે; પરંતુ માત્ર બે જ પ્રકારના વાસ્તવિક (true) સિક્વોયાનું હાલમાં…

વધુ વાંચો >

સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર

સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર : નોબેલ પારિતોષિક સન્માનિત પિરાન્દેલોની સર્વોત્તમ યશસ્વી નાટ્યકૃતિ. પિરાન્દેલો તેના ‘વાસ્તવ’, ‘વ્યક્તિત્વ’ અને તદ્વિષયક સત્ય વિશેના વિશિષ્ટ દૃષ્ટિબિન્દુને આ નાટ્યકૃતિમાં ખૂબ અસરકારક રીતે, વિલક્ષણ નાટ્યપ્રયોગ રૂપે વ્યક્ત કરે છે. આ કૃતિ નાટકનું નાટક કહેવાય; કારણ કે તેમાં સીધેસીધું નાટક નહિ, પણ નાટકની નિર્માણપ્રક્રિયા…

વધુ વાંચો >

સિગર્સ ગેરાર્ડ

સિગર્સ, ગેરાર્ડ (જ. 1591, ફ્લેન્ડર્સ; અ. 1651) : ફ્લેમિશ ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે ઍન્ટવર્પમાં ફ્લેમિશ ચિત્રકારો એબ્રાહમ જાન્સેન્સ, કાસ્પર દે ક્રેયર તથા હૅન્ડ્રિક વાન બાલેન પાસે તેઓ ચિત્રકલાની તાલીમ પામેલા. 1608 સુધીમાં તો ઍન્ટવર્પમાં સિગર્સની એક ચિત્રકાર તરીકે મોટી નામના થયેલી. 1615માં તેઓ રોમ ગયા. ત્યાં તે…

વધુ વાંચો >

સિગર્સ ડેનિયલ

સિગર્સ, ડેનિયલ (જ. 1590, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ; અ. 1661, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ) : પુષ્પોને આલેખવા માટે જાણીતા ફ્લેમિશ ચિત્રકાર. એક જેસ્યુઇટ પરિવારમાં તેમનો જન્મ થયેલો. હોલૅન્ડમાં એક પ્રૉટેસ્ટન્ટ પરિવારમાં તેમનો ઉછેર થયો. 1610માં સિગર્સ ઍન્ટવર્પ પાછા ફર્યા અને ચિત્રકાર બ્રુગેલના શાગિર્દ બન્યા. એ સાથે જ તેમણે કૅથલિક સંપ્રદાય અંગીકાર કર્યો. 1614માં તેઓ…

વધુ વાંચો >

સિગારેટ બીટલ

સિગારેટ બીટલ : તમાકુની બનાવટો અને બીને નુકસાન પહોંચાડનાર ઇયળ કે ડોળને પેદા કરનાર બીટલ. કીટવર્ગના ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના એનોબિડી (anobidae) કુળમાં તેનો સમાવેશ થતો હોવાથી આ કીટકનું વૈજ્ઞાનિક નામ લેસિયોડર્મા સેરિકોર્ની (Lasioderma serricorne Fab.) છે. આછા બદામી ભૂખરા કે રાતા બદામી રંગના ગોળાકાર આ કીટકનું માથું અને વક્ષ નીચેની…

વધુ વાંચો >

સિગ્મા બંધ

સિગ્મા બંધ : જુઓ રાસાયણિક બંધ.

વધુ વાંચો >

સિચિયોલાન્તે સેર્મોનેત જિરોલામો

સિચિયોલાન્તે, સેર્મોનેત જિરોલામો (Siciolante, Sermoneta Girolamo) (જ. 1521; અ. 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. રોમમાં ચિત્રકાર પેરિનો દેલ વાગા હેઠળ તેમણે કલા-અભ્યાસ કરેલો; પરંતુ તેમના પુખ્તકાળના સર્જન ઉપર માઇકૅલેન્જેલો અને સેબાસ્તિનો પિયોમ્બોનો પ્રભાવ જોવા મળે છે, જેમાં માનવભાવોની અભિવ્યક્તિ સંયમપૂર્ણ છે. રોમનાં ઘણાં ચર્ચમાં તેમણે ભીંતચિત્રો ચીતર્યાં, જેમાંથી ‘વર્જિન ઍન્ડ ચાઇલ્ડ…

વધુ વાંચો >

સિદ્ધાર્થનગર

Jan 11, 2008

સિદ્ધાર્થનગર : ઉત્તરપ્રદેશના પૂર્વભાગમાં ગોરખપુર વિભાગમાં આવેલો જિલ્લો. તે આશરે 27° 15´ ઉ. અ. અને 82° 30´ પૂ. રે. આજુબાજુનો 2,797 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં મહારાજગંજ અને સંત કબીરનગર, દક્ષિણમાં બસ્તી તથા નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ગોંડા તથા પશ્ચિમમાં બલરામપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક…

વધુ વાંચો >