૧૯.૧૪

વનસ્પતિમાં હલનચલનથી વનિયાલ, પ્રેમાનંદ

વનિયાલ, પ્રેમાનંદ

વનિયાલ, પ્રેમાનંદ (જ. 1693; અ. 1788) : રાજસ્થાનના પ્રખ્યાત બિશ્નોઈ સંત. તેઓ બીકાનેરમાં રસિસર ગામના સુરતાનના પુત્ર હતા. તેમણે એક મકનોજી અને બીજા રાસોજી એમ બે ગુરુ કર્યા હતા. તેમણે ઉચ્ચ કોટિના સાહિત્યની રચના કરી છે. વળી સંખ્યાબંધ હસ્તપ્રતોનો તેમણે પુનરુદ્ધાર કર્યો છે. તેમના સમર્પિત પ્રયાસોને કારણે મૂલ્યવાન હસ્તપ્રતસાહિત્ય હંમેશને…

વધુ વાંચો >

વનસ્પતિમાં હલનચલન

Jan 14, 2005

વનસ્પતિમાં હલનચલન વનસ્પતિઓમાં થતી હલનચલનની પ્રક્રિયા. પ્રાણીઓ એક સ્થળેથી બીજે સ્થળે પ્રચલન દાખવી સ્થાનાંતર કરે છે. વનસ્પતિઓમાં આ પ્રક્રિયા સાર્વત્રિક હોવા છતાં પ્રાણીઓના જેટલી સ્પષ્ટ નથી. બંને પ્રકારનાં સજીવોમાં હલનચલનમાં રહેલો તફાવત તેની માત્રામાં રહેલો છે અને તે તેમની પોષણ-પદ્ધતિઓમાં રહેલા પાયાના તફાવત સાથે સંબંધિત છે. પ્રાણીઓ પરાવલંબી પોષણપદ્ધતિ દર્શાવતાં…

વધુ વાંચો >

વનસ્પતિ-રંગો

Jan 14, 2005

વનસ્પતિ-રંગો વનસ્પતિઓનાં મૂળ, છાલ, પર્ણો, પુષ્પો અને ફળોમાંથી પ્રાપ્ત થતી એક પ્રકારની સ્રાવી નીપજ. તેને ક્રિયાધાર (substrate) પર લગાડતાં નિશ્ચિત પ્રકારનો રંગ આપે છે. આ ક્રિયાને રંજન (dyeing) કહે છે. ક્રિયાધાર આ રંગો અધિશોષણ (adsorption) દ્વારા, દ્રાવણ દ્વારા કે યાંત્રિક ધારણ (retention) દ્વારા મેળવે છે. ઘણા દેશોમાં આ નૈસર્ગિક રંગોનો…

વધુ વાંચો >

વનસ્પતિરોગશાસ્ત્ર

Jan 14, 2005

વનસ્પતિરોગશાસ્ત્ર વનસ્પતિ-રોગો સાથે સંકળાયેલું વિજ્ઞાન. વનસ્પતિરોગશાસ્ત્રનું એટલે કે રોગિષ્ઠ છોડનું જ્ઞાન થોડાંક હજાર વર્ષ પુરાણું છે; તેમ છતાં તેના વિશે ચોક્કસ જાણ નથી કે માણસે ક્યારે વ્યાધિજનની અસરકારકતાને ધ્યાનમાં લીધી એવા કોઈ લેખિત પુરાવાઓ મળતા નથી; પરંતુ જીવાશ્મીય (palaeontological) અભ્યાસ એવો પુરાવો આપે છે કે કેટલાક છોડનાં મૂળના અવશેષોમાં ફૂગના…

વધુ વાંચો >

વનસ્પતિ-વર્ગીકરણ

Jan 14, 2005

વનસ્પતિ-વર્ગીકરણ : સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે વનસ્પતિઓને નાનામોટા સમૂહમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. વનસ્પતિઓના વર્ગીકરણ સાથે સંકળાયેલા વિજ્ઞાનને વર્ગીકરણવિજ્ઞાન (taxonomy) કહે છે. (ગ્રીક, Taxis – ગોઠવણી; nomous – કાયદા અનુસાર). વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાન અત્યંત પ્રાચીન છે. રૂઢ (orthodox) વર્ગીકરણવિજ્ઞાનને કેટલીક વાર આલ્ફા-વર્ગીકરણવિજ્ઞાન(a-taxonomy) કહે છે; જેમાં વનસ્પતિની ઓળખ (identifi-cation), વૈજ્ઞાનિક વર્ણન,  નામકરણ (nomenclature) અને…

વધુ વાંચો >

વનસ્પતિ-વહનતંત્ર

Jan 14, 2005

વનસ્પતિ-વહનતંત્ર : વાહકપેશીધારી (tracheophyta) વનસ્પતિઓમાં કાર્બનિક પોષકતત્વો, પાણી અને ખનિજ-ક્ષારોના વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલું તંત્ર. લીલ, ફૂગ અને દવિઅંગી જેવા વનસ્પતિસમૂહોમાં વાહકપેશીતંત્ર હોતું નથી. લીલ જલજ વનસ્પતિસમૂહ હોવાથી તેના સુકાયની સમગ્ર સપાટી દ્વારા શોષણનું કાર્ય થાય છે. ફૂગ હરિતકણવિહીન વનસ્પતિસમૂહ હોવાથી તે કાં તો કાર્બનિક આધારતલમાંથી અથવા જીવંત આધારતલમાંથી તૈયાર…

વધુ વાંચો >

વનસ્પતિ-સમાજ (plant community)

Jan 14, 2005

વનસ્પતિ-સમાજ (plant community) કોઈ એક નૈસર્ગિક વિસ્તારમાં વસવાટ ધરાવતી સજીવોની જાતિઓનો સમૂહ. વનસ્પતિ-સમાજમાં વસતી જાતિઓ પરસ્પર સહિષ્ણુતા (tolerance) દાખવે છે અને લાભદાયી આંતરક્રિયાઓ કરે છે. સમાજમાં સજીવો એક જ આવાસ(habitat)માં વસે છે અને એકસરખા પર્યાવરણમાં વૃદ્ધિ પામે છે. આવા વનસ્પતિ-સમાજો વન, તૃણભૂમિ, રણ કે તળાવમાં થતી વનસ્પતિઓ દ્વારા બને છે.…

વધુ વાંચો >

વનસ્પતિ-સંગ્રહાલય

Jan 14, 2005

વનસ્પતિ-સંગ્રહાલય : વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહાલય. આ સંગ્રહાલયમાં જાડા ધારક-કાગળ (mount paper) ઉપર ચોંટાડેલ નમૂનાઓ કોઈ ચોક્કસ જાણીતા વર્ગીકરણ મુજબ ગોઠવેલા હોય છે અને તેમને પિજ્યન હોલ કે સ્ટીલના ખાનાયુક્ત અથવા લાકડાના કબાટમાં મૂકવામાં આવે છે. વનસ્પતિ-સંગ્રહાલય સામાન્ય રીતે વનસ્પતિ-ઉદ્યાન સાથે સંકળાયેલું હોય છે. તે મોટેભાગે સંશોધનસંસ્થાઓમાં જોવા મળે છે. ફૉસબર્ગ…

વધુ વાંચો >

વનસ્પતિ-સંવર્ધન

Jan 14, 2005

વનસ્પતિ-સંવર્ધન વનસ્પતિઓનો ઉછેર. 6,000 વર્ષ પૂર્વે મેક્સિકન ઇન્ડિયનોએ વન્ય (wild) ઘાસને વધુ ઉત્પાદનશીલ ધાન્યમાં રૂપાંતર કરવાનો પ્રારંભ કર્યો હતો. તેઓ પ્રત્યેક ઋતુમાં સૌથી સહિષ્ણુ (hardiest) બીજની પસંદગી કરતા હતા અને બીજી ઋતુમાં વાવતા હતા. મકાઈ તે સમયના રૂઢિગત ઉછેર(traditional breeding)થી શરૂ થઈ આધુનિક જૈવપ્રાવૈધિક વિજ્ઞાન (biotechnology) યુગ સુધી કૃષિવિદ્યાકીય કૌશલનું…

વધુ વાંચો >

વનાંચલ (1967)

Jan 14, 2005

વનાંચલ (1967) : કવિ જયંત પાઠકની સ્મૃતિકથા. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ સ્મૃતિકથામાં પૂર્વ પંચમહાલમાં આવેલા પોતાના વતન અને આસપાસના પ્રદેશના પ્રાકૃતિક, ભૌગોલિક તેમજ સામાજિક-સાંસ્કૃતિક પરિવેશનું આલેખન છે. આ સ્મરણકથામાં લેખક, તેમનો પરિવાર ઉપરાંત મિત્રવર્તુળ તો છે, પરંતુ કથાના કેન્દ્રમાં તેમનું ગામ ગોઠ, તેની નદી, જંગલ-વનરાજિ, ખેતરો અને આદિવાસી લોકસમૂહ અને…

વધુ વાંચો >

વનિતા (ડૉ.)

Jan 14, 2005

વનિતા (ડૉ.) (જ. 7 ઑક્ટોબર 1954, અમૃતસર, પંજાબ) : પંજાબી કવયિત્રી અને વિવેચક. તેમણે ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી સંગીતમાં એમ.એ.; દિલ્હી યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; એમ. ફિલ. અને 1998માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અત્યાર સુધીમાં પંજાબીમાં 6 ગ્રંથો આપ્યા છે. ‘સુફનિઆન દી પગદંડી’ (1985); ‘હરિઆન ચાવન દી કબર’ (1989); ‘બોલ-આલાપ’ (1993)…

વધુ વાંચો >