૧૮.૧૮
લ’વૉવ (L’Vov)થી લાઇનમ
લ’વૉવ (L’Vov)
લ’વૉવ (L’Vov) : યૂક્રેનનું મુખ્ય શહેર. યૂક્રેનિયન ભાષામાં તે ‘લ વિવ’, ‘લ્ય વિવ’ કે ‘લ્ય વૉવ’ નામોથી ઓળખાય છે; જર્મન ભાષામાં તે લૅમ્બર્ગ નામથી જાણીતું છે. ભૌગોલિક સ્થાન : 49° 50´ ઉ. અ. અને 24° 00´ પૂ. રે.. તે કીવથી પશ્ચિમે 475 કિમી.ને અંતરે, વેસ્ટર્ન બગ અને મેસ્ત્ર નદીઓ વચ્ચેના…
વધુ વાંચો >લવૉંગ ગાઇ (La-Vong’gi)
લવૉંગ ગાઇ (La-Vong’gi) : પાપુઆ ગિની(ઇન્ડોનેશિયા)ના ભાગરૂપ બિસ્માર્ક ટાપુસમૂહમાં આવેલો સક્રિય જ્વાળામુખી-રચિત ટાપુ. તે 3° 00´ દ. અ. અને 47° 30´ પૂ. રે.ની આજુબાજુનો 1,190 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અહીં નાળિયેરીનાં અનેક ઝુંડ આવેલાં છે. પહાડી પ્રકારની વનસ્પતિથી આ ટાપુ ભરપૂર રહેતો હોવાથી તે બારેમાસ હરિયાળો રહે છે.…
વધુ વાંચો >લ શૅટલિયરનો સિદ્ધાંત
લ શૅટલિયરનો સિદ્ધાંત : સમતોલન પામેલી પ્રણાલીના સમતોલનને નિર્ધારિત કરનાર પરિવર્તીય (variables) પૈકી એકમાં ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રણાલીનો પ્રતિભાવ દર્શાવતો (રસાયણશાસ્ત્રનો) સિદ્ધાંત. આ સિદ્ધાંત ઊર્જાસંચયના નિયમનું પરિણામ છે. ફ્રેન્ચ રસાયણવિદ હેન્રી લુઈ લ શૅટલિયરે તેને 1888માં રજૂ કરેલો. આ સિદ્ધાંત મુજબ જો સમતોલનમાં રહેલી પ્રણાલીને અસર કરનાર સ્વતંત્ર પરિવર્તીય…
વધુ વાંચો >લશ્કરી ઇયળ (army worm)
લશ્કરી ઇયળ (army worm) : જુવાર, મકાઈ, ડાંગર, ઘઉં, શેરડી, શુગર બીટ, કપાસ તેમજ અન્ય ખેતીપાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતી બહુભોજી જીવાત. આ જીવાતનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Noctuidae કુળમાં કરવામાં આવે છે. શાસ્ત્રીય નામ : Mythimma separata. તેનો ઉપદ્રવ આખા દેશમાં ખરીફ અને શિયાળુ ઋતુમાં મોટા પ્રમાણમાં…
વધુ વાંચો >લશ્કરી ઔદ્યોગિક સંકુલ (ordnance factories)
લશ્કરી ઔદ્યોગિક સંકુલ (ordnance factories) : લશ્કરને લગતી લગભગ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે ઊભા કરવામાં આવેલા ઔદ્યોગિક એકમોની શૃંખલા. લશ્કરની જરૂરિયાતોમાં શસ્ત્ર-સરંજામ, દારૂગોળા, બખ્તરબંધ ગાડીઓ, તોપો, પ્રાણઘાતક સાધનો, લડાઈના મેદાન પર ઉપયોગમાં લેવાતા તાર (કેબલો), ટૅન્ક, રણગાડી, લશ્કરનાં સાધનોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનવ્યવહારનાં સાધનો, સંદેશાવ્યવહારનાં સાધનો, વિવિધ…
વધુ વાંચો >લશ્કરી કવાયત
લશ્કરી કવાયત : લશ્કરના સૈનિકો દ્વારા એકસાથે કરવામાં આવતું શિસ્તબદ્ધ સામૂહિક સંચલન. તેના અનેક ઉદ્દેશો હોય છે. સૈનિકી વ્યાયામનો તે એક પ્રકાર હોય છે. સૈનિક માટે શારીરિક તંદુરસ્તી એક અત્યંત મહત્વની બાબત ગણવામાં આવે છે. સંપૂર્ણ શારીરિક તંદુરસ્તી વગર કોઈ પણ લશ્કર દુશ્મનનો સામનો કરી શકે નહિ તથા આત્મરક્ષણ પણ…
વધુ વાંચો >લશ્કરી કાયદો (martial law)
લશ્કરી કાયદો (martial law) : રાજકીય કે અન્ય પ્રકારની અસાધારણ કટોકટીને પહોંચી વળવા માટે નાગરિક પ્રશાસનનો કામચલાઉ ધોરણે અંત લાવી પ્રશાસનની કામગીરી લશ્કરને સોંપવી તે. લશ્કરી કાયદા હેઠળ પ્રશાસનની જવાબદારી દેશના લશ્કરને સોંપવામાં આવે છે. સમગ્ર દેશ પર અથવા દેશના અમુક વિસ્તાર પર તેનો અમલ કરવામાં આવે છે. દેશ પર…
વધુ વાંચો >લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ
લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ (જ. 1818, અમદાવાદ; અ. 1889) : ગુજરાતના અગ્રણી વ્યાપારી, ઉદ્યોગપતિ અને દાનવીર. ગુજરાતી ભાષાનો જરૂરિયાત પૂરતો અભ્યાસ કર્યા પછી સાહસિક વૃત્તિને અનુસરીને 1935માં લશ્કરમાં નોકરીએ જોડાયા. અહીં તેમને કૅપ્ટન કેલી નામના અંગ્રેજ અમલદારે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરાવ્યો. 1946માં પિતાનું અવસાન થતાં તેમનો નાણાંની ધીરધારનો ધંધો સંભાળ્યો. તેમના…
વધુ વાંચો >લસણ
લસણ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Allium sativum Linn. (સં. રસોન, લશુન; હિં. લહસન; બં. રસુન; મ. લસુણ; ગુ. લસણ; ક. બીલ્લુલી; ત. મલ. વેળુળિ; તે. વેળુળી તેલ્લા – ગડ્ડા; અં. ગાર્લિક) છે. તે બહુવર્ષાયુ, સહિષ્ણુ (hardy) અને આશરે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી…
વધુ વાંચો >લસણવેલ
લસણવેલ : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bignonia magnifica છે. તેનાં પુષ્પો લસણ જેવી વાસ ધરાવતાં હોવાથી તેનું નામ લસણવેલ પડ્યું છે. તે આરોહી વનસ્પતિ છે. આરોહી પ્રકૃતિને કારણે તેની ઝડપથી વૃદ્ધિ થાય છે. તેનાં પર્ણો સંમુખ ગોઠવાયેલાં, સંયુક્ત અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પર્ણિકાઓ…
વધુ વાંચો >લંબ આંજિયો
લંબ આંજિયો : જુવારના પાકમાં ફૂગથી દાણાનો થતો રોગ. વિશેષત: આ લંબ આંજિયો સંકર જાતોમાં જોવા મળે છે. ડૂંડું નીકળ્યા બાદ ડૂંડાના છૂટાછવાયા દાણામાં ફૂગનું આક્રમણ થતાં દાણો ભરાતો નથી; જ્યારે દાણા પર ફૂગના બીજાણુઓ કાળા પાઉડર-સ્વરૂપમાં પ્રસરે છે. ચેપિત દાણા સામાન્ય દાણા કરતાં લાંબા, નળાકાર અને છેડે અણીવાળું સ્વરૂપ…
વધુ વાંચો >લંબન (parallax)
લંબન (parallax) : અવલોકનકર્તાના વિસ્થાપનને કારણે થતું વસ્તુનું દિશા-પરિવર્તન અથવા વસ્તુના દેખીતા સ્થાનમાં થતું પરિવર્તન. ખગોળશાસ્ત્રના સંદર્ભમાં લંબનની વ્યાખ્યા આ પ્રમાણે છે : બે જુદી જુદી દિશાઓમાંથી અવકાશી પિંડ(તારા)નું અવલોકન લેતાં તેના સ્થાનમાં દેખાતું પરિવર્તન. લંબન કોણ(angle)માં માપવામાં આવે છે અને તે ઉપરથી તારાનું અંતર નક્કી કરી શકાય છે. નીચેની…
વધુ વાંચો >લાઇક ખદીજા (શ્રીમતી)
લાઇક ખદીજા (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1938, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : ઉર્દૂ લેખિકા. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.ફિલ., પીએચ.ડી. અને ડિપ્લોમા ઇન પર્શિયનની પદવીઓ મેળવી. પછી ગુલબર્ગ યુનિવર્સિટીમાં અધ્યાપન કરીને નિવૃત્ત થયાં. 1987માં ઉર્દૂ અકાદમીના જર્નલ ‘ફસીલ’નું સંપાદન કર્યું. 1987થી 1990 સુધી તેમણે કર્ણાટક ઉર્દૂ અકાદમી…
વધુ વાંચો >લાઇકેન
લાઇકેન : લીલ અને ફૂગનું સ્થાયી સાહચર્ય (association) ધરાવતાં રચનાત્મક રીતે સંગઠિત અને સંયુક્ત સજીવો. એકાંગી વનસ્પતિઓમાં લાઇકેન એક વિશિષ્ટ વનસ્પતિસમૂહ છે અને તેની આશરે 18,000 જેટલી જાતિઓ થાય છે. તેનો સુકાય લીલ અને ફૂગનો બનેલો હોય છે. તેઓ પરસ્પર ગૂંથાઈ સંયુક્ત બની સહજીવન ગુજારે છે. તેના સુકાયનો ઘણોખરો ભાગ…
વધુ વાંચો >લાઇકેન પ્લેનસ (Lichen planus)
લાઇકેન પ્લેનસ (Lichen planus) : ખૂજલી અને શોથ(inflammation)વાળો ચામડી અને શ્લેષ્મકલા(mucous membrane)નો રોગ. તેની મુખ્ય 3 નિદાનસૂચક લાક્ષણિકતાઓ છે : નમૂનારૂપ ચામડી પરનો સ્ફોટ, શ્લેષ્મકલા પરનો સ્ફોટ અને સૂક્ષ્મપેશીવિકૃતિ (histopathology). ચામડી પર ચપટા માથાવાળી ફોલ્લીઓ તથા ઝીણી સફેદ રેખાઓવાળો, ખૂજલી કરતો અને જાંબુડી રંગ જેવો (violaceous) સ્ફોટ થાય છે, જે…
વધુ વાંચો >લાઇટ ઑવ્ એશિયા, ધ
લાઇટ ઑવ્ એશિયા, ધ : ચલચિત્ર. હિંદી શીર્ષક : પ્રેમસંન્યાસ. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1925. નિર્માણસંસ્થા : ગ્રેટ ઈસ્ટર્ન ફિલ્મ્સ, એમેલ્કા ફિલ્મ (મ્યૂનિક, જર્મની). દિગ્દર્શક : ફ્રાન્ઝ ઑસ્ટિન. પટકથા : નિરંજન પાલ. કથા : 1861માં પ્રગટ થયેલી એડવિન આર્નોલ્ડની કવિતા પર આધારિત. છબિકલા : જોસેફ વર્શ્ચિંગ, વિવી કિરમિયર. મુખ્ય…
વધુ વાંચો >લાઇટનિંગ રિજ
લાઇટનિંગ રિજ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું ઓપલ(એક ઉપરત્ન, લસણિયા, ક્ષીરસ્ફટિકની ખાણોનું મથક. તે સિડનીથી વાયવ્યમાં આશરે 770 કિમી., વૉલગેટથી ઉત્તરે 75 કિમી. તથા દક્ષિણ ક્વીન્સલૅન્ડની સીમાથી દક્ષિણે 50 કિમી.ના અંતરે આવેલું છે. તે ન્યૂ સાઉથવેલ્સમાં ઓપલની પ્રાપ્તિ માટેનું સારી ઉત્પાદનક્ષમતા ધરાવતું ખાણક્ષેત્ર ગણાય છે; એટલું જ નહિ,…
વધુ વાંચો >લાઇટ-શિપ
લાઇટ-શિપ : આધુનિક બંદરમાં પ્રવેશતી એપ્રોચ ચૅનલની હદરેખા પૂરેપૂરી અંકિત કરવાનું તેમજ સિગ્નલ-ઉપકરણથી સજ્જ કરવાનું એક મહત્વનું સાધન. બંદરપ્રવેશમાં માર્ગદર્શન માટેનાં સાધનોમાં દીવાદાંડી અને બોયા (buoys) ઉપરાંત લાઇટ-શિપનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ બધાં સાધનો સિગ્નલો આપે છે. આવા પ્રકારના સિગ્નલોમાં નીચે પ્રમાણેના ગુણધર્મો હોવા જોઈએ : –…
વધુ વાંચો >લાઇન ટાપુઓ
લાઇન ટાપુઓ : મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલા, પરવાળાંથી બનેલા ઓછી ઊંચાઈ ધરાવતા છૂટાછવાયા અગિયાર ટાપુઓ. ભૌગોલિક સ્થાન : તે 0° 05´ ઉ. અ. અને 157° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 329 ચોકિમી. (વસ્તીવાળા આઠ ટાપુઓ અને 247 ચોકિમી. વિસ્તારના વસ્તીવિહીન ત્રણ ટાપુઓ) જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિષુવવૃત્તની બંને…
વધુ વાંચો >લાઇનમ
લાઇનમ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની એક પ્રજાતિ. તે વિશ્વના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થતી શાકીય અને ક્ષુપીય જાતિઓની બનેલી છે. તેઓ ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશોમાં થાય છે. ભારતમાં તેની ત્રણથી ચાર જાતિઓ થાય છે. Linum bienne Mill syn. L. angustifolium Huds અને L. grandiflorum Desf.…
વધુ વાંચો >