૧૮.૦૩
રુઆન્ડા-ઉરુન્ડીથી રુધિરસ્તંભન (haemostasis)
રુઆન્ડા-ઉરુન્ડી
રુઆન્ડા-ઉરુન્ડી : મધ્ય આફ્રિકાના પૂર્વ ભાગમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ વીસમી સદીના મધ્યકાળ વખતે બેલ્જિયમના શાસન હેઠળ હતો. 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે જ્યારે તેને વાલીપણા હેઠળનો પ્રદેશ બનાવ્યો ત્યારે રુઆન્ડા-ઉરુન્ડીનો વિસ્તાર આશરે 54,000 ચોકિમી. જેટલો હતો અને વસ્તી 50 લાખ જેટલી હતી. ત્વા પિગ્મીઓ રુઆન્ડા-ઉરુન્ડીના સર્વપ્રથમ વસાહતીઓ હતા. હુતુ અથવા…
વધુ વાંચો >રુઇસ્ડાયલ, જેકબ વાન
રુઇસ્ડાયલ, જેકબ વાન (જ. 1628/1629, હાર્લેમ, હોલૅન્ડ; દફનવિધિ : 14 માર્ચ 1682, ઍમ્સ્ટરડૅમ, હોલૅન્ડ) : નિસર્ગચિત્રો સર્જનાર મહાન ડચ બરોક ચિત્રકાર. ચિત્રકાર પિતા આઇઝેક દ ગોયરનો તે શિષ્ય. પિતાએ પાછળથી રુઇસ્ડાયલ અટક અપનાવેલી. હાર્લેમના નિસર્ગ-ચિત્રકાર કૉર્નેલિસ વ્રૂનની ઊંડી અસર તરુણ રુઇસ્ડાયલ પર પડી. 1640થી તેણે ચિત્રસર્જન શરૂ કર્યું અને 1648માં…
વધુ વાંચો >રુક્મણી
રુક્મણી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ixora arborea Roxb. syn. I. parviflora Vahl. (સં. નવમલ્લિકા, વનમાલિની; હિં. નીવારી, કોથાગંધાલ; મ. નેવાળી, વેક્ષમોગરી, માકડી, રાનમોગરી; ગુ. નેવારી નીમાળી; ક. નીકાડમલ્લિગે; અં. ટૉર્ચ વુડ ઇક્ઝોરા) છે. તે નાનું, બહુશાખિત, સદાહરિત વૃક્ષ કે ક્ષુપ છે અને ભારતમાં…
વધુ વાંચો >રુકિમણી
રુકિમણી : વિદર્ભ નરેશ ભીષ્મકની પુત્રી અને શ્રીકૃષ્ણની પટરાણી. એને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. યુવાન થયે એને નારદના મુખેથી શ્રીકૃષ્ણની શક્તિ અને એમનાં રૂપ તેમજ ગુણનું વર્ણન સાંભળી મનથી શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાનો મનસૂબો કર્યો. રુકિમણીનો ભાઈ રુકિમ એનાં લગ્ન જરાસંધનો સમર્થક હતો અને કંસવધને કારણે કૃષ્ણ પ્રત્યે વેર…
વધુ વાંચો >રુક્મિ
રુક્મિ : વિદર્ભ નરેશ ભીષ્મકનો જ્યેષ્ઠ પુત્ર. રુકિમણીનો ભાઈ. પોતે પરાક્રમી અને ધનુર્વિદ્યામાં પ્રવીણ હતો. એની ઇચ્છા વિરુદ્ધ જ્યારે શ્રીકૃષ્ણ રુકિમણીનું હરણ કરી ગયા ત્યારે તેણે એના પિતા સમક્ષ એવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણનો વધ કરીને રુકિમણીને પાછી ન લાઉં ત્યાં સુધી રાજધાની કુંડિનપુરમાં પાછો નહિ ફરું. યુદ્ધમાં…
વધુ વાંચો >રુચિ
રુચિ (જાન્યુઆરી 1963થી ડિસેમ્બર 1968) : ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર ચુનીલાલ મડિયા દ્વારા સંપાદિત અને પ્રકાશિત ગુજરાતી સાહિત્યિક માસિક. 1962ના ડિસેમ્બરમાં મડિયાએ ‘યુસિસ’(યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ)માંથી પત્રકાર-સંપાદકની જવાબદારીમાંથી મુક્ત થઈ ‘રુચિ’ સામયિક શરૂ કર્યું. મડિયાએ પોતાના માસિક ‘રુચિ’ને ગુજરાતીમાં ‘સૌંદર્યલક્ષી સામયિક’ તરીકે તથા અંગ્રેજીમાં ‘એ મૅગઝિન ફૉર ક્રિયેટિવ થૉટ’ તરીકે…
વધુ વાંચો >રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold)
રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold) (જ. 13 સપ્ટેમ્બર 1887, ફુકોવર, ઑસ્ટ્રિયા [ક્રોએશિયા]; અ. 26 સપ્ટેમ્બર 1976, ઝુરિક) : સ્વિસ રસાયણવિદ અને એડોલ્ફ બ્યુટેનન્ટ સાથે 1939ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનું પ્રાથમિક ભણતર ઓસિજેક(ક્રોએશિયા)માં થયું હતું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત તેમના રસના મુખ્ય વિષયો હતા; પણ કુદરતમાં મળી આવતા પદાર્થોમાં વિશેષ…
વધુ વાંચો >રુટેસી
રુટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી–બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર–જિરાનિયેલ્સ, કુળ–રુટેસી. આ કુળમાં લગભગ 140 પ્રજાતિઓ અને 1,300 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું વિતરણ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં…
વધુ વાંચો >રુડેશિયસ ખડકો
રુડેશિયસ ખડકો : ગોળાશ્મ કે કોણાશ્મ બંધારણવાળા જળકૃત ખડકો. કણજન્ય જળકૃત ખડકોનું તેમાંના ખનિજઘટકોનાં કણકદ મુજબ ત્રણ સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે : રુડાઇટ સમૂહ અથવા ગોળાશ્મવાળા, દા.ત., કોંગ્લૉમરેટ; એરેનાઇટસમૂહ અથવા રેતીવાળા, દા.ત., રેતીખડક; લ્યૂટાઇટ સમૂહ અથવા માટીવાળા, દા.ત., શેલ. આ પૈકીના પ્રથમ પ્રકારવાળા રુડેશિયસ ખડકો 2 મિમી. કે તેથી…
વધુ વાંચો >રુદાલી
રુદાલી : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1992. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ. દિગ્દર્શક : કલ્પના લાઝમી. કથા : બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીની વાર્તા પર આધારિત. પટકથા-સંવાદ-ગીત : ગુલઝાર. સંગીત : ભૂપેન હઝારિકા. છબિકલા : સંતોષ સિવન. મુખ્ય કલાકારો : ડિમ્પલ કાપડિયા, રાખી, સુસ્મિતા મુખરજી, દીના પાઠક, રાજ…
વધુ વાંચો >રુધિર કોશગણન
રુધિર કોશગણન : જુઓ રુધિર
વધુ વાંચો >રુધિરગંઠકો અને નિપાત
રુધિરગંઠકો અને નિપાત : જુઓ રુધિરસ્તંભન.
વધુ વાંચો >રુધિરગંઠન અને રુધિરસ્રાવી વિકારો
રુધિરગંઠન અને રુધિરસ્રાવી વિકારો : જુઓ રુધિરસ્તંભન.
વધુ વાંચો >રુધિરગુલ્મ અવઢતાનિકા
રુધિરગુલ્મ અવદૃઢતાનિકા : જુઓ રુધિરગુલ્મ અંત:કર્પરી.
વધુ વાંચો >રુધિરગુલ્મ અંત:કર્પરી (intracranial haematoma)
રુધિરગુલ્મ, અંત:કર્પરી (intracranial haematoma) : માથાને થતી ઈજાને કારણે ખોપરીની અંદર લોહી વહીને તેનો ગઠ્ઠો જામવો તે. મગજને 3 આવરણો છે. તેમાંના સૌથી બહારના આવરણને દૃઢતાનિકા કહે છે. દૃઢતાનિકાની ઉપર અથવા નીચે લોહી ઝમીને ગઠ્ઠો બનાવે તો તેને અનુક્રમે અધિદૃઢતાનિકી (epidural) અથવા અવદૃઢતાનિકી (subdural) રુધિરગુલ્મ કહે છે. જ્યારે માથાને ઈજા…
વધુ વાંચો >રુધિરઘનકોશપ્રમાણ
રુધિરઘનકોશપ્રમાણ : જુઓ રુધિર.
વધુ વાંચો >રુધિરદાબ
રુધિરદાબ : જુઓ લોહીનું દબાણ.
વધુ વાંચો >રુધિરનિર્ગલન (haemopheresis)
રુધિરનિર્ગલન (haemopheresis) : લોહીના ઘટકોને અલગ પાડવાની પ્રક્રિયા. અંગ્રેજી ‘apheresis’ શબ્દનો અર્થ અલગ પાડવું થાય છે. જો શ્વેતકોષોને અલગ પાડવામાં આવે તો તેને શ્વેતકોષનિર્ગલન (leukapheresis) કહે છે અને જો રુધિરપ્રરસ(plasma)ને અલગ પાડવામાં આવે તો તેને પ્રરસનિર્ગલન (plasmapheresis) કહે છે. રુધિરકોષોને અલગ પાડવાની ક્રિયાને કોષનિર્ગલન (cytapheresis) કહે છે. આ પ્રક્રિયાઓમાં દાતાના…
વધુ વાંચો >રુધિરપ્રતિસારણ (blood transfusion)
રુધિરપ્રતિસારણ (blood transfusion) : દર્દીને રુધિરના ઘટકોની ઊણપની સ્થિતિમાં બહારથી લોહી કે તેના ઘટકો નસ દ્વારા આપવામાં આવે તો લોહીના ઘટકો રક્તકોષો, શ્વેતકોષો, ગંઠનકોષો (platelets), રુધિરપ્રરસ (blood plasma), તત્કાલ શીતકૃત પ્રરસ (fresh frozen plasma), અતિશીત અવક્ષેપ (cryoprecipitate) વગેરે વિવિધ ઘટકોની વિવિધ પ્રકારના રોગો કે વિકારોમાં જરૂર ઉત્પન્ન થાય છે. લોહીમાં…
વધુ વાંચો >રુધિરબૅન્ક (blood bank)
રુધિરબૅન્ક (blood bank) : લોહી મેળવતી, સંઘરતી, તેના પર જરૂરી પ્રક્રિયાઓ કરી તેના ઘટકો છૂટા પાડતી તથા લોહી કે તેના ઘટકોનું સારવાર માટે વિતરણ કરતી સંસ્થા. એનો સહકાર લઈ સારવાર માટે દર્દીને લોહી ચડાવી શકાય તેવી હાલની શાસ્ત્રીય પ્રક્રિયા કરી શકાય છે. આવું કાર્ય કરતા કેન્દ્રને રૂઢિગત રીતે બૅન્ક કહે…
વધુ વાંચો >