૧૩.૧૭

બાળલગ્નથી બિગ્નોનિયેસી

બિકાનેર

બિકાનેર : રાજસ્થાનના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક તથા શહેર. ભૌગોલિક સ્થાન : તે 27° 11´થી 29° 03´ ઉ. અ. અને 71° 54´થી 74° 12´ પૂ. રે. વચ્ચેનો 27,244 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લો ઉત્તર તરફ ગંગાનગર જિલ્લાથી, ઈશાનમાં હનુમાનગઢ જિલ્લાથી, પૂર્વમાં…

વધુ વાંચો >

બિકિલા અબીબી

બિકિલા અબીબી (જ. 7 ઑગસ્ટ 1932, ઇથોપિયાના નાના ગામમાં; અ. 25 ઑક્ટોબર 1973) : મૅરેથોન દોડનો વિશ્વનો સમર્થ રમતવીર. અબીબીના પિતા ભરવાડ હતા અને તેને પર્વતો ઉપર રહેવાનું થતું હતું. અબીબી અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. તેણે શરૂઆતનું જીવન પર્વતો ઉપર દરિયાની સપાટીથી 2,134 મીટરની ઊંચાઈ પર વિતાવ્યું હતું. પર્વત…

વધુ વાંચો >

બિકો, સ્ટિફન (બાન્ટુ)

બિકો, સ્ટિફન (બાન્ટુ) (જ. 1946, કિંગ વિલિયમ્સ ટાઉન, કૅપ પ્રૉવિન્સ, દક્ષિણ આફ્રિકા; અ. 1977) : દક્ષિણ આફ્રિકાના જાણીતા આંદોલનકાર. તેઓ સ્ટિવ બિકો તરીકે લોકલાડીલા બન્યા. તેઓ અશ્વેત જાગૃતિ આંદોલનના સ્થાપક અને નેતા હતા. નાતાલ યુનિવર્સિટી ખાતે ઔષધવિજ્ઞાનનો અભ્યાસ કરતા હતા ત્યારે જ તે રાજકારણમાં પડ્યા હતા. 1969માં રચાયેલા અશ્વેતો માટેના…

વધુ વાંચો >

બિગા (Bega)

બિગા (Bega) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના અગ્નિકોણમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 36° 30´ દ. અ. અને 149° 50´ પૂ. રે. સિડનીથી તે દક્ષિણે 435 કિમી. અંતરે આવેલું છે. આ વિસ્તાર વાણિજ્ય અને વહીવટનું મથક છે. દરિયાથી આશરે 18 કિમી. ને અંતરે આવેલા ‘સેફાયર કોસ્ટ’ નામથી તે જાણીતું…

વધુ વાંચો >

બિગોનિયા

બિગોનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગોનિયેસી કુળની એક માંસલ, કંદિલ (tuberosus) અથવા પ્રકંદી (rhizomatous) શોભન પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) જાતિઓ છે; જે ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે અને મુખ્યત્વે અમેરિકામાં થાય છે. વિશ્વભરમાં તેની 600 જેટલી જાતિઓ નોંધાયેલી છે. ભારતમાં તેની લગભગ 80 જેટલી…

વધુ વાંચો >

બિગ્ઝ, રૉનાલ્ડ

બિગ્ઝ, રૉનાલ્ડ (જ. 1929) : નામચીન લૂંટારો–ગુનેગાર. ‘ધ ગ્રેટ ટ્રેન રૉબરી’ એ જગતભરમાં ચર્ચાયેલી સનસનાટીભરી લૂંટ લેખાઈ છે. આવી યુક્તિ અને સાહસપૂર્ણ યોજના બિગ્ઝની ગુંડા-ટોળકીએ ઘડી કાઢી હતી. લૂંટારા જે ખેતરમાં સંતાયા હતા ત્યાંથી મળેલી આંગળાંની છાપ પરથી પ્રથમ પાંચ લૂંટારા પકડાયા તેમાં બિગ્ઝનો પણ સમાવેશ થતો હતો. કાવતરું ઘડી…

વધુ વાંચો >

બિગ્નોનિયા

બિગ્નોનિયા : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક  પ્રજાતિ. આ પ્રજાતિ સ્વરૂપની ર્દષ્ટિએ બે મુખ્ય પ્રકારની જાતિઓ ધરાવે છે : (1) વૃક્ષ અને (2) આરોહી. Bignonia megapotamica એ બગીચામાં અથવા રસ્તાની બેઉ બાજુએ રોપવામાં આવતી વૃક્ષજાતિ છે. આ વૃક્ષ મધ્યમ ઊંચાઈનું થાય છે. પર્ણો સાધારણ નાનાં, થોડાં લાંબાં ચળકતાં અને…

વધુ વાંચો >

બિગ્નોનિયેસી

બિગ્નોનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 120 પ્રજાતિ અને 750 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. તેની બહુ ઓછી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. ઉત્તરીય દક્ષિણ અમેરિકામાં તેની પ્રજાતિઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક પ્રજાતિઓ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને માડાગાસ્કરમાં…

વધુ વાંચો >

બાળલગ્ન

Jan 17, 2000

બાળલગ્ન : ગૃહસ્થજીવન વિવેકપૂર્વક નિભાવી શકે તેવી પક્વ વય પ્રાપ્ત થતાં પૂર્વે છોકરા તથા કન્યાનાં લગ્ન કરાવી દેવાની પ્રથા. પ્રાણીશાસ્ત્ર અનુસાર પ્રાણીના જીવનનું પ્રમુખ કર્તવ્ય પોતાનો વંશ ચાલુ રાખવા સંતાન ઉત્પન્ન કરવાનું છે. મોટાભાગનાં પ્રાણીઓ જન્મ સમયે આ કાર્ય માટે સક્ષમ હોતાં નથી. તેની જનેતા અથવા પ્રકૃતિમાતા તે પક્વ થાય…

વધુ વાંચો >

બાળશોષ

Jan 17, 2000

બાળશોષ (marasmus) : પાતળા પડેલા સ્નાયુવાળો તથા હાડકાંને જાણે ઢીલી કરચલીવાળી ચામડી વડે વીંટાળ્યાં હોય એવો દેખાવ ઉપજાવતો, ઉમરના પ્રમાણમાં 60 % કે તેથી ઓછું વજન ધરાવતો, ફૂલેલા પેટવાળો, અતિશય ભૂખ તથા અકળામણ(irritation)નાં લક્ષણો દર્શાવતો બાળકોનો રોગ. તેને શિશૂર્જા-ઊણપ પણ કહે છે (વિશ્વકોશ ખંડ 10, પૃ. 514–524 : ન્યૂનતાજન્ય રોગો).…

વધુ વાંચો >

બાળાજી બાજીરાવ

Jan 17, 2000

બાળાજી બાજીરાવ (જ. 12  ડિસેમ્બર, 1721, અ. 23 જૂન, 1761 પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી પેશવા, કુશળ વહીવટકર્તા. પેશવા બાજીરાવ પહેલાનું અવસાન થતાં એના સૌથી મોટા પુત્ર બાળાજી બાજીરાવ(ઊર્ફે બાળાજી બીજો ઊર્ફે નાનાસાહેબ)ને છત્રપતિ શાહુએે પેશવા તરીકે નીમ્યો. તેણે પિતા અને કાકા ચીમનાજીની દેખરેખ હેઠળ યુદ્ધનીતિ અને રાજનીતિનું શિક્ષણ મેળવ્યું હતું.…

વધુ વાંચો >

બાળાજી વિશ્વનાથ

Jan 17, 2000

બાળાજી વિશ્વનાથ : જુઓ પેશ્વા

વધુ વાંચો >

બાંકા

Jan 17, 2000

બાંકા : બિહાર રાજ્યના અગ્નિ ભાગમાં ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 53´ ઉ. અ. અને 86° 55´ પૂ. રે. આજુબાજુનો આશરે 3,020 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સમગ્ર ઉત્તર સરહદે ભાગલપુર જિલ્લો, સમગ્ર પૂર્વ સરહદે ગોડા જિલ્લો, દક્ષિણે…

વધુ વાંચો >

બાંકા ઓ સીધા

Jan 17, 2000

બાંકા ઓ સીધા (1960) : ઊડિયા કૃતિ. સ્વાતંત્ર્યોત્તરકાળના ખ્યાતનામ ઊડિયા કવિ ગોદાવરીશ મહાપાત્ર(1898–1965)ના આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીએ 1966ની શ્રેષ્ઠ ઊડિયા કૃતિ તરીકે પસંદ કરી પુરસ્કાર આપ્યો હતો. આ સંગ્રહનું ‘બાંકા ઓ સીધા’ (વાંકા અને સીધા) નામ ઘણું સૂચક છે. એમાં રાજકારણમાં પડેલા ભ્રષ્ટાચારી, કાળાંબજાર કરનારા ધનવાનો, સરકારી નાનામોટા કર્મચારીઓ, વેપારીઓ…

વધુ વાંચો >

બાંકીદાસ

Jan 17, 2000

બાંકીદાસ (જ. 1884, ભાડિયાવાસ, મારવાડ, અ. ) : રાજસ્થાનના અતિપ્રસિદ્ધ કવિ અને ઇતિહાસવિદ્. ચારણ જાતિની આશિયા શાખામાં જન્મ. પિતા ફહનદાન. માતા હિન્દુબાઈ. પ્રારંભિક શિક્ષણમાં તેમના પિતા પાસેથી દોહા, સોરઠા, કવિત અને ગોત વગેરેનો અભ્યાસ. 16 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતા સાથે રાયપુરના ઠાકોર અર્જુનસિંહ સમક્ષ એક દોહાની શીઘ્ર રચના કરી…

વધુ વાંચો >

બાંકુરા

Jan 17, 2000

બાંકુરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 38´થી 23° 38´ ઉ. અ. અને 86° 36´થી 87° 46´ પૂ. રે. વચ્ચેનો 6,882 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે તથા ઈશાનમાં દામોદર નદી દ્વારા બર્ધમાન જિલ્લાથી અલગ પડે છે. તેના…

વધુ વાંચો >

બાંગુઈ

Jan 17, 2000

બાંગુઈ : મધ્ય આફ્રિકામાં આવેલા ‘સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક’ દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 22´ ઉ. અ. અને 18° 35´ પૂ. રે. તે દેશના છેક દક્ષિણ ભાગમાં ઝાયર અને કોંગો દેશો સાથેની તેની સરહદ નજીક આવેલું છે. આ ત્રણ દેશોની સરહદ પર અર્ધગોળાકાર વળાંક લેતી ઉબાંગી…

વધુ વાંચો >

બાંગ્લાદેશ

Jan 17, 2000

બાંગ્લાદેશ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યની પૂર્વમાં ગંગા-બ્રહ્મપુત્ર નદીઓના મુખત્રિકોણ-પ્રદેશને મહદ્અંશે આવરતો, બંગાળના ઉપસાગરની ઉત્તરમાં આવેલો દક્ષિણ એશિયાઈ દેશ. 1971 અગાઉ તે પાકિસ્તાનનો પ્રાંત હતો અને ત્યારે તે પૂર્વ પાકિસ્તાન નામથી ઓળખાતો હતો. 1971ના અંતમાં આ દેશે દુનિયાના રાજકીય નકશામાં ‘બાંગ્લાદેશ’ નામથી નવોદિત રાષ્ટ્ર તરીકે અલગ સ્થાન મેળવ્યું. કુદરત તરફથી આ…

વધુ વાંચો >