૧૧.૨૨
પેલ્ટિયર ઘટનાથી પૈસ (1971)
પેંડસે શ્રી. ના.
પેંડસે, શ્રી. ના. (જ. 5 જાન્યુઆરી, 1913, દાપોલી, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 માર્ચ, 2007, મુંબઈ) : મરાઠી લેખક. શિક્ષણ મુંબઈમાં. એમણે મરાઠી સાહિત્યમાં જાનપદી (આંચલિક) નવલકથાની શરૂઆત કરી અને મરાઠી નવલકથાને નવી દિશાસૂઝ આપી. એમની પ્રથમ કૃતિ ‘ખડકાવરીલ હિરવળ’(1941)માં શબ્દચિત્રો છે અને મરાઠી શબ્દચિત્રોમાં તે ઉચ્ચસ્થાન ધરાવે છે. 1949માં પ્રગટ…
વધુ વાંચો >પેંઢરકર યશવંત દિનકર
પેંઢરકર, યશવંત દિનકર (જ. 9 માર્ચ 1899, ચાફળ, જિલ્લો સાતારા; અ. 26 નવેમ્બર 1985, પુણે) : મરાઠીના અગ્રણી કવિ. સાંગલી ખાતે મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધા પછી પુણેમાં કારકુન તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને અવસાન સુધી ત્યાં જ વસવાટ કર્યો. શરૂઆતમાં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત એવી કવિતાની રચના તરફ વધુ ઝોક, પરંતુ…
વધુ વાંચો >પૈકારા
પૈકારા : તમિળનાડુ રાજ્યમાં આવેલું મહત્ત્વનું જળવિદ્યુતમથક. નીલગિરિ જિલ્લામાં ઉટાકામંડથી વાયવ્યમાં આશરે 20 કિમી. અંતરે તે આવેલું છે. તમિળનાડુ અને કર્ણાટકની સરહદ પર વહેતી મોયાર નદીના ઉપરવાસના પ્રવાહ પર પૈકારા આવેલું છે. આ જળવિદ્યુતમથકનું કામ 1932માં પૂર્ણ કરવામાં આવેલું. તેની ઉત્પાદનક્ષમતા 70 મેગાવૉટ જેટલી છે. મોયાર નદીના વિસ્તારમાં સરેરાશ 2,000…
વધુ વાંચો >પૈ નાથ
પૈ, નાથ (જ. 25 સપ્ટેમ્બર 1922, વેંગુર્લા, મહારાષ્ટ્ર; અ. 18 જાન્યુઆરી 1971 બેળગાવ) : ભારતના એક પીઢ સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી નેતા, શ્રમિકોના ટેકેદાર તથા બાહોશ સાંસદ. મૂળ નામ પંઢરીનાથ. પિતાનું નામ બાપુ. તે શરૂઆતમાં પોસ્ટ ખાતામાં નોકરી કરતા હતા. પરંતુ દેશદાઝને કારણે સરકારી નોકરી છોડી વેંગુર્લામાં શિક્ષક બન્યા. માતાનું નામ તાપીબાઈ.…
વધુ વાંચો >પૈ લક્ષ્મણ
પૈ, લક્ષ્મણ (જ. 21 જાન્યુઆરી 1926, માર્ગોવા, ગોવા) : ગોવાના મહત્ત્વના રાષ્ટ્રીય ચિત્રકાર. કિશોરાવસ્થામાં પૈ ગોવા ખાતે 1940માં એક ફોટો સ્ટુડિયોમાં કામ કરતી વેળા ફોટોગ્રાફ્સને ટચીંગ કરીને સુધારતા અને આ કામમાંથી તેમનો ચિત્રકલામાં રસ જાગ્રત થયો. એ અરસામાં તેમણે ગોવા લિબરેશન મૂવમેન્ટમાં ભાગ લીધો અને તેમની વાર ધરપકડ થઈ હતી.…
વધુ વાંચો >પૈસ (1971)
પૈસ (1971) : મરાઠી લેખિકા દુર્ગા ભાગવત(જ. 1910)કૃત નિબંધસંગ્રહ. તેમાં અંગત શૈલીના 12 નિબંધો છે. નિબંધો પર નજર નાખતાં જણાઈ આવે છે કે તેમાં સાંસ્કૃતિક પાસું પ્રાધાન્ય ભોગવે છે. લેખિકા સંગીત, ચિત્રકળા, શિલ્પ તથા નૃત્યકળા જેવા કળાવિષયો પરત્વે ઊંચી અભિરુચિ તથા સૂઝ ધરાવે છે. વળી વિવિધ ધર્મો, તત્ત્વજ્ઞાન, સમાજવિદ્યાઓ, ભારતીય…
વધુ વાંચો >પેલ્ટોફૉરમ
પેલ્ટોફૉરમ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ સિઝાલપિતીએસી ઉપકુળની એક નાનકડી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. તેની એક જાતિ Peltophorum ferrugineum Benth. syn. P. pterocarpum Backer ex K. Heyne. (અં. કૉપર પોડ, રસ્ટી શિલ્ડ બેરર; તે. કોન્ડાચિંટા; તા. ઇવાલ્વાગાઇ, પેરુન્ગોંડ્રાઇ; ગુ.મ.માં તામ્રશિંગી) છે. ભારતમાં ઉદ્યાનો કે રસ્તાની બંને…
વધુ વાંચો >પેશગી પ્રથા (imprest system)
પેશગી પ્રથા (imprest system) : મોટાં વ્યાપારી ગૃહોમાં થતા ગૌણ રોકડ ખર્ચને હિસાબી ચોપડામાં નોંધવા માટેની અત્યંત અનુકૂળ પ્રથા. આ પ્રથા અનુસાર અઠવાડિયું, પખવાડિયું કે મહિનો એવી કોઈ નિશ્ર્ચિત અવધિ દરમિયાન ધંધામાં થતા પરચૂરણ ખર્ચની ચુકવણી માટે પર્યાપ્ત ચોક્કસ રકમ મુખ્ય કૅશિયર દ્વારા નાયબ કૅશિયરને અગાઉથી આપવામાં આવે છે. નાયબ…
વધુ વાંચો >પેશીનાશ (gangrene)
પેશીનાશ (gangrene) : કોહવાટ (putrefaction) સાથે પેશીનો નાશ. તેને કોથ પણ કહે છે. તેને કોથ પણ કહે છે. કોષો, પેશીઓ તથા અવયવનો કોઈ ભાગ મૃત્યુ પામે તો તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે. કોઈ વિકાર, ઝેર કે ઈજાને કારણે કોષોને ઈજા થાય અને તે નાશ પામે તો તેને કોષનાશ (necrosis),…
વધુ વાંચો >પેશીનાશ વાતજનક
પેશીનાશ, વાતજનક : ઈજા પછી નસો વગરની અને જીવંત ન રહી હોય એવી પેશીમાં ક્લોસ્ટ્રિડિયમ જૂથના કેટલાક જીવાણુઓથી થતો વાયુ ઉત્પન્ન કરતો રોગ. તેમાં મુખ્યત્વે ક્લો. પર્ફિન્જિન્સ નામનો જીવાણુ કારણરૂપ હોય છે; પરંતુ ક્યારેક ક્લો. નોવ્યી, ક્લો. હિસ્ટોલિટિકમ અને ક્લો. સેપ્ટિકમ પણ કારણરૂપ હોય છે. આ જીવાણુઓ માટીમાં તથા માનવો…
વધુ વાંચો >પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology)
પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology) : રોગમાં થતી પેશીની વિકૃતિઓના સૂક્ષ્મદર્શક વડે કરાતા અભ્યાસનું શાસ્ત્ર. તેને પેશી-રુગ્ણતાવિદ્યા પણ કહે છે. આ પ્રકારની વિકૃતિ કે રુગ્ણતાને પણ પેશીરુગ્ણતા (histopathogy) કહે છે. રોજબરોજની નિદાન-ચિકિત્સાલક્ષી તબીબી વિદ્યામાં પેશીનો ટુકડો મેળવીને કે શસ્ત્રક્રિયા કરીને નિદાન કરાય છે. તેનાં મુખ્ય સાત પાસાં છે : (1) પેશી-આહરણ (collection of…
વધુ વાંચો >પેશીવિદ્યા (પ્રાણી) (animal histology)
પેશીવિદ્યા (પ્રાણી) (animal histology) બહુકોષી પ્રાણીઓના શરીરમાંની વિવિધ પેશીઓ(tissues)ને લગતું વિજ્ઞાન. ઉચ્ચતર પ્રાણીઓમાં કોષોના સમૂહ સ્વરૂપે આવેલી પેશીઓ રચના પરત્વે વિવિધતા દર્શાવે છે. વિવિધ પેશીઓ વિશિષ્ટ રીતે જોડાતાં અંગોમાં પરિણમે છે. બહુકોષીય પ્રાણીઓના વિકાસની શરૂઆત એકકોષીય ફલિતાંડ(fertilised egg)થી થાય છે. કાળક્રમે ફલિતાંડનું વિભાજન (cleavage) થતાં તેનું બહુકોષીય ગર્ભ(embryo)માં રૂપાંતર થાય…
વધુ વાંચો >પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન)
પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન) : કોઈ સજીવની પેશી કે તેના કોષોને તેના શરીરની બહાર ઉછેરવાં તે. તેમાં અગાર (agar) કે સૂપ (broth) જેવાં પ્રવાહી, અર્ધપ્રવાહી કે ઘન વૃદ્ધિકારક દ્રવ્ય માધ્યમ(growth media)નો ઉપયોગ કરાય છે. અમેરિકન પૅથોલૉજિસ્ટ મૉન્ટ્રોઝ થૉમસ બરોઝે સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાલ તે મુખ્યત્વે પ્રાણીઓની પેશીના…
વધુ વાંચો >પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર)
પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર) : શરીરની બહાર કરવામાં આવતું પેશીઓનું સંવર્ધન. પેશી ઉપરાંત શરીરની બહાર કરવામાં આવતા છૂટાછવાયા કોષોના સંવર્ધનને પણ પેશીસંવર્ધન કહે છે. સજીવોના શરીરમાંથી વિશિષ્ટ જનીનોને અલગ કરીને તેમનું અન્ય સજીવોની પેશીમાં કુશળતાપૂર્વક પ્રસ્થાપન, વિષાણુઓનું અલગીકરણ, આર્થિક રીતે વધુ ઉપયોગી વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન, કૅન્સર જેવા માનવીને હાનિકારક…
વધુ વાંચો >પેશીસંવર્ધન-ઔષધો (tissue culture drugs)
પેશીસંવર્ધન–ઔષધો (tissue culture drugs) : ઉચ્ચ કોટિનાં પ્રાણીઓ(higher animals)ની કે વનસ્પતિની પેશી (tissue), તેના ટુકડા અથવા અલગ કરેલા કોષોના કૃત્રિમ સંવર્ધન પેશીસંવર્ધન દ્વારા મેળવવામાં આવતાં ઔષધો. હાલ વનસ્પતિઓમાંથી મળતી ઔષધિઓનો પૂરતો જથ્થો મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે; કારણ કે માનવી આડેધડ વનસ્પતિનો નાશ કરે છે અને તેને પૂરતા પ્રમાણમાં ઉગાડતો…
વધુ વાંચો >