૧૧.૧૨
પીણાંથી પીંઢારા
પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન)
પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન) : સ્ફૂર્તિ માટે પિવાતાં પીણાં. જરૂર પડ્યે કેટલીક વાર તે પાણીની અવેજીમાં પણ લેવાય છે. સામાન્ય રીતે તે સામાજિક રીતભાત અને મિલન મુલાકાતોમાં સંપર્ક અને ચર્ચા વધારવા નિમિત્તે વપરાય છે. તેમાં ચા, કૉફી, ફળોના રસ, ઉત્તેજક પાનકો (cordials) અને વાતાન્વિત જલ(aerated water)નો સમાવેશ થાય છે. મદ્યપાનમાં વપરાતા…
વધુ વાંચો >પીણાં-ઉદ્યોગ
પીણાં–ઉદ્યોગ : ઉત્તેજના અને તાજગી પ્રાપ્ત કરવા માટે ઉપભોક્તા દ્વારા ઉપયોગમાં લેવાતા પેય પદાર્થો તૈયાર કરવાનો અને તેનું વિતરણ કરવાનો ઉદ્યોગ. પીણાંના બિનનશાકારક અને નશાકારક/માદક – એમ બે પ્રકારો છે. ચા, કૉફી, કોકો અને અન્ય હળવાં પીણાં જેવાં કે કોકાકોલા, ફૅન્ટા, ગોલ્ડસ્પૉટ, રસના, સોડાવૉટર, લેમન, જિંજર વગેરે બિનનશાકારક અને વાઇન,…
વધુ વાંચો >પીતજ્વર (yellow fever)
પીતજ્વર (yellow fever) : મચ્છર કરડવાથી માનવ-શરીરમાં ‘B’ સમૂહના અર્બો-વિષાણુઓ પ્રવેશવાથી ઉદભવતો એક રોગ. આ વિષાણુઓ મચ્છર અને માનવ ઉપરાંત કૂકડા અને ઉંદર જેવાં પ્રાણીઓમાં પણ પ્રવેશીને ત્યાં વૃદ્ધિ પામતા હોય છે. આ રોગ મુખ્યત્વે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં પ્રચલિત છે. ક્યૂલેક્સ મચ્છર (આઇડિસ ઇજિપ્ટિ) કરડવાથી માનવ-શરીરમાં પીતજ્વરના…
વધુ વાંચો >પી. નારાયણચંદ્ર (જ. 1914 પેનુગોન્ડા આંધ્રપ્રદેશ)
પી. નારાયણચંદ્ર (જ. 1914, પેનુગોન્ડા, આંધ્રપ્રદેશ) : નામાંકિત તેલુગુ કવિ. તેમને તેમની કૃતિ ‘જનપ્રિય રામાયણમ્’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ઑરિયેન્ટલ કૉલેજ તથા તિરુપતિ અને મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેલુગુ વિદ્વાનની પદવી મેળવેલી. ત્યારબાદ વિવિધ શાળા-કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. થોડો વખત સાહિત્ય અકાદમીના લાઇબ્રેરિયન…
વધુ વાંચો >પીપર
પીપર : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરેસી (વટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus amplissima Smith. syn. F. tsiela Roxb. ex Buch-Ham. (સં. પ્લક્ષ, પિપ્પરી, જટી, કણિનિકા, જટતિ, પર્કટી, પિપ્પલપાદપ, ગૃહદવારપરશ્વ; હિં. પાકરી, પાખર, પિલખન, પાકર; બં. પાકુડગાછ; મ. પિંપરી; ગુ. પીપર, પીંપરી, પીપળ; ક. વસુરીમાળા, જુવ્વીમારા; તે કાલજુવ્વી, ગર્દભાંડે; મલ.…
વધુ વાંચો >પીપળો
પીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરૅસી (વટાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus religiosa Linn. (સં. અશ્વત્થ, પિપ્પલ, ચલપત્ર, બોધિદ્રુ, કુંજરાશન, ચૈત્યવૃક્ષ, બોધિવૃક્ષ; હિં. પીપલ, પીપ્લી, બં. અશ્વત્થ, આશુદ; મ. પીંપળ, અશ્વત્થ; ગુ. પીપળો, તા. અશ્વત્થમ, અરસુ; તે. અશ્વત્થમુ, બોધિ; મલ. અશ્વત્થમ્, અરચુ, આયલ; ક. અશ્વત્થ, અરબીમાળા; ફા. દરખ્તે…
વધુ વાંચો >પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ)
પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનંદની શિષ્યપરંપરાના સંત. કબીર અને રૈદાસે પણ એમનો ઉલ્લેખ કરેલો છે. ભક્તમાલના ટીકાકાર પ્રિયદાસે ‘પીપાજી કી કથા’ નામે કાવ્ય લખીને પીપાજીના જીવન વિશે માહિતી આપી છે. તેઓ ગાગારૌનગઢ()ના ખીમી ચૌહાણ વંશના ચોથા રાજા હતા. મૂળમાં તેઓ શાક્ત ધર્મના પાલક અને કાલીના પૂજક હતા. એક વાર…
વધુ વાંચો >પીપાવાવ
પીપાવાવ : ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં ઝોલાપુરી નદીના મુખ પર આવેલું બંદર. તે અરબી સમુદ્રને કિનારે મોટા પટની ખાડી પર આવેલું છે. ભૌ. સ્થાન : 20o 58′ ઉ.અ. અને 71o 33′ પૂ.રે. આ બંદર મુંબઈ અને કંડલા વચ્ચે પ્રમુખ બંદર બની શકે એવી કુદરતી બારાની તમામ પરિસ્થિતિ ધરાવે છે. તે…
વધુ વાંચો >પીંજારા
પીંજારા : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ
વધુ વાંચો >પીંઢારા
પીંઢારા : સત્તરમી સદીમાં મધ્ય ભારતમાં લૂંટ અને હત્યા કરી ત્રાસ ગુજારનાર લોકો. તેઓ મરાઠા લશ્કરના શૂરવીર અને વફાદાર સહાયકો હતા. તેમનામાં ધાર્મિક કે રાષ્ટ્રીય લાગણીનો અભાવ હતો. તેઓ બધા ઘોડેસવાર હતા, પરંતુ તેઓ મેદાનમાં લડાઈ કરતા નહિ. 1814માં આશરે 30,000 પીંઢારા ઘોડેસવારો હતા. તેમનો મુખ્ય હેતુ લૂંટ કરવાનો હતો.…
વધુ વાંચો >