ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >ટ્રિએસ્ટ
ટ્રિએસ્ટ : એડ્રિયાટિક સમુદ્રના મથાળે, ટ્રિએેસ્ટના અખાત ઉપર આવેલું ઇટાલીના અંકુશ નીચેનું શહેર તથા મુક્ત આંતરરાષ્ટ્રીય બંદર. ભૌગોલિક સ્થાન: 45o 30’ ઉ. અ. અને 13o 50’ પૂ. રે.. ફ્રિયુલી વનેત્સિયા જૂલિયા પ્રદેશનું તે પાટનગર છે. તે વેનિસથી પૂર્વ દિશાએ 145 કિમી. દૂર છે. રોમનોએ તે શહેરને ટરગેસ્ટે, જર્મનોએ ટ્રિએસ્ટ અને…
વધુ વાંચો >ટ્રિટિકેલ
ટ્રિટિકેલ (માનવસર્જિત ધાન્ય) : એકદળી વર્ગના પોએસી કુળની x Triticosecale પ્રજાતિ તરીકે જાણીતી સંકર (hybrid) વનસ્પતિ. આ માનવસર્જિત ધાન્ય લગભગ 100 વર્ષથી ધાન્ય વર્ગના પાકમાં સામેલ છે, જે બાહ્ય દેખાવે ઘઉંને મળતું આવે છે. આ ધાન્યના દાણા ઘઉં કરતાં મોટા હોય છે. તેની વૃદ્ધિ ઝડપી હોય છે અને બધા જ…
વધુ વાંચો >ટ્રિટિયમ
ટ્રિટિયમ : હાઇડ્રોજનનો સૌથી ભારે, એકમાત્ર વિકિરણધર્મી સમસ્થાનિક. 1934માં રૂધરફૉર્ડ, ઓલિફન્ટ અને હાર્ટેક દ્વારા તે શોધી કાઢવામાં આવેલ. કુદરતમાં તે અતિ અલ્પ માત્રામાં મળે છે. સામાન્ય રીતે તે કેન્દ્રીય તત્વાંતરણની કૃત્રિમ વિધિથી બનાવવામાં આવે છે. રાસાયણિક તથા જીવવૈજ્ઞાનિક સંશોધનમાં તે ટ્રેસર તરીકે વપરાય છે તથા ઉષ્માનાભિકીય (thermonuclear) અથવા હાઇડ્રોજન બૉમ્બનો…
વધુ વાંચો >ટ્રિડિમાઇટ
ટ્રિડિમાઇટ : સિલિકાવર્ગનું ખનિજ. બે સ્વરૂપોમાં ઉપલબ્ધ : આલ્ફા ટ્રિડિમાઇટ અને બીટા ટ્રિડિમાઇટ. રાસા.બં. : SiO2 ; સ્ફ. વર્ગ : α ટ્રિડિમાઇટ – ઑર્થોરૉમ્બિક; β ટ્રિડિમાઇટ – હેક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : α ટ્રિડિમાઇટ : મેજ આકારના સ્ફટિકો, બીટા સ્વરૂપની પાછળ પરરૂપ હેક્ઝાગોનલ સ્ફટિકો જેવા; પારદર્શક. β ટ્રિડિમાઇટ : સ્ફટિકો ઝીણા,…
વધુ વાંચો >ટ્રિનિડાડ અને ટોબેગો
ટ્રિનિડાડ અને ટોબેગો : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 11o 00’ ઉ. અ. અને 61o 00’ પ. રે.. વિસ્તારની ર્દષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે 2 મુખ્ય તથા 21 નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર 5,131 ચોકિમી. તથા…
વધુ વાંચો >ટોબેગો
ટોબેગો : 1814માં બ્રિટિશ હકૂમત હેઠળ આવેલો આ ટાપુ ટ્રિનિડાડના નૈર્ઋત્ય ખૂણે 34 કિમી. અંતરે આવેલો છે. 300 ચોકિમી. વિસ્તાર ધરાવતા આ ટાપુનો મોટાભાગનો પ્રદેશ ધગધગતા જ્વાળામુખી પર્વતથી વ્યાપ્ત છે. તેના અત્યંત અલ્પ ફળદ્રૂપ વિસ્તારમાં ખેતી થાય છે. ખાંડ, તમાકુ, કપાસ, નારિયેળ, કોકો અને કૉફી તેની મુખ્ય પેદાશો છે. તેનાં…
વધુ વાંચો >ટ્રિફિન યોજના
ટ્રિફિન યોજના : આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) હેઠળની નાણા-વ્યવસ્થામાં સુધારા દાખલ કરવાના હેતુથી 1960માં રજૂ કરવામાં આવેલ યોજના. યેલ યુનિવર્સિટીના પ્રોફેસર રૉબર્ટ ટ્રિફિને રજૂ કરેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વિનિમયની તરલતાની સમસ્યાનું નિરાકરણ કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની સ્થાપના(1944)ના કેટલાક મહત્વના ઉદ્દેશોમાં સભ્ય દેશો વચ્ચે આર્થિક સહકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન…
વધુ વાંચો >ટ્રિબ્યૂન
ટ્રિબ્યૂન : ભારતનું અંગ્રેજી દૈનિક. આરંભમાં સાપ્તાહિક. સ્થાપના 1881માં. સ્થાપક : સરદાર દયાલસિંઘ મજીઠિયા. આરંભમાં તંત્રીપદે ઢાકા(હાલ બાંગ્લાદેશ)ના શીતલકાન્ત ચેટરજી હતા. 1906માં તે દૈનિકપત્ર બન્યું. પ્રારંભિક વર્ષોમાં જે કેટલાક વિખ્યાત બંગાળી પત્રકારો તેના તંત્રી બન્યા તેમાં કાલિનાથ રાયનો પણ સમાવેશ થાય છે. 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ અંગે પંજાબ સરકાર તથા…
વધુ વાંચો >ટ્રિબ્યૂનલ
ટ્રિબ્યૂનલ (ન્યાયપંચ) : પરસ્પર સમજૂતી દ્વારા પક્ષકારો વચ્ચે કોઈ વિવાદનો નિવેડો કે ઉકેલ આવી શકે તેમ ન હોય ત્યારે મધ્યસ્થી કરી વિવાદ અંગે ચુકાદો આપવા માટે નીમવામાં આવતું તટસ્થ પંચ. આ ટ્રિબ્યૂનલ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે : (1) દેશના અંદરના ભાગમાં પરસ્પર વ્યાપારી લેવડદેવડ કરતાં સંગઠનો વચ્ચે ઊભા થતા…
વધુ વાંચો >ટ્રીગ્વે લી
ટ્રીગ્વે લી : જુઓ, લી, ટ્રીગ્વે હલ્વદાન
વધુ વાંચો >