ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
ટોકામેક
ટોકામેક : પ્લાઝ્મા માટે સંવૃત અથવા પરિભ્રમણ પૃષ્ઠ (doughnut અથવા toroid) આકારની પરિરોધ(confinement)-પ્રણાલી. પ્લાઝ્મા વિદ્યુતભારિત અને તટસ્થ કણોનો વાયુરૂપ સમૂહ છે, જે સમગ્રપણે વિદ્યુત-તટસ્થ વર્તણૂક ધરાવે છે અને તે દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે. ન્યૂક્લિયર સંગલન(fusion)થી મળતી ઊર્જા અગાધ અને શુદ્ધ હોય છે. આથી આવી ઊર્જા પેદા કરવા માટે સક્રિય પ્રયત્નો…
વધુ વાંચો >ટોકિયો
ટોકિયો : જાપાનનું પાટનગર. તે વિશ્વનું સૌથી મોટું વધુ ગીચ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. દેશના હોન્શુ નામક મુખ્ય ટાપુના પૂર્વ કિનારાના મેદાની વિસ્તારના મધ્યમાં ટોકિયો વાન ઉપસાગરને કાંઠે આશરે 35° 40´ ઉ. અક્ષાંશવૃત્ત અને 139° 45´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. મહાનગરની વસ્તી 4.60 કરોડ અને શહેરની વસ્તી…
વધુ વાંચો >ટોકિયો મુકદ્દમો
ટોકિયો મુકદ્દમો : બીજા વિશ્ર્વયુદ્ધના અંતે જાપાનના યુદ્ધ-ગુનેગારો સામે ચલાવવામાં આવેલો ખટલો. જર્મનીના યુદ્ધ-ગુનેગારો સામે ન્યૂરેમ્બર્ગમાં ચલાવવામાં આવેલા મુકદ્દમાના સિદ્ધાંતોને અનુસરીને આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. દૂર પૂર્વ માટેની આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રિબ્યૂનલના ચાર્ટરે યુદ્ધ પરત્વેના ગુનાઓને ત્રણ વિભાગમાં વહેંચ્યા હતા : (1) શાંતિ વિરુદ્ધના ગુનાઓ, (2) રૂઢિગત યુદ્ધના ગુનાઓ અને…
વધુ વાંચો >ટોકુગાવા
ટોકુગાવા : જાપાનનું એક શાસક કુટુંબ. 1192માં જાપાનના શહેનશાહે મિનામોટો યોરીટોમો નામના એક શક્તિશાળી લશ્કરી સેનાપતિને ‘શોગુન’(દેશરક્ષક)નો ઇલકાબ આપી તેને દેશના વહીવટ અને રક્ષણનું કામ સોંપ્યું હતું. એ પછી ‘શોગુન’ની સત્તા અને પ્રભાવ વધવા લાગ્યાં. એનો ઇલકાબ વંશપરંપરાનો બન્યો. યોરીટોમો પછી આશિકાગા અને હિદેયોશી નોંધપાત્ર શોગુનો થયા. 1603માં હિદેયોશીને દૂર…
વધુ વાંચો >ટોકેલો
ટોકેલો : દક્ષિણ પૅસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 9° 00’ દ. અ. અને 171° 45’ પ. રે.. તે પશ્ચિમ સામોઆથી ઉત્તરે 500 કિમી. અને હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યે 3840 કિમી. દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુઓમાં અટાફુ, ફાકાઓફુ અને નુકુનોનો સમાવેશ થાય છે. તેનું કુલ ક્ષેત્રફળ 12…
વધુ વાંચો >ટૉક્સાફિન
ટૉક્સાફિન : કૅમ્ફિનના ક્લોરિનીકરણ દ્વારા મેળવાતું ઘટ્ટ, પીળાશ પડતું કાર્બનિક પદાર્થોનું અર્ધઘન મિશ્રણ. (કૅમ્ફિન ટર્પેન્ટાઇનમાંથી મેળવાય છે.) ટૉક્સાફિનમાં લગભગ 68 % ક્લોરિન હોય છે. તે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કેટલાંક કાર્બનિક દ્રાવકોમાં અતિદ્રાવ્ય છે. ટૉક્સાફિન જંતુઘ્ન તરીકે વપરાય છે. પ્રકાશ, ઉષ્મા અથવા પ્રબળ આલ્કલીની હાજરીમાં તેનું વિઘટન થતાં તેમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ…
વધુ વાંચો >ટૉગલ મિકૅનિઝમ
ટૉગલ મિકૅનિઝમ : નાના ચાલક બળ વડે મોટા પ્રતિરોધ (resistance) ઉપર પ્રભુત્વ મેળવવા માટેની યંત્રરચના. કડીઓ વચ્ચેના સપાટ ખૂણાને સીધા કરીને તે રચના પ્રાપ્ત કરવામાં આવે છે. સાથેની આકૃતિમાં ટૉગલ યંત્રરચના દર્શાવેલ છે. આ યંત્રરચનામાં કડી 4 અને 5 સરખી લંબાઈની છે. ખૂણો a જેમ ઘટતો જાય તેમ કડી 4…
વધુ વાંચો >ટોગો (ટોગોલૅન્ડ)
ટોગો (ટોગોલૅન્ડ) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર. તે લંબાઈમાં મોટો પણ પહોળાઈમાં સાંકડો દેશ છે. તે ઉત્તરે બર્કિના ફાસોથી પૂર્વે બેનિનથી પશ્ચિમે ઘાનાથી તથા દક્ષિણે ગિનીના અખાત સુધી ફેલાયેલો છે. પહેલાં તે ટોગોલૅન્ડ તરીકે ઓળખાતો. તે 6°-15´ ઉ અ. થી 12°-00´ તથા 0° થી 1°40´ પૂ. રે. પર…
વધુ વાંચો >ટોચનો કોહવારો
ટોચનો કોહવારો : છોડ કે વનસ્પતિના ટોચના કુમળા ભાગ અથવા પાનની ટોચ પર થતો સડો. તે બૅક્ટેરિયા ફૂગ, વિષાણુ વગેરેના આક્રમણથી ઉત્પન્ન થતો રોગ છે. આ રોગથી પીડિત વનસ્પતિની ટોચની કૂંપળોનાં કોષ અને પેશી મૃત્યુ પામતાં પેશીઓ પોચી થઈ કોહી જાય છે અને ટોચની કૂંપળો રોગિષ્ઠ થતાં સડી જાય છે…
વધુ વાંચો >ટોચનો ઝાળ
ટોચનો ઝાળ : સૂક્ષ્મ જીવોના આક્રમણની અસર હેઠળ વનસ્પતિની ટોચનો ભાગ સુકાઈ જવાની પ્રક્રિયાની શરૂઆત, જેથી આ સુકાયેલા ભાગને ગરમી લાગતાં આ પાન સાવ સુકાઈ જાય છે. આંબાના પાનનો ટોચનો ઝાળ ફાયલોસ્ટીકલા મેન્જીફેરી નામની ફૂગ દ્વારા ટોચ ઝળાઈ જવાથી થાય છે અને ભૂખરી બદામી થઈને સુકાઈ જાય છે. તેની ઉપર…
વધુ વાંચો >જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >