ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
ઝા, હરિમોહન
ઝા, હરિમોહન (જ. 1908, કુમાર બાજિતપુર, જિ. વૈશાલી, બિહાર; અ. 1984) : મૈથિલી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની આત્મકથા ‘જીવનયાત્રા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર આપવામાં આવ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જ્વળ હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પ્રાપ્ત કરી હતી.…
વધુ વાંચો >ઝાંગાર સંસ્કૃતિ
ઝાંગાર સંસ્કૃતિ : સિંધુ ખીણમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિ. ચાન્હુ-દડોમાં આ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝાંગાર મૃત્પાત્ર રાખોડિયાં કાળાં છે. એના ઉપર ઉત્કીર્ણ રૂપાંકનો હોય છે, જેમાં ત્રાપો અને અંતર્-રેખિત ત્રિકોણોનો સમાવેશ થાય છે, આ સંસ્કૃતિનું બીજું કોઈ લક્ષણ જાણવામાં આવ્યું નથી; ને એનો ચોક્કસ સમય આંકવો શક્ય બન્યો…
વધુ વાંચો >ઝાંઝીબાર
ઝાંઝીબાર : આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે…
વધુ વાંચો >ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો
ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો (જ. 13 એપ્રિલ 1940, નાઇસ, ફ્રાન્સ) : 2008નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ સાહિત્યકાર. પિતા બ્રિટિશ અને માતા ફ્રેન્ચ. પૂર્વજો બ્રિટાનીમાંથી ઇલ દ ફ્રાન્સ(આજનું મોરિશિયસ)માં અઢારમી સદીમાં વસાહતી તરીકે આવેલા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પરિવારને એકમેકથી છૂટાં પડવાનું થયું. પિતાને પોતાની પત્ની અને બાળકોને નાઇસ…
વધુ વાંચો >ઝાંસી
ઝાંસી : ઉત્તરપ્રદેશના 74 જિલ્લા પૈકીનો જિલ્લો અને જિલ્લામથક. જિલ્લાનું ક્ષેત્રફળ 5024 ચોકિમી. છે. આ જિલ્લાની ઈશાન તરફ ઉત્તરપ્રદેશનો હમીરપુર જિલ્લો અને ધસાન નદી, પશ્ચિમે રાજસ્થાન, ઉત્તરે જાલોન જિલ્લો, અગ્નિ તરફ મહોબા જિલ્લો અને દક્ષિણે લલિતપુર ને મધ્યપ્રદેશનો વિસ્તાર આવેલો છે. આ જિલ્લો સાંકડી લાંબી પટ્ટી રૂપે વાંકોચૂકો આવેલો છે.…
વધુ વાંચો >ઝિગમૉન્ડી, રિચાર્ડ ઍડૉલ્ફ
ઝિગમૉન્ડી, રિચાર્ડ ઍડૉલ્ફ (જ. 1 એપ્રિલ 1865, વિયેના ઑસ્ટ્રિયા; અ. 24 સપ્ટેમ્બર 1929, ગોટિન્જન, જર્મની) : આધુનિક કલિલ રસાયણમાં પાયારૂપ એવી કલિલ (colloid) દ્રાવણોની વિષમાંગ પ્રકૃતિ તેમજ એ દ્રાવણોના અભ્યાસ માટેની રીતો શોધી આપવા બદલ 1925ના વર્ષનું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રિયન રસાયણશાસ્ત્રી. તેમના પિતા ઍડૉલ્ફ ઝિગમૉન્ડી દંતવિદ્યાના વિશારદ…
વધુ વાંચો >ઝિગુરાત
ઝિગુરાત : પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર (temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ…
વધુ વાંચો >ઝિગ્લર, કાર્લ
ઝિગ્લર, કાર્લ (જ. 26 નવેમ્બર 1898, હેલ્સા, જર્મની; અ. 12 ઑગસ્ટ 1973, મ્યૂલહાઇમ, જર્મની) : રસાયણશાસ્ત્રનો 1963નો નોબેલ પુરસ્કાર ગુલિયો નાટ્ટા સાથે સંયુક્તપણે મેળવનાર જર્મન રસાયણશાસ્ત્રી. આ ઇનામ તેમને બહુલક પ્લાસ્ટિકનાં રસાયણ તથા ટૅકનૉલૉજીના વિકાસ માટે મળેલું. કાર્લના પિતા લ્યૂથરપંથી પાદરી હતા. ઝિગ્લરે 1923માં માર્બર્ગ યુનિ.માંથી પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ…
વધુ વાંચો >ઝિગ્લર-નાટ્ટા ઉદ્દીપક
ઝિગ્લર-નાટ્ટા ઉદ્દીપક (catalyst) : સંક્રમક ધાતુઓના કાર્બ-ધાત્વીય સંકીર્ણોનો ઉદ્દીપક તરીકે વપરાતો એક વિશિષ્ટ વર્ગ. શોધકોના નામ ઉપરથી આવાં ઉદ્દીપકો ઝિગ્લર-નાટ્ટા ઉદ્દીપકો તરીકે જાણીતાં છે પૉલિઇથિલીન જેવા બહુલકોના વિવિધ પ્રકારો બનાવવા વપરાય છે. તેઓ Z-N ઉદ્દીપકોને વિશિષ્ટ ત્રિવિમ ત્રિપરિમાણી ઉદ્દીપકો (stereospecific catalyst) કહી શકાય. આ વિધિમાં કોઈ મુક્ત મૂલકો બનતા નથી…
વધુ વાંચો >ઝિઝિફસ
ઝિઝિફસ : વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) વર્ગના રૅમનેસી કુળની એક પ્રજાતિ. Z. oeniplia, Mill. (બુરગી, અજપ્રિયા); Z. rugosa, Lam. (તોરણ); Z. xylopyra, Willd. (ઘંટબોર) અને Z. glabzata, Heyne (વેટાડલાં) ઝિઝિફસની કેટલીક જાણીતી જાતિઓ છે. તે વિશ્વના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં પર્ણપાતી કે સદાહરિત વૃક્ષો કે ક્ષુપ સ્વરૂપે વિસ્તરણ પામેલી છે. તેની…
વધુ વાંચો >જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >