ખંડ ૬(૨)
ગુજરાતથી ઘોળ
ગ્લિસરૉલ
ગ્લિસરૉલ : સૌથી સાદો ટ્રાયહાઇડ્રિક આલ્કોહૉલ. તેનું પ્રચલિત નામ ગ્લિસરીન છે. તેનો અણુભાર 92; અણુસૂત્ર HOCH2 • CHOH • CH2OH; વિ. ઘ. 1.262; ઉ. બિં. 290° સે. તથા ગ. બિં 18° સે. છે. તે રંગવિહીન, ગંધવિહીન, ઘટ્ટ પ્રવાહી છે, સહેલાઈથી અતિશીતન (supercooling) પામે છે અને મુશ્કેલીથી સ્ફટિકમય બને છે. તેની…
વધુ વાંચો >ગ્લુક, લૂઇસ (Glück, Louise)
ગ્લુક, લૂઇસ (Glück, Louise) (જ. 22 એપ્રિલ 1943, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.; અ. 13 ઑક્ટોબર 2023, કૅમ્બ્રિજ, મેસેચૂસેટ્સ) : ‘વ્યક્તિગત જીવનને સાર્વભૌમત્વ બક્ષતા સાદા અને સરળ સૌંદર્યસભર કાવ્યમય રણકાર માટે’ 2020નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન કવયિત્રી અને નિબંધકાર. અમેરિકાના પ્રતિભાશાળી સમકાલીન કવિઓમાં તેમની ગણના થાય છે. ન્યૂયૉર્કના લૉંગ આઇસલૅન્ડમાં લૂઈસનો…
વધુ વાંચો >ગ્લુકેગોન
ગ્લુકેગોન : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતા સ્વાદુપિંડ(pancreas)ના આલ્ફા કોષો દ્વારા ઉત્પાદિત અંત:સ્રાવ. તેથી તેને ગ્લુકોઝવર્ધક (glucagon) અંત:સ્રાવ કહે છે. 1923માં માર્ટિન અને તેના સાથીદારોએ સ્વાદુપિંડના અર્ક(extract)ની ગ્લુકોઝના લોહીના પ્રમાણ પરની અસર નોંધી અને તેને ‘ગ્લુકેગોન’ નામ આપ્યું. ત્યારબાદ 50 વર્ષ સુધી તેના મહત્વ કે નિયમન અંગે કોઈ વિશેષ અભ્યાસ થયા…
વધુ વાંચો >ગ્લુકોઝ
ગ્લુકોઝ : મૉનોસેકેરાઇડ વર્ગના હૅક્સોઝ વિભાગની સામાન્ય શર્કરા. તે દ્રાક્ષ શર્કરા, ડેક્સટ્રોઝ, કૉર્ન શર્કરા, D-ગ્લુકોઝ, D-ગ્લુકોપાયરેનોઝ વગેરે નામે પણ ઓળખાય છે. લગભગ બધી જ ઉચ્ચ વનસ્પતિઓમાં ગ્લુકોઝ રહેલું હોય છે. રક્તમાં 0.08 % ગ્લુકોઝ હોય છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, સુક્રોઝ (ખાંડ) તેમજ અનેક ગ્લાયકોસાઇડમાં તે એક ઘટક તરીકે હોય છે.…
વધુ વાંચો >ગ્લુકોઝ અલ્પતા
ગ્લુકોઝ અલ્પતા : જુઓ ગ્લુકોઝ-રુધિરસપાટી.
વધુ વાંચો >ગ્લુકોઝ-રુધિરસપાટી
ગ્લુકોઝ-રુધિરસપાટી : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ દર્શાવતી સ્થિતિ. માનવશરીરમાં ગ્લુકોઝ એક મહત્વનું શક્તિદાયક ચયાપચયી દહનશીલ દ્રવ્ય (metabolic fuel) છે. જુદા જુદા સમયે ખોરાકની માત્રા અને ઘટકો જુદા જુદા હોય છે, તેમજ જુદા જુદા સમયે શરીરની શક્તિ માટેની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. તેને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ બદલાતું રહે છે.…
વધુ વાંચો >ગ્લૅડસ્ટન, વિલિયમ એવર્ટ
ગ્લૅડસ્ટન, વિલિયમ એવર્ટ (જ. 29 ડિસેમ્બર 1809, લિવરપૂલ; અ. 19 મે 1898, ફિલન્ટશાયર, વેલ્સ) : ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડમાં ચાર વખત વડાપ્રધાન બનનાર, ઉદારમતવાદી, સુધારાવાદી રાજનીતિજ્ઞ. ઈટન અને ઑક્સફર્ડમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું; તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. 1832માં તેમણે એ સમયના ટોરી (રૂઢિચુસ્ત) પક્ષના નેતા સર રૉબર્ટ પીલના અનુયાયી…
વધુ વાંચો >ગ્લૅડિયોલસ
ગ્લૅડિયોલસ (Gladiolus) : એકબીજદલાના કુળ Iridaceae-નો 50–60 સેમી. ઊંચો થતો કન્દિલ છોડ. અં. charming lily. તે કુળના સહસભ્યમાં કેસર (Crocus sativus L) છે. આ છોડનાં પાન જમીનમાંથી લાંબાં તલવારની માફક નીકળે છે. લૅટિન ભાષામાં gladiolus-નો અર્થ તલવાર થાય છે. ગ્લૅડિયોલસના કંદ બે બે હાથના અંતરે હાર પ્રમાણે વવાય છે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં…
વધુ વાંચો >ગ્લૅશો, શેલ્ડન એલ.
ગ્લૅશો, શેલ્ડન એલ. (જ. 5 ડિસેમ્બર 1932, ન્યૂયૉર્ક, મેનહટન, યુ.એસ.) : વિદ્યુત્-ચુંબકત્વ અને મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયાના એકીકૃત (unified) વાદ(QCD)ના રચયિતા અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને સ્ટીવન વિનબર્ગ તથા અબ્દુસ સલામ સાથે 1979ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમના પિતાનું નામ લેવિસ ગ્લાશો અને માતાનું નામ બેલાની રૂબિન હતું. તે યહૂદી હતાં. ગઈ સદીના આરંભે રશિયાથી…
વધુ વાંચો >ગ્લૅસર, ડોનાલ્ડ આર્થર
ગ્લૅસર, ડોનાલ્ડ આર્થર(Glacer, Donald Arthur) (જ. 21 સપ્ટેમ્બર 1926, ક્લીવલૅન્ડ, ઓહાયો, યુ. એસ.; અ. 28 ફેબ્રુઆરી 2013 બર્કલી, કેલિફોર્નિયા) : નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ચેતાજીવવિજ્ઞાની અને બબલ ચેમ્બરના શોધક. અવપારમાણ્વિક (subatomic) કણોની વર્તણૂકના અવલોકનમાં વપરાતા, ‘બબલ ચેમ્બર’ નામના સંશોધન-ઉપકરણની શોધ માટે તેમને ચોત્રીસ વર્ષની યુવાન વયે 1960નો ભૌતિકશાસ્ત્ર વિષયનો…
વધુ વાંચો >ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)
ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…
વધુ વાંચો >ગુજરાત (પાક્ષિક)
ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…
વધુ વાંચો >ગુજરાત (માસિક)
ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…
વધુ વાંચો >ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…
વધુ વાંચો >