ખંડ ૫
કિઓન્જારથી ક્રિમોના
કિઓન્જાર
કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…
વધુ વાંચો >કિકુમારો
કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…
વધુ વાંચો >કિગાલી
કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…
વધુ વાંચો >કિઝીલકુમનું રણ
કિઝીલકુમનું રણ : જુઓ રણ.
વધુ વાંચો >કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા
કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…
વધુ વાંચો >કિટાગાવા, સુસુમા
કિટાગાવા, સુસુમા (Kitagawa, Susuma) (જ. 4 જુલાઈ 1951, ક્યોટો, જાપાન) : ધાતુ–કાર્બનિક (metal-organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને રિચર્ડ રૉબસન અને ઓમર એમ. યાગી સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. સુસુમા કિટાગાવાએ ક્યોટો યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને અહીંની જ 1979માં હાઇડ્રો-કાર્બન રસાયણશાસ્ત્રમાં…
વધુ વાંચો >કિડલૅન્ડ ફિન
કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…
વધુ વાંચો >કેવલકાન્તી – ગ્વિદો
કેવલકાન્તી, ગ્વિદો (જ. સંભવત: 1255; અ. 1300) : ઇટાલીના પ્રસિદ્ધ કવિ અને સક્રિય રાજકારણી. ફ્લૉરેન્સમાં રાજકીય શાન્તિ સ્થાપવાના ઉદ્દેશથી 1267માં વિરોધી પક્ષની કન્યા બિયાટ્રિસ દેગ્લી સાથે લગ્ન કર્યાં. 1280માં કાર્દિનલ લૅટિનો દ્વારા શાન્તિ સંઘના સભ્ય બન્યા. 1283થી પ્રસિદ્ધ મહાકવિ ડૅન્ટી સાથે મૈત્રી સધાઈ. 1284માં ગ્રાન્ડ કાઉન્સિલના અને ગ્વેલ્ફ પક્ષના સભ્ય…
વધુ વાંચો >કેવલરામ સલામતરાય
કેવલરામ સલામતરાય (જ. 1809; અ. 1876) : સિંધી ગદ્યલેખક. જોકે, તેઓ મોટા ગદ્યલેખક ન હતા, છતાં પોતાના વિશિષ્ટ ગદ્યને લીધે સિંધી વાચકો પર ઊંડી છાપ મૂકી ગયેલા. તેમણે ‘ગુલ’ (ફલાવર); ‘ગુલશકર’ (ફ્રેગ્રન્ટ કેન્ડી) અને ‘સુખડી’ (ગિફટ) નામક ગ્રંથો આપ્યા છે. આ પુસ્તકો હસ્તપ્રતરૂપે 1864-1871 વચ્ચે તૈયાર થયેલા, જે છેક 1905માં…
વધુ વાંચો >કેવલાદ્વૈતવાદ (વેદાંત)
કેવલાદ્વૈતવાદ (વેદાંત) ઋગ્વેદના અને અથર્વવેદના સમયથી અદ્વૈતનો ખ્યાલ તત્વચિંતકોમાં સ્થિર થઈ ગયો હતો, જે ઉપનિષત્કાલમાં સારી રીતે વિકાસ પામ્યો. ઉપનિષદોમાં બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ અંગે વિસ્તારથી ઉપદેશ છે તેમજ જીવને બ્રહ્મના અંશરૂપે વર્ણવ્યો છે. એક બાજુએ બ્રહ્મનું પ્રતિપાદન સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વ રૂપ-રસ-આદિથી યુક્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય જેમાં અને જેને લઈને…
વધુ વાંચો >કૅવલિયર – આર્પિનો
કૅવલિયર, આર્પિનો (Cavalier, Arpino) (જ. 14 ફેબ્રુઆરી 1568, આર્પિનો, નેપલ્સ, ઇટાલી; અ. 3 જુલાઈ 1640, રોમ, ઇટાલી) : મૅનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. આ શૈલીનો ઇટાલી બહાર પ્રસાર કરવામાં તેનો ફાળો નિર્ણાયક રહ્યો છે. તેનું મૂળ નામ જિવસેપે ચેસારી (Givseppe Cesari) હતું. વળી તે ઇલ જિવસેપિનો (Il Giseppino) નામે પણ ઓળખાતો…
વધુ વાંચો >કૅવિટેશન
કૅવિટેશન : વેગ અને દબાણના ફેરફારને કારણે વહેતા પ્રવાહીમાં ઉત્પન્ન થતા પરપોટા કે ખાલી જગ્યા. આ ઘટનામાં સ્થાનિક બાષ્પીભવન થવાથી વાયુમુક્તિને કારણે, વહેણમાં ઉદભવતી ખાલી જગ્યાઓ (voids) બાષ્પ કે વાયુ વડે ભરાઈ જતી હોય છે. કેટલીક વાર ‘કૅવિટેશન’ શબ્દ, કૅવિટેશનને કારણે કૅવિટેશન પ્રવાહની આસપાસ રહેલી ઘન દીવાલમાં થતું ખવાણ (erosion)…
વધુ વાંચો >કૅવિયેટ
કૅવિયેટ : કૅવિયેટ અરજી કરનારને સાંભળ્યા સિવાય અદાલત અગર અમલદાર તેની વિરુદ્ધ જે તે બાબત અંગે એકતરફી હુકમ કરે નહિ એવી વિનંતી. લૅટિન ભાષાનો આ શબ્દ છે. આવી અરજી કરનારને કૅવિયેટર કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને એવી દહેશત હોય કે સામો પક્ષકાર તેની સામે કોઈ વચગાળાનો હુકમ મેળવે…
વધુ વાંચો >કૅવેન્ડિશનો પ્રયોગ
કૅવેન્ડિશનો પ્રયોગ : આશરે 70 વર્ષની વૃદ્ધ વયે જર્મન વિજ્ઞાની હેન્રી કૅવેન્ડિશે, ગુરુત્વાકર્ષણના અચળાંક Gનું મૂલ્ય મેળવી તેની ઉપરથી પૃથ્વીનું ઘટત્વ કે ઘનતા ρ (ગ્રીક મૂળાક્ષર રો) નક્કી કરવા કરેલો એક અતિ શ્રમયુક્ત અને ચોકસાઈભર્યો પ્રયોગ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર M અને m દળ કે દ્રવ્યમાન ધરાવતા, એકબીજાથી d અંતરે…
વધુ વાંચો >કૅવેન્ડિશ – હેન્રી સર
કૅવેન્ડિશ, હેન્રી સર (જ. 10 ઑક્ટોબર 1731, નીસ, ફ્રાન્સ; અ. 24 ફેબ્રુઆરી 1810, લંડન) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તેમજ રસાયણશાસ્ત્રી લૉર્ડ ચાર્લ્સ કૅવેન્ડિશના પુત્ર. 1742થી 1749 સુધી હૅકનીની શાળામાં અભ્યાસ કરી, 1749માં કેમ્બ્રિજના પીટરહાઉસમાં દાખલ થયા; પરંતુ સ્નાતકની પદવી મેળવ્યા વગર જ તે છોડી દીધું. હાઇડ્રોજન વાયુ કે જ્વલનશીલ (inflammable) હવાની…
વધુ વાંચો >કૅવૅફી – કૉન્સ્ટેન્ટાઇન
કૅવૅફી, કૉન્સ્ટેન્ટાઇન (જ. 17 એપ્રિલ 1863, ઍલેક્ઝાન્ડ્રિયા, ગ્રીસ; અ. 29 એપ્રિલ 1933, ઍથેન્સ) : ગ્રીક કવિ. પિતાનું નામ પીટર જ્હૉન. નાનપણમાં કૅવૅફી ઘરે જ ફ્રેંચ અને અંગ્રેજી ભણ્યા. પછી ઇતિહાસનો તથા દાન્તેની કવિતાનો અભ્યાસ કર્યો. બાઇઝેન્ટાઇન અને હેલેનિક ઇતિહાસ તથા સાહિત્યનો તેમણે સઘન અભ્યાસ કર્યો. તે પ્રાચીન-અર્વાચીન ગ્રીક ઉપરાંત અંગ્રેજી,…
વધુ વાંચો >કૅશ-ક્રેડિટ
કૅશ-ક્રેડિટ : વ્યક્તિગત વેપારી, ભાગીદારી પેઢી, ખાનગી અને જાહેર કંપનીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે બૅંકો તરફથી મળતી નાણાકીય સહાય. આ પદ્ધતિમાં બૅંક, નાણાં ઉછીનાં લેનારની શાખ-મર્યાદા નક્કી કરે છે અને ઉછીના લેનાર વ્યક્તિ ચાલુ ખાતાની જેમ જ પુરાંત ઉપરાંત એ મર્યાદામાં રહીને ઉપાડ કરી શકે છે. ચોક્કસ મુદતની લોનના વ્યાજની…
વધુ વાંચો >