ખંડ ૫
કિઓન્જારથી ક્રિમોના
કિઓન્જાર
કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…
વધુ વાંચો >કિકુમારો
કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…
વધુ વાંચો >કિગાલી
કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…
વધુ વાંચો >કિઝીલકુમનું રણ
કિઝીલકુમનું રણ : જુઓ રણ.
વધુ વાંચો >કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા
કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…
વધુ વાંચો >કિડલૅન્ડ ફિન
કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…
વધુ વાંચો >કિતાઈ રોનાલ્ડ બ્રૂક્સ
કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 29 ઑક્ટોબર 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા; અ. 21 ઑક્ટોબર 2007, લોસ એન્જલિસ, કૅલિફોર્નિયા, યુ. એસ.) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી…
વધુ વાંચો >કુમારદેવી
કુમારદેવી : વૈશાલીના પ્રાચીન પ્રજાતંત્ર રાજ્ય લિચ્છવી કુળની રાજકુમારી. કુમારદેવી ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા(લગભગ ઈ. સ. 319થી 330)ની પટ્ટમહિષી હતી. લિચ્છવી રાજકુમારી સાથેના ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન બાદ ગુપ્ત સામ્રાજ્યના ઉત્કર્ષનો પ્રારંભ થયો. આથી આ ઘટનાનું ઇતિહાસમાં વિશેષ મહત્વ છે. સમુદ્રગુપ્તના અલ્લાહાબાદ પ્રશસ્તિલેખમાં એ કુમારદેવીનો પુત્ર હોઈ એને ‘લિચ્છવીઓનો દૌહિત્ર’ કહ્યો…
વધુ વાંચો >કુમારપાલચરિયં
કુમારપાલચરિયં (કુમારપાલચરિત) (બારમી સદીનો ઉત્તરાર્ધ) : પરમાર્હત કુમારપાળની એક દિવસની જીવનચર્યાનું પ્રાકૃત ભાષામાં કરેલું કાવ્યાત્મક વર્ણન. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે તેમાં શિરમોર સમાન છે, તેમનું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. પોતાના આ મહાવ્યાકરણના પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ તેમણે સૂત્રોમાં આપ્યું છે. આ વ્યાકરણ-સૂત્રોમાં પ્રતિપાદિત…
વધુ વાંચો >કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ)
કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ) આશરે (ઈ. સ. 1185) : પ્રાકૃત કથાગ્રંથ. તેના કર્તા આચાર્ય સોમપ્રભસૂરિ છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને ચાલુક્યવંશી રાજા કુમારપાળે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે આ કૃતિનો મુખ્ય વિષય છે. આ કથાગ્રંથની રચના કુમારપાળના મૃત્યુનાં અગિયાર વર્ષ પછી થઈ. તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયેલો છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…
વધુ વાંચો >કુમારપાળ
કુમારપાળ (શાસનકાળ : 1142-1172) : ગુજરાતના સોલંકી વંશનો મહાન રાજવી અને જૈન ધર્મનો પ્રસિદ્ધ પ્રભાવક. એ ભીમદેવ બકુલાદેવીના પ્રપૌત્ર ત્રિભુવનપાલનો જ્યેષ્ઠ પુત્ર હતો. સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકાર કુમારપાળને મળ્યો, ત્યારે એ 50 વર્ષની પ્રૌઢ વયનો હતો. એને ગાદી અપાવવામાં મદદ કરનાર બનેવી કૃષ્ણદેવ આપખુદ બનતાં એને શિક્ષા કરી. શાકંભરીના ચાહમાન રાજા…
વધુ વાંચો >કુમારપ્પા જે. સી.
કુમારપ્પા, જે. સી. (જ. 4 જાન્યુઆરી 1892, તંજાવુર, તામિલનાડુ; અ. 30 જાન્યુઆરી 1960, ગાંધીનિકેતન આશ્રમ, કલ્લુપરી, જિ. મદુરાઈ) : વિખ્યાત ગાંધીવાદી અર્થશાસ્ત્રી, રચનાત્મક કાર્યકર તથા પાયાની કેળવણીના પ્રખર હિમાયતી. મધ્યમ વર્ગના ખ્રિસ્તી કુટુંબમાં જન્મ. પિતા એસ. ડી. કૉર્નેલિયસ જાહેર બાંધકામ ખાતામાં અધિકારી. માતાનું નામ એસ્થર રાજનાયકમ્. તેમનું ભારતીય નામ ચેલ્લાદુરાઈ…
વધુ વાંચો >કુમાર વ્યાસ
કુમાર વ્યાસ (જ. 1430, ગદગુ, જિ. ધારવાડ) : કન્નડના પ્રતિભાવાન કવિ. તેઓ પંડિતોની સાથે સાથે સામાન્ય જનતાના પણ પ્રિય કવિ હતા. એમનું ‘મહાભારત’ આજે પણ કર્ણાટકના ગામેગામમાં વંચાય છે અને ગવાય છે. કુમાર વ્યાસનું પોતાનું નામ હતું નારણપ્પા. ગદગુના ભગવાન વીર નારાયણના સાન્નિધ્યમાં તેમણે પોતાનું મહાકાવ્ય રચ્યું છે. કુમાર વ્યાસ…
વધુ વાંચો >કુમાર શિવ કે.
કુમાર, શિવ કે. [જ. 16 ઑગસ્ટ 1921, લાહોર (હાલ પાકિસ્તાનમાં); અ. 1 માર્ચ 2017 હૈદરાબાદ, ભારત] : ભારતીય અંગ્રેજી સાહિત્યના વિદ્વાન સર્જક. તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ટ્રૅપફૉલ્સ ઇન ધ સ્કાય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પહેલાં તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી કેમ્બ્રિજમાં અભ્યાસ કરી અંગ્રેજી સાહિત્યમાં…
વધુ વાંચો >કુમારસંભવ
કુમારસંભવ : મહાકવિ કાલિદાસનાં બે મહાકાવ્યોમાંનું એક. કૃતિના અભિધાન અનુસાર તેમાં શિવ-પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયની જન્મકથા નિરૂપાઈ છે. મહાકાવ્યનું ‘तत्रैको नायकः सुरः’ – ‘તેમાં કોઈ એક દેવ નાયક હોય છે’ એ લક્ષણ આ મહાકાવ્યના આધારે નિશ્ચિત થયું લાગે છે. કથા અનુસાર બ્રહ્મા પાસેથી વરદાન મેળવી દુર્જય બનેલો તારક નામે અસુર…
વધુ વાંચો >
કુમારસ્વામી
કુમારસ્વામી (પંદરમી સદી પૂર્વાર્ધ) : પ્રસિદ્ધ ટીકાકાર મલ્લિનાથના પુત્ર, તેમણે વિદ્યાનાથના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથ ‘પ્રતાપરુદ્દીય’ ઉપર ‘રત્નાપણ’ નામે ટીકા રચી છે. કુમારસ્વામીએ પોતાની ટીકામાં અનેક ઉદ્ધરણો આપ્યાં છે, જેમાં શૃંગારતિલક, એકાવલી, સાહિત્યદર્પણ, રસાર્ણવસુધાકર, ભાવપ્રકાશ અને મલ્લિનાથની ટીકા વગેરેનો સમાવેશ થાય છે. તપસ્વી નાન્દી
વધુ વાંચો >