ખંડ ૫
કિઓન્જારથી ક્રિમોના
કિઓન્જાર
કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…
વધુ વાંચો >કિકુમારો
કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…
વધુ વાંચો >કિગાલી
કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…
વધુ વાંચો >કિઝીલકુમનું રણ
કિઝીલકુમનું રણ : જુઓ રણ.
વધુ વાંચો >કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા
કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…
વધુ વાંચો >કિડલૅન્ડ ફિન
કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…
વધુ વાંચો >કિતાઈ રોનાલ્ડ બ્રૂક્સ
કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 29 ઑક્ટોબર 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા; અ. 21 ઑક્ટોબર 2007, લોસ એન્જલિસ, કૅલિફોર્નિયા, યુ. એસ.) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી…
વધુ વાંચો >કોસંબી દામોદર ધર્માનંદ
કોસંબી, દામોદર ધર્માનંદ (જ. 31 જુલાઈ 1907, કોસબેન, ગોવા; અ. 29 જૂન 1966, પુણે) : પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાપંડિત અને ગણિતજ્ઞ. પ્રા. ધર્માનંદ કોસંબીના પુત્ર. નાનપણમાં જ તે પિતાની સાથે અમેરિકા ગયા અને ત્યાંની હાર્વર્ડ યુનિ.ની પદવી મેળવી (1929). વિદ્યાર્થી અવસ્થામાં પ્રક્ષેપણશાસ્ત્ર(ballistics)માં રસ પડ્યો અને તેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ગણિતમાં 1934માં…
વધુ વાંચો >કોસંબી ધર્માનંદ
કોસંબી, ધર્માનંદ (જ. 9 ઑક્ટોબર 1876, સાખવાળ, ગોવા; અ. 4 જૂન 1947, સેવાગ્રામ, વર્ધા) : બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસી અને પ્રકાંડ પંડિત. તેમણે સાખવાળમાં મરાઠીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1897માં એક મરાઠી માસિકમાં ગૌતમ બુદ્ધ ઉપરનો લેખ વાંચીને બૌદ્ધ ધર્મ વિશે વધારે જાણવાની તેમને ઇચ્છા થઈ. તે માટે સંસ્કૃતનો અભ્યાસ…
વધુ વાંચો >કોસિજિન અલેક્સી નિકોલાયેવિચ
કોસિજિન, અલેક્સી નિકોલાયેવિચ (જ. 20 ફેબ્રુઆરી 1904, સેંટ પિટર્સબર્ગ, રશિયા; અ. 8 ડિસેમ્બર 1980, મોસ્કો) : રશિયાના વડા પ્રધાન (1964–1980). પિતા ખરાદી. 1919માં રેડ આર્મીમાં જોડાયા તથા આંતરવિગ્રહમાં ભાગ લીધો. સામ્યવાદી ક્રાંતિની સફળતા પછી કાપડની મિલમાં કામ કર્યું તથા લેનિનગ્રાડની ટૅક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી. 1927માં રશિયાના સામ્યવાદી પક્ષ(CPSUB)માં જોડાયા. લેનિનગ્રાડના…
વધુ વાંચો >કૉસેલ આલ્બ્રેક્ટ
કૉસેલ, આલ્બ્રેક્ટ (જ. 16 સપ્ટેમ્બર 1853, રોઝટોક; અ. 5 જુલાઈ 1927, હાઇડલબર્ગ) : કોષમાંની રાસાયણિક ક્રિયાઓના અભ્યાસ માટે 1910માં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. વેપારી અને પ્રશિયન કૉન્સલના પુત્ર. શરૂઆતમાં કસરતબાજ તરીકેની તાલીમ મેળવી. ત્યાર બાદ સ્ટ્રેસબર્ગ યુનિવર્સિટીમાં તબીબી શિક્ષણ લીધું. તે સમયે શરીરક્રિયાશાસ્ત્રવિદ રસાયણશાસ્ત્રી ઈ. એફ. હોપસાઇલરના પ્રભાવ નીચે આવ્યા.…
વધુ વાંચો >કોસોવો
કોસોવો : યુગોસ્લાવિયાના સર્બિયા રાજ્યમાંથી છૂટું પડેલું નવું રાજ્ય. તે 10,877 ચોકિમી. વિસ્તાર ધરાવે છે. પ્રિસ્ટીના તેની રાજધાની છે. યુગોસ્લાવિયામાં ખેલાયેલ લોહિયાળ સંઘર્ષમાંથી સર્બિયા રચાયું અને સર્બિયાના સમવાયતંત્રમાંથી 1991થી સ્લોવેનિયા, ક્રોએશિયા, મેસેડોનિયા, બોસ્નિયા અને મોન્ટેનેગ્રો રાજ્ય રચાયા બાદ 17 ફેબ્રુઆરી, 2008માં આ કોસોવો રાજ્ય રચાયું. તેમાં મુખ્યત્વે સર્બ અને આલ્બેનિયન…
વધુ વાંચો >કોસ્ટરલિટ્ઝ, જ્હૉન એમ. (Kosterlitz, John M.)
કોસ્ટરલિટ્ઝ, જ્હૉન એમ. (Kosterlitz, John M.) (જ. 22 જૂન 1943, એબરડીન, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. તેમને પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ પ્રાપ્ત થયો હતો અને અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને ડન્કન હાલ્ડેનને મળ્યો હતો. કોસ્ટરલિટ્ઝ…
વધુ વાંચો >કોસ્ટરેન્જ
કોસ્ટરેન્જ : ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે સાન્ટા બાર્બરા- (કૅલિફૉર્નિયા)ની સમીપથી શરૂ થઈને મેક્સિકો, બાજા, કૅલિફૉર્નિયા, ઑરેગોન, વૉશિંગ્ટન, બ્રિટિશ કોલંબિયા થઈને કેનાઈ દ્વીપકલ્પ (અલાસ્કા) સુધી વિસ્તરેલી પર્વતીય હારમાળા. ભૌગોલિક સ્થાન : 41° 00´ ઉ. અ. અને 123° 00´ પ.રે. તેની પૂર્વમાં કૅલિફૉર્નિયાની ગ્રેટ વૅલી અને ઑરેગોનની વિલમેટ ખીણ આવેલ છે. કૅનેડામાં…
વધુ વાંચો >કોસ્ટારિકા
કોસ્ટારિકા : ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતી પટ્ટી ઉપર આવેલો પ્રજાસત્તાક દેશ. તેની ઉત્તરે નિકારાગુઆ, પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર, દક્ષિણમાં પનામા તથા પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર છે. 300 વર્ષ સુધી તે સ્પેનની વસાહત હતી. વિસ્તાર : 50,900 ચોકિમી. વસ્તી : 49.25 હજાર (2023). વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. 82.6 છે. સાન હોઝે…
વધુ વાંચો >કૉસ્મિક કિરણો (બ્રહ્માંડ-કિરણો)
કૉસ્મિક કિરણો (બ્રહ્માંડ-કિરણો) : પરમાણુ કણો તથા ઇલેક્ટ્રૉનના બનેલા અને ગહન અંતરીક્ષમાંથી આવી રહેલા અને લગભગ પ્રકાશ જેટલી ગતિ ધરાવતા શક્તિશાળી તટસ્થ અને વિદ્યુતભારિત કણો. આ કૉસ્મિક એટલે કે બ્રહ્માંડ-કિરણોની શોધ 1912માં જન્મેલ ઑસ્ટ્રિયાના વિજ્ઞાની વિક્ટર હેસે કરી તેને માટે તેમને 1936માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. રેડિયો-ઍક્ટિવ પદાર્થોનું વિકિરણ…
વધુ વાંચો >કૉસ્મૉસ
કૉસ્મૉસ : પૃથ્વીના હવામાનને લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે સોવિયેટ રશિયાએ શરૂ કરેલી ઉપગ્રહોની શ્રેણી. તેમાં ધરતીથી ઊંચે છવાયેલાં વાદળો, તેમાંનાં બરફ પાણી અને બાષ્પની ઘનતા, તેમની ગતિ, ઊંચાઈ સાથે તાપમાન, આર્દ્રતા, વાયુદબાણ અને પવનનો વેગ વગેરેના દરરોજના માપનની જોગવાઈ હતી. એ પૈકીના કેટલાક ઉપગ્રહોની વિગતો નીચે મુજબ છે :…
વધુ વાંચો >