૨.૧૧
આલ્કેલૉઇડયુક્ત ઔષધોથી આવકની વહેંચણી
આલ્કેલૉઇડયુક્ત ઔષધો
આલ્કેલૉઇડયુક્ત ઔષધો : જેની શરીર-ક્રિયાત્મક (physio-logical) અસરો તેમાં રહેલ આલ્કેલૉઇડને લીધે છે તેવાં વનસ્પતિજ ઔષધો. આલ્કેલૉઇડ એક કે વધુ નાઇટ્રોજન-પરમાણુયુક્ત બેઝિક ગુણોવાળાં અને તીવ્ર શરીરક્રિયાત્મક અસરો ધરાવતાં કાર્બનિક સંયોજનો છે. તે ક્વચિત જ પ્રાણીસૃષ્ટિમાં મળી આવે છે. ‘આલ્કલી જેવાં’ ઉપરથી આલ્કેલૉઇડ શબ્દપ્રયોગ સૌપ્રથમ માઇસ્નરે 1821માં કર્યો હતો. સામાન્ય રીતે આલ્કેલૉઇડના…
વધુ વાંચો >આલ્કોહૉલ
આલ્કોહૉલ : કુદરતી રીતે છોડવાઓમાં મળી આવતાં તેમજ સંશ્લેષિત રીતે ઇથિલીન જેવાં પેટ્રોરસાયણમાંથી સંશ્લેષણ દ્વારા મેળવી શકાય તેવાં હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનોનો વિશાળ સમૂહ. આ સંયોજનોમાં ઑક્સિજન-પરમાણુ કાર્બન-પરમાણુ સાથે એકાકી (single) બંધથી જોડાયેલ હોય છે. આલ્કોહૉલ તેમજ ફિનૉલમાં આ ઑક્સિજન-પરમાણુ બીજી સંયોજકતા દ્વારા હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે. આ…
વધુ વાંચો >આલ્કોહોલી આથવણ
આલ્કોહોલી આથવણ (alcoholic fermentation) : ઑક્સિજન કે જારક શ્વસનને લગતા ઉત્સેચકોની ગેરહાજરીમાં ખાંડ, ગોળ, શેરડીનો રસ અને દ્રાક્ષ જેવા શર્કરાયુક્ત પદાર્થોમાં રહેલા ગ્લુકોઝનું વિઘટન કરીને તેને ઇથાઇલ આલ્કોહૉલમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા યીસ્ટ (Saccharomyces cereviseae) જેવા સૂક્ષ્મ જીવો ઊર્જા મેળવે છે. આ પ્રક્રિયાને નીચે પ્રમાણે ટૂંકમાં રજૂ કરી…
વધુ વાંચો >આલ્ટરનેન્થેરા
આલ્ટરનેન્થેરા (Alternanthera) : જુઓ જળજાંબવો.
વધુ વાંચો >આલ્ટો, અલ્વર
આલ્ટો, અલ્વર (જ. 3 ફેબ્રુઆરી 1898 કુઓર્ટેન, ફિનલૅન્ડ; અ. 11 મે 1976 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનિશ સ્થપતિ. આખું નામ હ્યુગો અલ્વર હેન્રિક આલ્ટો. વીસમી સદીનો અગ્રણી સ્થપતિ ગણાય છે. તેણે કેવળ પોતાના દેશ ફિનલૅન્ડમાં જ નહિ, પરંતુ દુનિયાભરમાં આધુનિક સ્થાપત્ય વિશે નવીન વિચારધારા સર્જી અને તેનો વિનિયોગ તેણે સ્થાપત્ય, નગર-યોજના…
વધુ વાંચો >આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો
આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો (aldehydes and ketones) : કાર્બોનિલ સમૂહ > C = O ધરાવતાં કાર્બનિક સંયોજનો. આલ્ડિહાઇડમાં આ સમૂહ હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય છે અને આ રૂપમાં તે ફૉર્માઇલ સમૂહ -HC = O તરીકે ઓળખાય છે. કીટોનમાંનો કાર્બોનિલ સમૂહ બે કાર્બન સાથે જ જોડાયેલ હોય છે. આ સમૂહો આલ્કાઇલ…
વધુ વાંચો >આલ્ડૉસ્ટિરોન
આલ્ડૉસ્ટિરોન (Aldosterone) : અધિવૃક્ક ગ્રંથિના બહિ:સ્તર(adrenal cortex)નો અંત:સ્રાવ (hormone). અધિવૃક્ક ગ્રંથિના બહિ:સ્તર અથવા બાહ્યકમાંથી બે મુખ્ય અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે : કૉર્ટિસોન અને આલ્ડૉસ્ટિરોન. આલ્ડૉસ્ટિરોન મિનરલો-કૉર્ટિકૉઇડ સમૂહમાં આવે છે અને તેનું મુખ્ય કાર્ય સોડિયમ, પોટૅશિયમ અને હાઇડ્રોજનના આયનોની સમતુલા જાળવવાનું છે. આલ્ડૉસ્ટિરોન આડકતરી રીતે લોહીના દબાણને પણ અસર કરે છે.…
વધુ વાંચો >આલ્ડ્રિન
આલ્ડ્રિન : હેકઝાક્લોરોહેક્ઝાહાઇડ્રોડાયમિથેનો નૅપ્થેલીનો(C12H8Cl6)માંનો એક કીટનાશક સમઘટક, હેક્ઝાક્લોરોપેન્ટાડાઇન સાથે બાયસાયક્લોહેપ્ટાડાઇનની પ્રક્રિયાથી તે બને છે. તે કીટકના મધ્યસ્થ ચેતાતંત્ર(central nervous system)ને ઉત્તેજિત કરે છે. તે ગરમ લોહીવાળાં પ્રાણીઓ માટે ઝેરી છે. ખોરાક, શ્વાસોચ્છવાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશીને ઝેરી અસર ઉપજાવે છે. આલ્ડ્રિનની પેરૉક્સિએસેટિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી બીજું કીટનાશક ડીલ્ડ્રિન મળે…
વધુ વાંચો >આલ્તેક ભાષા જૂથ
આલ્તેક ભાષા જૂથ : મધ્ય એશિયામાં તિબેટની ઉત્તરે અને પૂર્વ યુરોપથી પૅસિફિક સમુદ્ર સુધી ફેલાયેલા વિશાળ પ્રદેશમાં બોલાતી ભાષાઓ. આ ભાષા-પરિવારનું નામ અલ્તાઇ પર્વતો પરથી પડેલું છે. આ પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ કર્યા હોય તો, પશ્ચિમના અર્ધા પ્રદેશમાં વિવિધ તુર્કી ભાષાઓ આશરે 30 લાખ લોકો દ્વારા બોલાય…
વધુ વાંચો >આલ્થિયા
આલ્થિયા : જુઓ ગુલખેરૂ
વધુ વાંચો >આલ્બેનિયન ભાષા અને સાહિત્ય
આલ્બેનિયન ભાષા અને સાહિત્ય : યુરોપમાં એડ્રિયાટિક સમુદ્રને કિનારે આવેલ આલ્બેનિયાની ભાષા અને તેનું સાહિત્ય. આલ્બેનિયન ભાષા એક ઇન્ડો-યુરોપિયન ભાષા છે અને તે બોલનારા 45 લાખ લોકો છે. આમાં 27 લાખ લોકો આલ્બેનિયામાં વસેલા છે અને અન્ય યુગોસ્લાવિયા, ગ્રીસ અને ઇટાલીમાં રહેનારા છે. આલ્બેનિયન ભાષા ઉચ્ચાર અને વ્યાકરણની દૃષ્ટિએ આર્મેનિયન…
વધુ વાંચો >આલ્બેનિયા
આલ્બેનિયા : અગ્નિ યુરોપમાં આવેલું નાનું પહાડી રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : તે આશરે 390 40´ થી 420 40´ ઉ. અ. અને 190 20´ થી 210 10´ પૂ. રે. વચ્ચેનો 28,748 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 346 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 145 કિમી. જેટલી…
વધુ વાંચો >આલ્મન્ડ, ગેબ્રિયલ અબ્રહામ
આલ્મન્ડ, ગેબ્રિયલ અબ્રહામ (જ. 12 જાન્યુઆરી 1911, રૉક આઇલૅન્ડ, ઇલિનૉઈસ, યુ. એસ.; અ. 25 ડિસેમ્બર 2002 પેસિફિક ગ્રોવ, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : તુલનાત્મક રાજકારણમાં મહત્ત્વનું અને મૂલગામી પ્રદાન કરનાર અમેરિકાના રાજ્યશાસ્ત્રી. યુદ્ધોત્તર વર્ષોમાં એશિયા-આફ્રિકાનાં નવાં રાજ્યો અસ્તિત્વમાં આવતાં રાજકીય પ્રક્રિયાની સાર્વત્રિકતા પ્રતિબિંબિત કરતી નવી વિભાવનાઓનું સૂચન કરનાર. બાળપણમાં પિતા પાસે…
વધુ વાંચો >આલ્મા જેસ્ટ
આલ્મા જેસ્ટ : ગ્રીક ખગોળશાસ્ત્રી ક્લૉડિયસ ટોલેમીએ ઈ. સ. 140માં લખેલો ખગોલીય સિદ્ધાન્તોનો ગાણિતિક ગ્રંથ. તે વિષય-વૈશિષ્ટ્યને કારણે ‘મહાન ગણિતીય સંગ્રહ’, ‘મહાન ખગોળજ્ઞ’, ‘મહાન કોશ’ અને ‘સર્વશ્રેષ્ઠ’ (ગ્રીક ભાષામાં ‘મેજિસ્ટી’) વગેરે નામે ઓળખાતો હતો. આરબ વિદ્વાનોએ 827માં ઉપર્યુક્ત ગ્રંથનો અરબી ભાષામાં અનુવાદ કર્યો અને અરબી નામકરણપદ્ધતિ અનુસાર એને અલ-મેજિસ્તી કહીને,…
વધુ વાંચો >આલ્મિડા
આલ્મિડા (જ. આશરે 1450, લિસ્બન; અ. 1 માર્ચ 1510, ટેબલ બે) : ભારત ખાતેનો પ્રથમ ફિરંગી સૂબો. પૉર્ટુગલના રાજા મૅન્યુઅલ પહેલાએ માર્ચ 1505માં એની નિમણૂક કરી હતી. પશ્ચિમ ભારતના દરિયાકાંઠા પર ફિરંગીઓનું વર્ચસ્ સ્થાપવા એને ગુજરાતની સલ્તનત સાથે સંઘર્ષમાં ઊતરવું પડ્યું હતું. આવો પ્રથમ સંઘર્ષ 1508માં થયેલો. ગુજરાતના સુલતાનની મદદે…
વધુ વાંચો >આલ્વારેઝ, લૂઈ વૉલ્ટર
આલ્વારેઝ, લૂઈ વૉલ્ટર (જ. 13 જૂન 1911, સાનફ્રાંસિસ્કો; અ. 1 સપ્ટેમ્બર 1988 બર્કલે, કેલિફૉર્નિયા, યુ. એસ.) : ઉચ્ચ ઊર્જા ભૌતિકશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે 1968નું નોબેલ પારિતોષિક મેળવનાર અને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર વિષયના નિષ્ણાત અમેરિકન. શિકાગો યુનિવર્સિટીમાંથી બી.એસ. (1932), એમ.એસ. (1934) અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. (1936)ની ઉપાધિઓ મેળવીને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સંશોધન મદદનીશ…
વધુ વાંચો >આલ્વેન હાનેસ
આલ્વેન, હાનેસ (જ. 30 મે 1908, નૉરકૂપિંગ સ્વીડન; અ. 2 એપ્રિલ 1995 ડેનડરયાડ, સ્વીડન) : ભૌતિક ખગોળશાસ્ત્રી. પ્લાઝ્મા ભૌતિકશાસ્ત્રની આગવી શાખાની સ્થાપના માટે પાયાનું પ્રદાન કરવા માટે ફ્રાન્સના લુઈ નીલ સાથે 1970ના નોબેલ પુરસ્કાર વિજેતા. 1934માં અપ્સલા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1940માં સ્ટૉકહોમની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી’માં પ્રાધ્યાપક તરીકે…
વધુ વાંચો >આવક
આવક : સમયના નિશ્ચિત ગાળા દરમિયાન વસ્તુ કે નાણાંના રૂપમાં વ્યક્તિ, સમૂહ, પેઢી, ઉદ્યોગ કે સમગ્ર અર્થતંત્રને વળતર કે અન્ય રીતે પ્રાપ્ત થતો વિનિમયપાત્ર ખરીદશક્તિનો પ્રવાહ (flow). તે વિવિધ સ્વરૂપે ઊભો થતો હોય છે; દા.ત., ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલાં ઉત્પાદનનાં વિવિધ સાધનોને ભાડું, વેતન, વ્યાજ કે નફાના રૂપમાં આવક પ્રાપ્ત થતી…
વધુ વાંચો >આવકનીતિ
આવકનીતિ : ભાવસ્થિરતા જાળવી રાખવા માટે કિંમતો તથા આવકોને નિયંત્રણમાં રાખવા માટેની રાજકોષીય નીતિ. સામાન્યતયા ભાવો તથા વેતનદરોમાં થતા વધારાને સરકારી પ્રયાસો દ્વારા નિયંત્રિત કરીને શ્રમ તથા મૂડીની આવક પર અંકુશ મૂકવાનાં પગલાં આવકનીતિનો અંતર્ગત ભાગ બને છે. આમ, અર્થકારણની ભાવનીતિ તથા વેતનનીતિ આપોઆપ જ આવકનીતિનાં બે પાસાં ગણાય. પ્રચલિત…
વધુ વાંચો >આવકની વહેંચણી
આવકની વહેંચણી : ઉત્પાદનનાં જુદાં જુદાં સાધનોને રાષ્ટ્રીય આવકમાંથી મળતો હિસ્સો. અર્થાત્, ઉત્પાદનનાં વિવિધ સાધનોના સક્રિય સહકારથી સમાજમાં કુલ સંપત્તિનું જે સર્જન થાય છે તે સંપત્તિની, તેના સર્જનમાં રોકાયેલાં સાધનો વચ્ચે અથવા તો તે સાધનોના માલિક વચ્ચે થતી ફાળવણીને આવકની વહેંચણીનું અર્થશાસ્ત્ર કહી શકાય. અર્થશાસ્ત્રની આ શાખામાં ઉત્પાદનનાં સાધનોની કિંમતો…
વધુ વાંચો >