ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >મેથડ ઍક્ટિંગ
મેથડ ઍક્ટિંગ : જે પાત્ર ભજવવાનું હોય તેનાં આંતરિક વિચારો, લાગણીઓ તથા ભાવનાઓ વગેરેને આત્મસાત્ કરીને અભિનય કરવાની શૈલી. અભિનયની યાંત્રિક કે બહિર્મુખી પદ્ધતિ કરતાં આ તદ્દન ઊલટી શૈલી છે; યંત્રવત્ પદ્ધતિમાં ટૅકનિક પરનું પ્રભુત્વ સર્વોપરી મનાય છે. વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં રશિયાના સ્તાનિસ્લૉવસ્કીએ ‘મેથડ ઍક્ટિંગ’નો પ્રારંભ તથા તેનો પુરસ્કાર…
વધુ વાંચો >મૅથિયસ, બૉબ
મૅથિયસ, બૉબ (જ. 17 નવેમ્બર 1930, ટુલૅર, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 2006, Fresno, કૅલિફૉર્નિયા, અમેરિકા) : દોડપથ અને રમતમેદાનના અદભુત અમેરિકી ખેલાડી. માત્ર 17 વર્ષની વયે જ તેઓ ઑલિમ્પિક રમતોત્સવમાં ડિકૅથલૉન નામની 10 રમતોમાં વિજેતા બન્યા. હાઈસ્કૂલના સિનિયર વિદ્યાર્થી તરીકે તેઓ આ 10 રમતોની સ્પર્ધા પ્રથમ વાર શીખ્યા હતા…
વધુ વાંચો >મેથી
મેથી : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trigonella foenum–graecum Linn. (સં. મેથિકા, અશ્વબલા; મ. હિં. બં. ગુ., મેથી; ક. મેથક, મેથય; તે. મેંલ; ત. વેંદાયામ; મલ. ઊળુવા; અં. ફેનુગ્રીક) છે. તેનું મૂળ વતન ઈશાન યુરોપ અને પશ્ચિમ આફ્રિકા છે. તે કાશ્મીર, પંજાબ અને…
વધુ વાંચો >મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ
મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ : જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓમાં રહેલી ગણિત-પ્રતિભા ચકાસવા માટે યોજાતી ગણિતસ્પર્ધાઓ. મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડનું સૌપ્રથમ આયોજન હંગેરીમાં 1894માં થયું. ધીમે ધીમે ગણિતપ્રતિભાશોધ માટે આ માધ્યમનો ઉપયોગ પ્રથમ પૂર્વ યુરોપના દેશોમાં અને 1960 પછી વિશ્વના અન્ય દેશોમાં થવા લાગ્યો. અમેરિકા, રશિયા વગેરે દેશો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પૂર્વસ્નાતક – એમ અનેક…
વધુ વાંચો >મેથોડિસ્ટ
મેથોડિસ્ટ : ખ્રિસ્તી ધર્મની એક વિચારધારા. મેથોડિસ્ટ ચળવળના પ્રણેતા જૉન વેસ્લીના મતે મેથોડિસ્ટ એટલે બાઇબલમાં દર્શાવેલી ‘મેથડ’ પ્રમાણે જીવનારા. તેઓ (વેસ્લી) ‘ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’ના પુરોહિત હતા. ઈ. સ. 1738માં એક પ્રાર્થનાસભા દરમિયાન તેમને મુક્તિ મળ્યાનો એક ઊંડો આધ્યાત્મિક અનુભવ થયો. તે પછી તેમણે લંડનમાં એક સંઘની સ્થાપના કરી. આ સંઘનો…
વધુ વાંચો >મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર)
મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર) (જ. 1 ફેબ્રુઆરી 1915, હૅન્લી, સ્ટૅફર્ડશાયર, મધ્ય ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 2000, Stoke-on Trent, U.K.) : ફૂટબૉલના આંગ્લ ખેલાડી. સૉકરની રમતના ઇતિહાસમાં તે દંતકથારૂપ પાત્ર બની ગયા છે. તે બાજુમાંથી રમનારા (winger) અદભુત ખેલાડી હતા અને શરીર તથા ફૂટબૉલ પર કંઈક એવું જાદુઈ પ્રભુત્વ અને નિયંત્રણ ધરાવતા…
વધુ વાંચો >મૅથ્યૂસન, ક્રિસ્ટી
મૅથ્યૂસન, ક્રિસ્ટી (જ. 12 ઑગસ્ટ 1880, ફૅક્ટરીવિલે, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 7 ઑક્ટોબર 1925) : અમેરિકાના ખ્યાતનામ બેઝબૉલ ખેલાડી. જમણા હાથે દડો ફેંકનારા (pitcher) તેઓ અગ્રણી ખેલાડી હતા. આ કૌશલ્યને પરિણામે તેઓ તેમની કારકિર્દી દરમિયાન 373 રમતોમાં વિજેતા બન્યા; આ (ગ્રોવર ઍલેક્ઝાન્ડર સાથેનો) એક વિક્રમજનક દેખાવ લેખાય છે. પોતાના શહેરમાં અવૈતનિક…
વધુ વાંચો >મેદ રોગ (મેદસ્વિતા, Obesity) (આયુર્વેદ)
મેદ રોગ (મેદસ્વિતા, Obesity) (આયુર્વેદ) : શરીરમાં વધુ પડતી ચરબી પેદા કરતો રોગ. આ રોગના કારણે શરીર પર– ખાસ કરીને, પેટ, સાથળ, બાવડાં, છાતી, નિતંબ તથા ચહેરા પર – ચરબી(મેદ : fat)ના વધુ પડતા થર જામે છે અને શરીરનું વજન ખૂબ વધી જાય છે અને તેથી શરીર કદરૂપું કે બેડોળ…
વધુ વાંચો >મેદસ્વિતા (obesity) (આયુર્વિજ્ઞાન)
મેદસ્વિતા (obesity) (આયુર્વિજ્ઞાન) : વધુ પડતી મેદપેશી તથા આદર્શ વજન કરતાં 20 % વધુ વજનને કારણે ચયાપચયી, શરીર-રચનાલક્ષી અને આયુર્મયાદાલક્ષી વિષમતા ઉત્પન્ન કરે તેવો વિકાર. તેને જાડાપણું અથવા સ્થૂળતા પણ કહે છે. પેટ અને પડખાં(flank)માં મેદનો ભરાવો જાંઘ અને બેઠક વિસ્તારના મેદના ભરાવા કરતાં વધુ નુકસાનકારક હોય છે. આ વિકારની…
વધુ વાંચો >મેદાની રમતો
મેદાની રમતો : રમતો – સ્પર્ધાત્મક રમતો આંતરભિત્તીય (INDOOR) તેમજ બહિરભિત્તીય (OUTDOOR) પ્રકારની હોય છે. મેદાની રમતો બહુધા બહિરભિત્તીય રમતો છે. મેદાની રમતો ખુલ્લા આકાશ નીચે મેદાનમાં રમાય છે. મેદાની રમતોમાં રમવાની સપાટી જમીન, ઘાસ, બરફ તેમજ કૃત્રિમ ઘાસ – સિન્થેટિક્સ–ની હોય છે. ઘણી રમતો પશ્ચિમના દેશોમાં આંતરભિત્તીય રમાય છે;…
વધુ વાંચો >