ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >મીર, હિંમતભાઈ કાળુભાઈ
મીર, હિંમતભાઈ કાળુભાઈ (જ. આશરે 1885; અ. 1947) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનારા નામાંકિત અભિનેતા. પિતા કાળુભાઈ ગાયક અને શીઘ્રકવિ હતા. માતાનું નામ બાનુબહેન. મીર કોમના હોવાથી સંગીતકળા વારસાગત મળી હતી. અભિનય અને સંગીતની પ્રાથમિક તાલીમ પિતા તરફથી મળી હતી. ત્યારબાદ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીના શ્રી દેશી નાટક સમાજમાં…
વધુ વાંચો >મીરા કુમાર
મીરા કુમાર (જ. 31 માર્ચ 1945, પટણા, બિહાર) : ભારતની લોકસભાનાં સૌપ્રથમ મહિલા-અધ્યક્ષ. મે 2009માં મીરા કુમાર સૌપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયાં એ ભારતની સંસદના 57 વર્ષના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. તેઓ ભારતની લોકસભાનાં 16મા અધ્યક્ષ હતાં. 2009ની 15મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તેઓ બિહારના સસારામ મતવિસ્તારમાંથી ભારે બહુમતીથી ચૂંટાયેલાં…
વધુ વાંચો >મીરાજી, સનાઉલ્લાહ
મીરાજી, સનાઉલ્લાહ (વીસમા શતકનો પૂર્વાર્ધ) : ઉર્દૂના વિવાદાસ્પદ કવિ તથા લેખક. તેમની રચનાઓમાં હિન્દુ દેવમાલા અને હિન્દી ભાષાની સ્પષ્ટ છાપ જોવા મળે છે. તેઓ બાળપણમાં ગુજરાતમાં રહ્યા હતા અને ગુજરાતના ડુંગરો તથા ગ્રામીણ સંસ્કૃતિથી પણ પ્રભાવિત થયા હતા. તેમનું નામ મુહમ્મદ સનાઉલ્લાહ હતું. તેઓ કાશ્મીરના દાર (ધાર) કુટુંબના હતા. પંજાબ…
વધુ વાંચો >મીરા દાતાર સૈયદઅલી
મીરા દાતાર સૈયદઅલી (જ. 1474, ગુજરાત; અ. 1492, મીરા દાતાર, ઉનાવા, જિ. મહેસાણા) : સલ્તનતકાલીન ગુજરાતના એક પ્રસિદ્ધ પીર. ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે મીરા દાતાર સૈયદઅલીની દરગાહ છે. મીરા દાતાર સૈયદઅલીના પિતાનું નામ ડોસુમિયાં હતું. તેમને બે પુત્રો હતા. મોટો પુત્ર અબુ મહંમદ અને…
વધુ વાંચો >મીરાન, તોપ્પિલ મોહમ્મદ
મીરાન, તોપ્પિલ મોહમ્મદ (જ. 26 સપ્ટેમ્બર 1944, નાગરકોઈલ, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર. તેમને ‘ચાયવુ નારકાલિ’ નવલકથા માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વ્યવસાયી લેખકે ચાર નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તે માટે તેમને તમિળનાડુ રાજ્ય પુરસ્કાર, ઇલક્કિય ચિંતામણિ પુરસ્કાર વગેરે પુરસ્કારોનું સન્માન સાંપડ્યું…
વધુ વાંચો >મીરાં
મીરાં (જ. 1498, કૂડકી; અ. 1563 આશરે) : ભારતની મહાન સંત કવયિત્રી. મીરાંના જીવનચરિત્ર માટે કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી. તેના વિશે માત્ર કેટલીક જનશ્રુતિઓ જ ઉપલબ્ધ છે. આધાર કહો કે પ્રમાણ કહો, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો. મીરાંનાં પદો અને એમાંથી મીરાંનું જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે…
વધુ વાંચો >મીરાંબહેન
મીરાંબહેન (જ. 22 નવેમ્બર 1892, ઇંગ્લૅન્ડ; અ. 20 જુલાઈ 1982, વિયેના, ઑસ્ટ્રિયા) : મહાત્મા ગાંધીનાં અંતેવાસી અંગ્રેજ મહિલા. રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમનું નામ મેડેલિન સ્લેડ હતું. તેમના પિતા સર એડમંડ સ્લેડ ઉમરાવ કુટુંબના વિશિષ્ટ અંગ્રેજ સદગૃહસ્થ હતા. મેડેલિને પોતાના ઘરમાં શિક્ષણ લીધું હતું. તેમને ફૂલ, પક્ષીઓ, વૃક્ષો અને પ્રાણીઓ…
વધુ વાંચો >મીરી જિયરી
મીરી જિયરી (1895) : મીરી જનજાતિના જીવન પર આધારિત રજનીકાન્ત બરદલૈ(1867–1939)ની પ્રસિદ્ધ અસમિયા નવલકથા. રજનીકાન્ત બરદલૈએ ‘મનોમતી’, ‘રંગિલિ’, ‘નિર્મલ ભક્ત’, ‘રાહદોઇ લિગિર’, ‘તામ્રેશ્વરીર મંદિર’ જેવી આઠેક નવલકથાઓ લખી છે; જેમાં ‘મીરી જિયરી’ (મીરી કન્યા) સૌથી પહેલી છે. આદિમ જનજાતિઓ વિશે જે સમયે ભાગ્યે જ કોઈ વિચાર કરતું તે વખતે રજનીકાન્ત…
વધુ વાંચો >મીરો, જોન
મીરો, જોન (જ. 20 એપ્રિલ 1893, આધુનિક બાર્સિલોના, સ્પેન; અ. 25 ડિસેમ્બર 1983, મર્જોસ્કા, સ્પેન) : સ્પૅનિશ પરાવાસ્તવવાદી (Surrealist) ચિત્રકાર. કારકિર્દીનો પ્રારંભ કર્યો કારકુન તરીકે, પણ તેમાં નિષ્ફળતા મળી. તે પછી તેમણે પૅરિસ તથા બાર્સિલોનાની કલાશાળામાં અને કૅલી અકાદમીમાં તાલીમ લીધી. 1920 દરમિયાન તેઓ પરાવાસ્તવવાદના સંપર્કમાં આવ્યા અને એ શૈલીના…
વધુ વાંચો >મીર્ટેસી
મીર્ટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 80 પ્રજાતિઓ અને 3,000 જેટલી જાતિઓનું બનેલું છે અને લગભગ સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધીય વિતરણ ધરાવે છે. તેના વિતરણનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અનષ્ઠિલ (berry) ફળ ધરાવતા મીર્ટોઇડી ઉપકુળ માટે ઉષ્ણકટિબંધીય અમેરિકા; અને (2) પ્રાવર (capsule) ફળવાળા લેપ્ટોસ્પર્મોઇડી ઉપકુળ માટે…
વધુ વાંચો >