ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >મોનખ્મેર
મોનખ્મેર : ભારતીય ઉપખંડમાં બોલાતું એક ભાષાકુળ. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં બોલાતી કેટલીક ભાષાઓનાં મૂળ ભૂતકાળની કોઈ એક ભાષામાં મળે છે. એ ભાષાઓના ઉદભવમૂલક સંબંધને આધારે જગતની ભાષાઓનાં અગિયાર પરિવાર કે કુળો તારવી શકાયાં છે. આવા ચારેક પરિવારોની ભાષાઓમાં – ભારતમાં બોલાય છે એ ચારેક પરિવારોમાં – ભારતીય ઉપખંડમાં વિસ્તરેલું…
વધુ વાંચો >મોનરૉવિયા (1)
મોનરૉવિયા (1) : પશ્ચિમ આફ્રિકી દેશ લાઇબિરિયાનું પાટનગર, મુખ્ય શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 6° 18´ ઉ. અ. અને 10° 47´ પ. રે. પર આટલાંટિક કિનારે સેન્ટ પૉલ નદીના મુખ પર વસેલું છે. અમેરિકન કૉલોનાઇઝેશન સોસાયટી દ્વારા યુ.એસ.માંથી ગુલામીની પ્રથામાંથી મુક્ત બનેલા અશ્વેત ગુલામો માટે તે 1821માં વસાવાયેલું…
વધુ વાંચો >મોનાકો
મોનાકો : ફ્રાન્સના છેક અગ્નિકોણમાં આવેલો દુનિયાના નાનામાં નાના દેશો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : 43° 45´ ઉ. અ. અને 7° 25´ પૂ. રે.. તેનો વિસ્તાર માત્ર 1.97 ચોકિમી. જેટલો જ છે. તે ભૂમધ્ય સમુદ્રના વાયવ્ય કિનારે ફ્રેન્ચ રિવિયેરા ઉપર આવેલો છે. મોનાકો તેના ખૂબ જ લોકપ્રિય વિહારધામ માટે, વૈભવી…
વધુ વાંચો >મૉનાઝાઇટ
મૉનાઝાઇટ : વિરલ પાર્થિવ ખનિજ. સીરિયમ ધાતુઓનો ખનિજ ફૉસ્ફેટ (Ce, La, Y, Th) PO4. તેમાં મોટેભાગે તો La અને Ceનો ગુણોત્તર 1 : 1 નો હોય છે. યિટ્રિયમનું થોડુંક પ્રમાણ Ce અને Laની અવેજીમાં અને એ જ રીતે Th પણ Ce અને Laની અવેજીમાં આવતું હોય છે. સામાન્ય રીતે તો…
વધુ વાંચો >મોના લીસા
મોના લીસા : રેનેસાં યુગના મહાન વિચારક અને કલાકાર લિયોનાર્દો દ વિન્ચી દ્વારા 1503–06 દરમિયાન આલેખાયેલું જગમશહૂર ચિત્ર. હાલમાં તે પૅરિસના લૂવ્ર મ્યુઝિયમમાં પ્રદર્શિત થયેલું છે. 77 × 53 સેન્ટિમીટર ફલકનું આ ચિત્ર લાકડાની સપાટી પર તૈલરંગો વડે ચીતરાયેલું છે. ચિત્રની સપાટીને ઘણું નુકસાન થયું હોવાથી તે ખરાબ હાલતમાં છે. આ…
વધુ વાંચો >મોના લોઆ
મોના લોઆ : પૅસિફિક મહાસાગરમાં હવાઈ (અમેરિકી) ટાપુ પર આવેલો જ્વાળામુખી પર્વત. ભૌગોલિક સ્થાન : આશરે 20° 00´ ઉ. અ. અને 155° 00´ પૂ. રે.. હવાઈ વૉલ્કેનો નૅશનલ પાર્ક ખાતે તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી 4,169 મીટરની છે. વળી તે દુનિયાભરનો મોટામાં મોટો જ્વાળામુખી ગણાય છે. તેની ટોચ પર મોકુઆવીઓવિયો નામનું જ્વાળામુખ…
વધુ વાંચો >મૉનિઝ, ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ
મૉનિઝ, ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ (Moniz, Antonio Caetano De Abrev Freire Egas) (જ. 29 નવેમ્બર, 1874, એવેન્કા, પૉર્ટુગલ; અ. 13 ડિસેમ્બર 1955, લિસ્બન) : સન 1949ના તબીબી અને દેહધાર્મિકવિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેઓ પૉર્ટુગીઝ નાગરિકતા ધરાવતા હતા. તેમને તીવ્ર મનોવિકારના દર્દીને તેના મગજમાંના શ્વેતદ્રવ્યને કાપીને દૂર કરવાની શસ્ત્રક્રિયા…
વધુ વાંચો >મૉને, ક્લૉદ
મૉને, ક્લૉદ (Monet, Claude) (જ. 14 નવેમ્બર 1840, પૅરિસ; અ. 5 ડિસેમ્બર 1926, ફ્રાન્સ) : ફ્રેન્ચ ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર. લેહેવરમાં ભણ્યા. 1858માં તેમને બોદીં મળ્યા, જેમણે તેમને નિસર્ગ-ચિત્ર તરફ વાળ્યા. હવામાનના-વાતાવરણના સંદર્ભમાં ચિત્રો કરવાનાં શરૂ કર્યાં. આવું પ્રથમ ચિત્ર ‘સીન એસ્ચુઅરી’ લોકાદર પામ્યું. તેમાં નિસર્ગના છાયાભેદ પકડવાના ર્દષ્ટિભ્રમે મુખ્ય ભાગ ભજવ્યો…
વધુ વાંચો >મૉને, ઝ્યાં
મૉને, ઝ્યાં (જ. 9 નવેમ્બર 1888; અ. 16 માર્ચ 1979) : ફ્રેંચ વ્યાપારી, રાજનીતિજ્ઞ અને યુરોપિયન એકતાના પુરસ્કર્તા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) સમયે મિત્ર દેશોને યુદ્ધ-પદાર્થો, ખાદ્ય પદાર્થો તથા વહાણવટાની સગવડો પૂરી પાડતા ઇન્ટર ઍલાઇડ મેરિટાઇમ કમિશનમાં તેમણે સેવાઓ આપી હતી. 1919થી 1923 દરમિયાન તેમણે લીગ ઑવ્ નેશન્સના નાયબ મંત્રી તરીકે…
વધુ વાંચો >મૉનેટા, અર્નિસ્ટો
મૉનેટા, અર્નિસ્ટો (જ. 20 સપ્ટેમ્બર 1833, મિલાન; અ. 10 ફેબ્રુઆરી 1918, મિલાન) : ઇટાલીના પત્રકાર તથા શાંતિવાદી કાર્યકર્તા. શાંતિ માટેના 1907ના નોબેલ પુરસ્કારના તે સહવિજેતા હતા. રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે તેમણે ઘણી યાતનાઓ વેઠી. 1840માં તેમણે મિલાનના બળવા પ્રસંગે વિવિધ આડશો પાછળથી લડવાનું બન્યું ત્યારે તેમના ચિત્તમાં યુદ્ધની દૂરગામી અસર ઝિલાઈ.…
વધુ વાંચો >