ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બેકર, ગૅરી સ્ટૅન્લે
બેકર, ગૅરી સ્ટૅન્લે (જ. 2 ડિસેમ્બર 1930, પૉટ્સવિલે, પેનસિલ્વાનિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : અર્થશાસ્ત્ર માટેના 1992ના નોબેલ પારિતોષિકના વિજેતા. તેઓ 1951માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી બી.એ., 1953માં શિકાગો યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. તથા બે વર્ષ બાદ 1955માં તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. ત્યારબાદ તેમણે અધ્યાપન અને સંશોધનક્ષેત્રે મહત્વનાં સ્થાનોએ કામ કર્યું છે;…
વધુ વાંચો >બેકર, ડેવિડ
બેકર, ડેવિડ (Baker, David) (જ. 6 ઑક્ટોબર 1962, સિઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન (પરિકલન અથવા ગાણિતિક પ્રોટીનરચના) માટે 2024નો રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારનો અર્ધભાગ મેળવનાર વિજ્ઞાની. બીજો અર્ધભાગ ડેમિસ હસાબિસ તથા જ્હૉન જમ્પરને સંયુક્ત રીતે પ્રોટીનની રચના(માળખા)ના અનુમાન માટે એનાયત થયો હતો. ડેવિડ બેકર અમેરિકન જીવ-રસાયણશાસ્ત્રી છે, જેમણે પ્રોટીનની…
વધુ વાંચો >બેકર, બૉરિસ
બેકર, બૉરિસ (જ. 22 નવેમ્બર 1967, લિમેન, જર્મની) : વિખ્યાત ટેનિસ-ખેલાડી. પિતાનું નામ કર્લ-હિન્ઝ બેકર અને માતાનું નામ એલવિસ બેકર. એના પિતાએ સ્થપતિનું કામ કરતાં બેકરના ઘરની નજીકમાં ટેનિસ સેન્ટર બાંધ્યું હતું. તે વખતે બૉરિસ ત્રણ વર્ષનો હતો. બૉરિસને એના પિતા તાલીમ આપતા હતા, તેથી તેનામાં ટેનિસની રમત પ્રત્યેનો લગાવ…
વધુ વાંચો >બેકર, સૅમ્યુઅલ (સર)
બેકર, સૅમ્યુઅલ (સર) (જ. 1821, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1893) : અંગ્રેજ સાહસવીર. તેમણે નાઈલ નદીનાં મૂળ સ્થાનોની શોધ માટે સાહસપ્રવાસ ખેડ્યો અને 1864માં ગૉન્ડોકૉરો ખાતે સ્પેક તથા ગ્રાન્ટ સાથે ભેટો થયો. 1864માં નાઈલ નદી જેમાં આવી ભળે છે તે અંતરિયાળ દરિયા (inland sea) સુધી પહોંચ્યા અને તેને ‘ઍલ્બર્ટ ન્યાન્ઝા’ એવું…
વધુ વાંચો >બેકારી
બેકારી : વ્યક્તિ પાસે કામ કરવાની શક્તિ હોય અને કામ કરવાની ઇચ્છા હોય, પરંતુ તેને પ્રવર્તમાન વેતનના દર પ્રમાણે કામ ન મળતું હોય ત્યારે તે વ્યક્તિ બેકાર છે તેમ કહેવાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ બેકાર હોય ત્યારે આ બેકારી તેના માટે એક ગંભીર વ્યક્તિગત પ્રશ્ન ગણાય, પરંતુ આવા થોડાઘણા લોકો…
વધુ વાંચો >બેકી
બેકી : ઓરિસા મંદિરશૈલીમાં શિખર ઉપરનો કંઠનો નળાકાર પથ્થર. ઓરિસાના રેખા-દેઉલના શિખર પર આમલકનો વર્તુળાકાર પથ્થર બેસાડવા માટે આ પથ્થર વપરાય છે. આ પથ્થરના પ્રયોગથી શિખરનું ઊર્ધ્વ દર્શન અત્યંત પ્રભાવશાળી બને છે. ભુવનેશ્વરના લિંગરાજ મંદિર અને પુરીના જગન્નાથ મંદિરમાં 38થી 46 મીટર ઊંચાઈએ 9 મીટર જેટલો વ્યાસ ધરાવતા વિશાળ આમલકને…
વધુ વાંચો >બેકેટ, સેંટ ટૉમસ
બેકેટ, સેંટ ટૉમસ (જ. 21 ડિસેમ્બર 1118, લંડન; અ. 29 ડિસેમ્બર 1170, કૅન્ટરબરી, કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : ખ્રિસ્તી ધર્મના શહીદ. રોમન કૅથલિક પંથના સંત તરીકે પ્રતિષ્ઠા (1173). ચાન્સેલર ઑવ્ ઇંગ્લૅન્ડ (1155–62) અને આર્ચબિશપ ઑવ્ કૅન્ટરબરી (1162–70). રાજા હેન્રી બીજા સાથે વૈમનસ્ય થતાં કૅન્ટરબરીના દેવળમાં જ તેમની નિર્મમ હત્યા. નૉર્મન વંશના ‘લિટર…
વધુ વાંચો >બેકેટ, સૅમ્યુઅલ બાર્કલે
બેકેટ, સૅમ્યુઅલ બાર્કલે (જ. 13 એપ્રિલ 1906, ફૉક્સરૉક, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 1989) : સાહિત્ય માટેના 1969ના નોબેલ પુરસ્કારના વિજેતા. અંગ્રેજી અને ફ્રેન્ચ ઉભય ભાષાઓના નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. ઍબ્સર્ડ થિયેટરના મુખ્ય નાટ્યકાર. જન્મ પ્રૉટેસ્ટન્ટ ઍંગ્લો-આઇરિશ પરિવારમાં. પિતા તોલ-માપ પર દેખરેખ રાખનાર અધિકારી. માતા ઊંડી ધાર્મિક વૃત્તિવાળાં. શિક્ષણ ઉત્તર આયર્લૅન્ડની પૉર્ટોરા…
વધુ વાંચો >બેકેનબાવર, ફ્રાન્ઝ
બેકેનબાવર, ફ્રાન્ઝ (જ. 1945, મ્યૂનિક, જર્મની) : ફૂટબૉલની રમતના મહાન ખેલાડી. આ રમતના ખેલાડી બનવા ઉપરાંત પ્રશિક્ષક (coach), મૅનેજર અને વહીવટકર્તા તરીકે – એમ વિવિધ રીતે તેઓ 1970ના દાયકા દરમિયાન જર્મનીમાં ફૂટબૉલ રમતના ક્ષેત્રે એક પ્રભાવક અને જોશીલું પ્રેરકબળ બની રહ્યા. 1972માં યુરોપિયન નૅશન્સ કપમાં પશ્ચિમ જર્મનીની રાષ્ટ્રીય ટીમને તેમના…
વધુ વાંચો >બૅકેરલ, આન્ત્વાં આંરી
બૅકેરલ, આન્ત્વાં આંરી (જ. 15 ડિસેમ્બર 1852, પૅરિસ; અ. 25 ઑગસ્ટ 1908, લ કર્વાશિક, ફ્રાન્સ) : 1903ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. સ્વયંસ્ફુરિત રેડિયો સક્રિયતા(spontaneous radioactivity)ની તેમની શોધની કદર રૂપે આ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. તેમના દાદા, નૅપોલિયન બોનાપાર્ટના સમયમાં એક નામાંકિત ભૌતિકશાસ્ત્રી હતા; તેમના પિતાએ આ કૌટુંબિક પરંપરા…
વધુ વાંચો >