ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બક, પર્લ

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >

બહુરુધિરકોષિતા

Jan 8, 2000

બહુરુધિરકોષિતા (polycythaemia) : લોહીના મુખ્યત્વે રક્તકોષો(red blood cells, erythrocytes)ની અતિશય સંખ્યાવૃદ્ધિથી થતો વિકાર. લોહીના કોષોને રુધિરકોષો (blood cells) કહે છે. તેમાં ત્રણ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે : રક્તકોષો, શ્વેતકોષો (white blood cells, leucocytes) તથા ગંઠનકોષો (platelets). બહુરુધિરકોષિતાના વિકારમાં આ ત્રણેય પ્રકારના કોષોની પણ સંખ્યાવૃદ્ધિ થાય છે. મુખ્ય વિકાર રક્તકોષોના…

વધુ વાંચો >

બહુરૂપતા (જનીનવિજ્ઞાન)

Jan 8, 2000

બહુરૂપતા (જનીનવિજ્ઞાન) : જનીનિક ભિન્નતાનું સ્વરૂપ. આ જનીનિક ભિન્નતા ખાસ કરીને અસતત (discontinuous) હોય છે અને વનસ્પતિ અને પ્રાણીની જાતિની એક જ વસ્તીમાં તે જુદાં જુદાં સ્વરૂપો ધરાવે છે; તે પૈકી સૌથી દુર્લભ સ્વરૂપની પણ જાળવણી વિકૃતિ દ્વારા થઈ શકે છે. આમ, મનુષ્યમાં રુધિરસમૂહો બહુરૂપતાનું ઉદાહરણ છે; જ્યારે તેની ઊંચાઈનું…

વધુ વાંચો >

બહુરૂપતા (ભૂસ્તરશાસ્ત્ર)

Jan 8, 2000

બહુરૂપતા (ભૂસ્તરશાસ્ત્ર) : જુઓ દ્વિરૂપતા.

વધુ વાંચો >

બહુરૂપતા (રસાયણશાસ્ત્ર) (અપરરૂપતા, અનેકરૂપતા)

Jan 8, 2000

બહુરૂપતા (રસાયણશાસ્ત્ર) (અપરરૂપતા, અનેકરૂપતા) (poly- morphism, allotropy) : કોઈ પણ તત્વની (કે પદાર્થની) ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ર્દષ્ટિએ એક કરતાં વધુ વિભિન્ન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવવાની ઘટના. આવાં જુદાં જુદાં સ્વરૂપોને બહુરૂપકો (polymorphs) કહે છે. તત્ત્વનાં આવાં સ્વરૂપો વચ્ચેના તફાવતમાં નીચેની પૈકી એક બાબત સમાયેલી હોય છે : (i) સ્ફટિકીય સંરચના,…

વધુ વાંચો >

બહુરૂપતા (pleomorphism / polymorphism) (સૂક્ષ્મજીવ-શાસ્ત્ર)

Jan 8, 2000

બહુરૂપતા (pleomorphism / polymorphism) (સૂક્ષ્મજીવ-શાસ્ત્ર) : આનુવંશિક વિદ્યા(genetics)માં એક એવી સ્થિતિ કે જેમાં ગુણસૂત્ર અથવા જનીનિક લક્ષણ એક કરતાં વધુ સ્વરૂપમાં જોવા મળે. આને કારણે એક જ વસ્તીમાં એક કરતાં વધુ આકૃતિક (morphological) પ્રકાર સહઅસ્તિત્વ ધરાવે છે. સામાન્ય રીતે પોષણમાધ્યમમાં આવેલ પોષક કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ, પ્રતિજીવકની હાજરી, પર્યાવરણિક પરિબળો વગેરેની…

વધુ વાંચો >

બહુરૂપી (નાટ્યસંસ્થા)

Jan 8, 2000

બહુરૂપી (નાટ્યસંસ્થા) : મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિના ક્ષેત્રે પ્રવૃત્ત અગ્રગણ્ય નાટ્યસંસ્થા. લાલુ શાહ અને વિજય દત્તની નિર્માતા-દિગ્દર્શક જોડીએ તેના નેજા હેઠળ અનેક સફળ અને યાદગાર નાટકો રજૂ કર્યાં છે. 1 ઑગસ્ટ 1968ના રોજ ‘અભિષેક’ નાટકના પ્રથમ પ્રયોગથી સંસ્થાએ પોતાની નાટ્યપ્રવૃત્તિનો શુભારંભ કર્યો. ‘ધરમની પત્ની’, ‘અનુરાગ’, ‘આંધી’, ‘અભિલાષા’, ‘અનુકંપા’, ‘એકરાર’, ‘ધૂપછાંવ’, ‘શીળી…

વધુ વાંચો >

બહુરૂપી (લોકકલા)

Jan 8, 2000

બહુરૂપી (લોકકલા) : ગુજરાત અને રાજસ્થાનમાં વિકાસ પામેલી મનોરંજન માટેની એક લોકકલા. ‘બહુરૂપી’ એટલે ઘણાં રૂપો ધારણ કરનાર. એ જાતભાતના વેશ સાથે તદનુરૂપ અભિનય પણ કરે છે. આવા કલાકારો–બહુરૂપીઓની એક જાતિ છે. જૂના વખતમાં મનોરંજનનાં માધ્યમો બહુ ઓછાં હતાં ત્યારે બહુરૂપીઓએ લોકજીવનને ગમ્મતના ગુલાલ દ્વારા હર્યુંભર્યું રાખવામાં મૂલ્યવાન ફાળો આપ્યો…

વધુ વાંચો >

બહુરૂપી (સામયિક) (1931)

Jan 8, 2000

બહુરૂપી (સામયિક) (1931) : ગુજરાતી ડિટેક્ટિવ વાર્તાનું સાપ્તાહિક. સ્થાપના વીરમગામના ચંદુલાલ જેઠાલાલ વ્યાસે 1931માં કરી. છપાઈની સગવડ માટે તેનું કાર્યાલય રાણપુરમાં રખાયું. ચંદુલાલ તેના તંત્રી રહ્યા. ત્યારે તેનું વાર્ષિક લવાજમ 5 રૂપિયા હતું. કદ ત્યારનાં બીજાં જાણીતાં સામયિકો ‘નવરચના’, ‘નવચેતન’ અને ‘બુદ્ધિપ્રકાશ’ જેવાંને મળતું હતું. પાનાં કંઈક ઓછાં રખાયેલાં. તેની…

વધુ વાંચો >

બહુલકો (polymers)

Jan 8, 2000

બહુલકો (polymers) : એકલક (monomer) તરીકે ઓળખાતા નાના, સર્વસમ (identical) એકમોના પુનરાવર્તી સંયોજનથી મળતો ઉચ્ચ અણુભાર ધરાવતો પદાર્થ. તેને માટે ‘ઉચ્ચ બહુલક’ (high polymer), ‘બૃહદણુ’ (macromolecule) કે ‘મહાકાય અણુ’ (giant molecule) જેવા શબ્દો પણ વપરાય છે. બહુલકમાં પાંચ કે તેથી વધુ એકલક અણુઓ હોય છે. ઘણી વાર આ સંખ્યા ઘણી…

વધુ વાંચો >

બહુલક્ષી વ્યાપાર

Jan 8, 2000

બહુલક્ષી વ્યાપાર : આંતરરાષ્ટ્રીય વ્યાપારી ક્ષેત્રે બેથી વધારે દેશો વચ્ચે બેથી વધારે ચીજો અને સેવાનો થતો વ્યાપાર. વેપારની આ પ્રથામાં દેશ દ્વિપક્ષી ધોરણે આયાત-નિકાસને સમતોલ કરવાનો પ્રયાસ કરતો નથી, પરંતુ તેની કુલ આયાતો અને નિકાસોને સમતોલ કરવાની કોશિશ કરે છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જો બે દેશોમાં પેદા થતી વસ્તુઓના તુલનાત્મક…

વધુ વાંચો >