ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બેરેન્સન, બેનાર્ડ
બેરેન્સન, બેનાર્ડ (જ. 1865, લિથુનિયા; અ. 1959) : અગ્રણી કલાવિવેચક. 1875માં તેઓ અમેરિકા જઈ વસ્યા. ત્યાં હાર્વર્ડ ખાતે અભ્યાસ કર્યો. ઇટાલીની રેનેસાં સમયની કલાના અધિકૃત અને અગ્રણી વિવેચક તરીકે તેમણે નામના કાઢી. તેઓ અમેરિકાના નાગરિક બન્યા, પરંતુ 1900માં ઇટાલીમાં રહેવા ચાલ્યા ગયા. ઇટાલીમાં રહીને તેમણે થોકબંધ વિવેચનાત્મક સાહિત્ય સર્જ્યું. પોતાના…
વધુ વાંચો >બેરેન્સ પીટર
બેરેન્સ પીટર (જ. 14 એપ્રિલ 1868, હૅમ્બર્ગ, જર્મની; અ. 27 ફેબ્રુઆરી 1940, બર્લિન, જર્મની) : આધુનિક શૈલીના જર્મન સ્થપતિ. 1886થી 1889 દરમિયાન ડસેલ્ડર્ફ નગરમાં કન્સ્ટ્શૂલેમાં, કાર્લ્સ્રૂલેમાં તથા જુદા જુદા ચિત્રકારોના સ્ટુડિયોમાં ચિત્રકલાનો તેમણે અભ્યાસ કર્યો. 1890માં નેધરલૅન્ડનો પ્રવાસ કર્યો તથા મ્યુનિક (મ્યુનિખ) પાછા ફરી 1893માં ‘મ્યુનિક સેસેશન ગ્રૂપ ઑવ્ પેઇન્ટર્સ’ની…
વધુ વાંચો >બેરેસફૉર્ડ, જૅક
બેરેસફૉર્ડ, જૅક (જ. 1899; અ. 1977) : બ્રિટનના નિપુણ અને નામી હલેસાચાલક (oarsman). 1920થી 1936 દરમિયાન તેમણે ગ્રેટ બ્રિટન વતી ઓલિમ્પિક રમતોમાં 5 વાર ભાગ લીધો અને 3 સુવર્ણચંદ્રક તથા 2 રજતચંદ્રકના વિજેતા બન્યા. 1949માં તેમને ‘ઓલિમ્પિક ડિપ્લોમા ઑવ્ મેરિટ’નું સન્માન મળ્યું. હેન્લી ખાતે તેઓ ‘ડાયમંડ સ્કલ્સ’ના 4 વાર વિજેતા…
વધુ વાંચો >બેરેસફૉર્ડ, બ્રુસ
બેરેસફૉર્ડ, બ્રુસ (જ. 1940, સિડની, ઑસ્ટ્રેલિયા) : ફિલ્મ-દિગ્દર્શક. લોના (ને વોર) અને લેસ્લી બેરેસફોર્ડના પુત્ર હતા, જેમણે ઇલેક્ટ્રિકલ સામાન વેચ્યો હતો. તેમનો ઉછેર ટૂંગાબીના બાહ્ય-પશ્ચિમ ઉપનગરમાં થયો હતો, અને ધ મીડોઝ પબ્લિક સ્કૂલ અને પછી ધ કિંગ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓએ યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી બી. એ. નો અભ્યાસ કર્યો…
વધુ વાંચો >બેરો
બેરો : દફન-ટેકરા. તે માટી કે પથ્થરથી બનેલા હોય છે. તેના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે : (1) નવપાષાણયુગના લાંબા ટેકરા અને (2) અંતિમ મધ્યપાષાણયુગના (પ્રારંભિક કાંસ્યયુગના) માનવોના દફન માટેના ગોળાકાર ટેકરા. દુનિયામાં આવા દફન-ટેકરાઓનાં ઘણાં ઉદાહરણો મળી આવે છે. લાંબા ટેકરાઓમાં માનવશબને કાષ્ઠપેટીમાં કે પથ્થરના પાટડાઓ વચ્ચે રાખીને…
વધુ વાંચો >બેરો (નદી)
બેરો (નદી) : આયર્લૅન્ડના મધ્યભાગમાં આવેલી, સ્લીવ બ્લૂમ પર્વતમાળામાંથી નીકળતી નદી. તે ત્યાંથી અગ્નિ દિશા તરફ 190 કિમી. લંબાઈમાં વહીને વૉટરફર્ડ બારામાં ઠલવાય છે. બારા નજીક તે નૉર (Nore) અને શુર (Suir) નદીઓને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે પર્વતપ્રદેશના ઉપરવાસમાં લીક્સ (Leix) અને ઑફાલી (Offaly) પરગણાંઓમાં પૂર્વ તરફ…
વધુ વાંચો >બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર)
બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર) (જ. 26 મે 1864, અમદાવાદ; અ. 3 માર્ચ 1916, અમદાવાદ) : અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર. 1882માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. 1898માં દાદાનું અને…
વધુ વાંચો >બેર્ડ, જૉન લૉગી
બેર્ડ, જૉન લૉગી (જ. 1888, હેલેન્સબર્ગ, પશ્ચિમ સ્કૉટલૅન્ડ) : પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્યુત-ઇજનેર અને ટેલિવિઝનનો પ્રારંભ કરનારા નિષ્ણાત. વિદ્યુત-ઇજનેરી વિશે તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1922માં તેમણે હૅસ્ટિંગ્ઝ ખાતે વસવાટ સ્વીકાર્યો અને ત્યાં ટેલિવિઝનની શક્યતા વિશે સંશોધન આરંભ્યું. 1926માં તેમણે સર્વપ્રથમ ટેલિવિઝન-પ્રતિબિંબ(image)નું નિદર્શન કર્યું. તેમની 30-લાઇન યંત્રસંચાલિત સ્કૅનિંગ પદ્ધતિ બીબીસીએ 1929માં…
વધુ વાંચો >બેર્ડે, લક્ષ્મીકાન્ત
બેર્ડે, લક્ષ્મીકાન્ત (જ. 19 ઑક્ટોબર 1951; અ. 16 ડિસેમ્બર 2004, મુંબઇ) : હિંદી અને મરાઠી ચલચિત્રો તથા મરાઠી રંગભૂમિના હાસ્યકલાકાર. ચલચિત્રોમાં હાસ્યકલાકારોની ભૂમિકાઓ નગણ્ય થવા માંડી હતી એવા સમયે પણ હાસ્યકલાકાર બનવાનું જ સપનું સેવનાર લક્ષ્મીકાન્ત બેર્ડેએ લાંબો સમય સંઘર્ષ કર્યો. એક એક ટંક જમવાના સાંસા હોય એવા પરિવારમાં સતત…
વધુ વાંચો >બેર્લિનર, એમિલ
બેર્લિનર, એમિલ (જ. 1851, હૅનૉવર, જર્મની; અ. 1929) : જર્મનીના સંશોધક. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો તાલીમાર્થી પ્રિન્ટર તરીકે. પછી 1870માં સ્થળાંતર કરીને અમેરિકા ગયા. ત્યાં ‘બેલ ટેલિફોન કંપની’માં જોડાયા અને એ કંપનીના મુખ્ય ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા. 1876 પછીનાં વર્ષોમાં તેમણે ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના ટેલિફોનમાં અનેક સુધારા પ્રયોજ્યા અને તે…
વધુ વાંચો >