ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બનાખ, સ્ટીફન
બનાખ, સ્ટીફન (જ. 30 માર્ચ 1892, ક્રેકાઉ, પોલૅન્ડ; અ. 31 ઑગસ્ટ 1945) : વીસમી સદીના વિશ્વના ઉચ્ચ કોટિના પોલિશ ગણિતજ્ઞ. બાળપણમાં પિતાનું વાત્સલ્ય ન મળતાં બનાખ રખડુ બની ગયા. પરિણામે નાની ઉંમરે ઘર છોડવાની પરિસ્થિતિ આવી. એક ધોબણ બહેનને ત્યાં તેમનો ઉછેર થયો. ગણિત પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો તેથી…
વધુ વાંચો >બનાદાસ
બનાદાસ (જ. 1821 અશોકપુર, જિ. ગોંડ; અ. 1892 અયોધ્યા) : રામભક્તિના રસિક સંપ્રદાયમાં થયેલા સાકેત નિવાસી સંત કવિ. જાતિએ ક્ષત્રિય. પિતા ગુરુદત્તસિંહ. ઘરની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી ભિનગા રાજ્ય- (બહરાઇચ)ની સેનામાં સાત વર્ષ સુધી નોકરી કરી. ઘેર પાછા આવ્યા. પોતાના એકના એક પુત્રનું અકાળ અવસાન થતાં પુત્રના શબ સાથે…
વધુ વાંચો >બનારસ
બનારસ : જુઓ વારાણસી
વધુ વાંચો >બનારસ હિંદુ યુનિવર્સિટી
બનારસ હિંદુ યુનિવર્સિટી : ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં આવેલી વિશિષ્ટ યુનિવર્સિટી. નામ પ્રમાણે તેમાં કેવળ હિંદુઓને જ પ્રવેશ અપાય છે એવું નથી. બધા ધર્મો અને જ્ઞાતિઓના લોકોને કશા ભેદભાવ વિના તેમાં પ્રવેશ અપાય છે. 1904માં આવી યુનિવર્સિટીની સ્થાપનાનો વિચાર પ્રસ્તુત થયો. તેના મુખ્ય પ્રેરક મહારાજા પ્રભુનારાયણ સિંહ હતા. પંડિત મદનમોહન માલવીય, મહારાજા…
વધુ વાંચો >બનાસ (નદી)
બનાસ (નદી) : રાજસ્થાનમાંથી નીકળતી આ નામની બે નદીઓ. બંનેનાં વહેણની દિશા જુદી જુદી છે. (1) એક બનાસ નદી ઉદેપુર જિલ્લાના કુંભલગઢ નજીકથી નીકળે છે અને અરવલ્લી હારમાળાને વીંધતી આગળ વધીને મેદાની વિસ્તારમાં પ્રવેશે છે. તે ચિતોડગઢ, ભીલવાડા, ટોન્ક અને સવાઈ માધોપુર જિલ્લાઓમાંથી પસાર થઈને 500 કિમી.નો માર્ગ વટાવી રાજસ્થાનની…
વધુ વાંચો >બનાસકાંઠા
બનાસકાંઠા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 33´થી 24° 45´ ઉ. અ. અને 71° 03´થી 73° 02´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ જિલ્લો કચ્છના નાના રણથી પૂર્વ તરફ અને રાજસ્થાનની દક્ષિણ સીમા તરફ આવેલો છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 12,703 ચોકિમી. જેટલું છે, વિસ્તારની…
વધુ વાંચો >બનિયન, જૉન
બનિયન, જૉન (જ. 1628, એલસ્ટોવ, બેડફર્ડશાયર પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 1688) : આંગ્લ ધર્મોપદેશક અને લેખક. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલ જૉન બનિયન એક કારીગર પિતાના પુત્ર હતા. પ્રશિષ્ટ કહી શકાય એવા શિક્ષણથી સદંતર વંચિત એવા બનિયને તેમના સમકાલીનોમાંના કોઈનું પણ સાહિત્ય વાંચ્યું હોય એવી સંભાવના જણાતી નથી. કારકિર્દીના પ્રારંભે બાપીકા વ્યવસાયમાં…
વધુ વાંચો >બન્દર સેરી બેગવાન
બન્દર સેરી બેગવાન : બ્રુનેઈ શહેર તરીકે ઓળખાતું બ્રુનેઈ દેશનું અગાઉ(1970 સુધી)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 4° 55´ ઉ. અ. અને 114° 55´ પૂ. રે. બન્દર સેરી બેગવાન બૉર્નિયોના કિનારે સારાવાકથી પશ્ચિમ તરફ સિરિયા અને કુઆલા બેલેટ જતા માર્ગ પર આવેલું છે. દક્ષિણ ચીની સમુદ્રના ફાંટા બ્રુનેઈ ઉપસાગરમાં મળતી બ્રુનેઈ…
વધુ વાંચો >બન્ની
બન્ની (Banni) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો ઉત્કૃષ્ટ પ્રકારના ઘાસચારાનો નીચી ભૂમિનો પ્રદેશ. તે કચ્છના મોટા રણ વચ્ચે વિશાળ વિસ્તાર આવરી લેતા રણદ્વીપ જેવો છે. અહીં ઘાસ, આકાશ અને પાણી સિવાયના અન્ય રંગોનો જાણે અભાવ વરતાય છે. આ પ્રદેશ આશરે 23° 50´ થી 24° 00´ ઉ.અ. અને 69° 00´થી…
વધુ વાંચો >બપૈયો
બપૈયો (Common Hawk Cuckoo) : ભારતનું નિવાસી સ્થાનિક યાયાવર પંખી. તેનું કદ હોલા-કબૂતર જેવડું, 21 સેમી. જેટલું હોય છે. તે રંગે આબાદ શકરા જેવો હોય છે. નર અને માદાનો રંગ એકસરખો હોય છે. ચાંચ સીધી, અણી આગળ સહેજ વળેલી હોય છે. માથું અને પાંખ ઉપરથી રાખોડી અને નીચેથી સફેદ હોય…
વધુ વાંચો >