ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બિને, આલ્ફ્રેડ
બિને, આલ્ફ્રેડ (જ. 8 જુલાઈ 1857, નાઇસ, ફ્રાંસ; અ. 1911) : ફ્રેંચ માનસશાસ્ત્રી. તેમણે ફ્રેંચ પ્રાયોગિક મનોવિજ્ઞાનના વિકાસમાં તેમજ બુદ્ધિના માપનના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. બિનેએ 1878માં કાયદાશાસ્ત્રની તેમજ 1890 અને 1894માં વિજ્ઞાનશાખાની ડિગ્રીઓ મેળવી; પરંતુ ફ્રેંચ ન્યૂરોલૉજિસ્ટ ઝ્યાં શારકોટ(Jean Charcot)નાં કાર્યોથી પ્રભાવિત થઈને કાયદાશાસ્ત્રનો ત્યાગ કર્યો અને 1891…
વધુ વાંચો >બિને-સાયમન બુદ્ધિકસોટીઓ
બિને-સાયમન બુદ્ધિકસોટીઓ : ફ્રેંચ મનોવિજ્ઞાની બિનેએ સાયમનની મદદથી તૈયાર કરેલી મનોમાપનની કસોટીઓ. આલ્ફ્રેડ બિનેએ 1905માં પ્રથમ બુદ્ધિકસોટી તૈયાર કરી મનોવિજ્ઞાનમાં માપનના ક્ષેત્રે એક હરણફાળ ભરી એમ કહેવાય. બિને અને તેના સહકાર્યકરો વર્ષો સુધી બુદ્ધિમાપન માટે સંશોધન કરતા રહ્યા. હસ્તાક્ષરમાપન જેવી ઘણી બધી રીતો અજમાવી જોઈ; પણ આ બધાંને અંતે લાગ્યું…
વધુ વાંચો >બિનોદિનીદેવી, એમ. કે.
બિનોદિનીદેવી, એમ. કે. (જ. 1922, ઇમ્ફાલ) : જાણીતાં મણિપુરી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘બડોસાહિબ ઓંગ્બી સનતોમ્બી’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી શાંતિનિકેતન ખાતે કલાભવનમાં કલાની તાલીમ લીધી. મણિપુરની સાંસ્કૃતિક સંસ્થા રૂપરંગનાં તેઓ સ્થાપક સભ્ય છે. વળી…
વધુ વાંચો >બિફૉર્ટ સમુદ્ર
બિફૉર્ટ સમુદ્ર : કૅનેડા-અલાસ્કાની ઉત્તર તરફ આવેલો આર્ક્ટિક મહાસાગરનો વિભાગ. તે અલાસ્કાની બેરો ભૂશિરથી ઈશાન તરફ પ્રિન્સ પૅટ્રિક ટાપુ પરના લૅન્ડ્ઝ છેડા સુધી વિસ્તરેલો છે, જ્યારે પશ્ચિમમાં બક્સ ટાપુથી ચુકચી સમુદ્ર તરફ વિસ્તરેલો છે. તેનો કુલ સપાટી-વિસ્તાર આશરે 4,76,000 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 4,761 મીટર, જ્યારે સરેરાશ ઊંડાઈ…
વધુ વાંચો >બિબ્લિયોતેક નાસિયોનાલ
બિબ્લિયોતેક નાસિયોનાલ (આશરે ઈ. 1367) : ફ્રાંસનું રાષ્ટ્રીય ગ્રંથાલય. વિશ્વનું સૌથી પ્રાચીન ગ્રંથાલયોમાંનું એક. આ ગ્રંથાલયની સ્થાપના ચાર્લ્સ પાંચમાના શાસનકાળ (1340–1380) દરમિયાન 1,200 હસ્તપ્રતોથી રાજમહેલમાં રૉયલ લાઇબ્રેરીની સ્થાપના સમયે 1367ના અરસામાં થયેલી. ફ્રાંસના ઘણાખરા રાજવીઓ અંગત રસથી રજવાડી ગ્રંથાલયો ઊભા કરતા હતા. આ ગ્રંથાલયોમાં ગ્રીક ભાષા અને સાહિત્યનો, તેમજ પૌરસ્ત્ય…
વધુ વાંચો >બિયર(Beer)નો નિયમ
બિયર(Beer)નો નિયમ : અવશોષક માધ્યમની સાંદ્રતા અને વિકિરણના પારગમન કે અવશોષણને સાંકળી લેતો નિયમ. જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી પ્રકાશ (વિકિરણ) પસાર થાય ત્યારે તેની તીવ્રતામાં થતો ઘટાડો માપી બિયરે 1852માં આ નિયમ રજૂ કર્યો હતો. કોઈ એક સમાંગ માધ્યમ (અથવા દ્રાવણ) ઉપર એકવર્ણી (monochromatic) કે અનેકવર્ણી (heterogeneous) પ્રકાશ આપાત થાય…
વધુ વાંચો >બિયર્ડ, ચાર્લ્સ એ.
બિયર્ડ, ચાર્લ્સ એ. (જ. 27 નવેમ્બર 1874, કિંગ્સટાઉન, ઇન્ડિયાના; અ. 1 સપ્ટેમ્બર 1948, ન્યૂ હેવન, ‘કનેક્ટિકટ) : યુનાઇટેડ સ્ટેટ્સનો વીસમી સદીનો અગ્રણી ઇતિહાસકાર. એણે યુ.એસ.ના ઇતિહાસનું આર્થિક ર્દષ્ટિબિંદુથી મૌલિક અર્થઘટન કર્યું હતું. એનો જન્મ સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. એણે ઇન્ડિયાનાના ગ્રીન કેસલની ડી પૉ યુનિવર્સિટીમાં રાજનીતિ અને રાજ્યશાસ્ત્ર વિષયનો અભ્યાસ…
વધુ વાંચો >બિયાનામ
બિયાનામ : આસામનાં લગ્નગીતો. આસામમાં લગ્નની જુદી જુદી વિધિ પ્રમાણે ગાવાનાં ગીતો. એ બિયાનામમાં વિધિ પ્રમાણે જુદા જુદાં ગીતો હોય છે. એમાં લગ્નપૂર્વેથી વિધિના સમાપન સુધીનાં ગીતોનો સમાવેશ થાય છે. વરપક્ષ અને કન્યાપક્ષ બંને ઠેકાણે ગવાતાં ગીતોને બિયાનામ કહેવાય છે. લગ્નપૂર્વે ગવાતાં ગીતમાં કન્યાનાં ઘરનાં વખાણ હોય છે. કન્યાપક્ષ તરફથી…
વધુ વાંચો >બિયાસ
બિયાસ : પંજાબની જાણીતી પાંચ નદીઓ પૈકીની એક. પ્રાચીન નામ વિપાશા. આ નદી પંજાબ રાજ્યના ઉત્તર ભાગમાં થઈને વહે છે. હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં ‘પંજાબ હિમાલય’ના રોહતાંગ ઘાટમાં 4,361 મીટરની ઊંચાઈએથી તે નીકળે છે. અહીંથી તે દક્ષિણ તરફ કુલુ ખીણમાં પ્રવેશે છે, ત્યાં આજુબાજુના ઢોળાવો પરથી નીકળતી નાની નદીશાખાઓ તેને…
વધુ વાંચો >બિયાંતસિંગ
બિયાંતસિંગ (જ. 22 ફેબ્રુઆરી 1922, કોટલી, જિ. લુધિયાના; અ. 30 સપ્ટેમ્બર 1995, ચંદીગઢ) : પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ખાલિસ્તાનવાદી આતંકવાદનો ભોગ બનેલા રાજ્યના અગ્રણી રાષ્ટ્રવાદી નેતા. પિતા ભારતીય લશ્કરમાં અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અવિભાજિત પંજાબના લુધિયાના જિલ્લાની શિક્ષણસંસ્થાઓમાં લીધા બાદ લાહોરની સરકારી કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને…
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >