ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બંદ્યોપાધ્યાય, તારાશંકર
બંદ્યોપાધ્યાય, તારાશંકર (જ. 1898, લાભપુર, વીરભૂમ; અ. 1971) : પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. 1956માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ. 1967માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ ‘ગણદેવતા’ માટે અને 1968માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત થયા હતા. વતનમાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કલકત્તાની કૉલેજમાં પ્રવેશ, પણ યુનિવર્સિટીનું શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. વીરભૂમની લાલ સૂકી ધરતી અને તોફાની…
વધુ વાંચો >બંદ્યોપાધ્યાય, માણિક
બંદ્યોપાધ્યાય, માણિક (જ. 1908, દુમકા, બિહાર; અ. 1956) : બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમના પિતા એક અધિકારી હતા અને તેઓ કલકત્તા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ હતા. માણિક ઘરનું નામ, પ્રબોધચંદ્ર પૂરું નામ. સ્કૂલમાં હતા ત્યારે જ માતાનું અવસાન થયું. તેથી ઘણી વાર બહેનને ત્યાં પણ રહેવાનું થતું. તે એક તેજસ્વી વિદ્યાર્થી હતા.…
વધુ વાંચો >બંદ્યોપાધ્યાય, રંગલાલ
બંદ્યોપાધ્યાય, રંગલાલ (જ. 1826; અ. 1886) : બંગાળી કવિ. એમના શિક્ષણનું ક્ષેત્ર વ્યાપક હતું. અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન સારું, સંસ્કૃતનું સઘન, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વમાં સક્રિય રસ, ઊડિયા ભાષાનો અભ્યાસ. પોતાના સાહિત્યિક જીવનની શરૂઆતમાં બંદ્યોપાધ્યાય સમસામયિક બંગાળી સાહિત્યના ભારે મોટા સમર્થક હતા, છતાં પછી બંગાળીમાં યુરોપીય કવિતાના આદર્શને અનુસરવા એમણે…
વધુ વાંચો >બંદ્યોપાધ્યાય, વિભૂતિભૂષણ
બંદ્યોપાધ્યાય, વિભૂતિભૂષણ (જ. 1894; અ. 1950) : પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. વાર્તા વાંચી સંભળાવવાનો વ્યવસાય કરનારા પિતા સાથે બંગાળમાં ખૂબ ભ્રમણ કર્યું, જુદાં જુદાં ગામોની ‘પાઠશાળા’માં પ્રાથમિક શિક્ષણ; માતા ઓછી આવકમાં ઘર ચલાવતી; પૈતૃક ગામ બરાકપુરથી 9 કિલોમીટરના અંતરે આવેલી માધ્યમિક શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી 1914માં કલકત્તાની રિપન…
વધુ વાંચો >બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર
બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર (જ. 1838; અ. 1903) : બંગાળી કવિ. વિનયન અને કાયદાના સ્નાતક. તેમનું દીર્ઘકાવ્ય ‘ચિન્તાતરંગિણીકાવ્ય’ (1861) અંગત મિત્રની આત્મહત્યાથી પ્રેરાયેલું હતું. યુનિવર્સિટીમાં તે પાઠ્યપુસ્તક બનતાં ઊગતા કવિ તરીકે તેમને પ્રસિદ્ધિ મળે છે. ઈશ્વરચંદ્ર ગુપ્ત (1812–1859) અને રંગલાલ બંદ્યોપાધ્યાયની રીતિ પર તે રચાયેલું છે. પછીની કૃતિ ‘વીરબાહુકાવ્ય’ (1864) પર પણ…
વધુ વાંચો >બંધ (bond)
બંધ (bond) : જુઓ રાસાયણિક બંધ
વધુ વાંચો >બંધ (dam)
બંધ (dam) નદી કે નાળાની આડે સિંચાઈ વગેરે માટે પાણી ભેગું કરવા બાંધવામાં આવતી આડશ. બંધ દ્વારા નદીના પાણીને સંગ્રહી જળાશય બનાવી, તેના પાણીને નહેરો દ્વારા ખેતરો સુધી વાળવા-પહોંચાડવામાં આવે છે. વસ્તીવધારા સાથે, ઔદ્યોગિક વિકાસ તેમજ ખેતીવિકાસ માટે પાણીની જરૂરિયાત સતત વધતી રહી છે. તેથી નદી, નાળાં પર બંધ બાંધી…
વધુ વાંચો >બંધ (રાજકારણ)
બંધ (રાજકારણ) : સાર્વજનિક હેતુ માટે રોજિંદાં વ્યાવસાયિક કાર્યોની સામૂહિક તહકૂબી. જ્યારે સમાજનો ઘણો મોટોભાગ કોઈ જાહેર વિષય અથવા મુદ્દા વિશે અસંતોષની તીવ્ર લાગણી અનુભવતો હોય અને એ તરફ સમાજ અને સરકારનું ધ્યાન દોરવા અથવા/અને એ અસંતોષને વાચા આપવા વ્યવસાયને લગતું પોતાનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરે ત્યારે સામાન્ય…
વધુ વાંચો >બંધક ગોદામ
બંધક ગોદામ (bonded godown) : બંદર અથવા વિમાનઘરની અંદર અથવા નજીકમાં જકાતપાત્ર માલ સંઘરવાની સુવિધા ધરાવતું ગોદામ. ગોદામના મુખ્ય 3 ર્દષ્ટિએ પ્રકાર પાડી શકાય : (1) માલિકીની ર્દષ્ટિએ, (2) જકાતના હેતુની ર્દષ્ટિએ અને (3) ઉપયોગની ર્દષ્ટિએ. બંધક ગોદામનો પ્રકાર જકાતના હેતુની ર્દષ્ટિએ થયેલો છે. આ પ્રકારનું ગોદામ બંદર કે વિમાનઘર…
વધુ વાંચો >બંધકોણ
બંધકોણ : જુઓ રાસાયણિક બંધ
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >