ખંડ ૧૨
પ્યાર જી પ્યાસથી ફલ્યુરોમયતા
પ્રેરણા (મનોવિજ્ઞાન)
પ્રેરણા (મનોવિજ્ઞાન) (1) : માનવીના વર્તનનું પ્રેરકબળ, જેને મનોવિજ્ઞાનની ભાષામાં ‘પ્રેરણા’ તરીકે ઓળખવામાં આવે છે. માનવી જે કાંઈ પણ વર્તન કરે છે તેનું સ્પષ્ટીકરણ વર્તનના ચાલકબળને સૂચવે છે. ઉદ્દીપક પ્રત્યેની પ્રાણીની પ્રતિક્રિયાને મનોવિજ્ઞાનમાં વર્તન કહેવામાં આવે છે. આમ, પ્રેરણા એ ઉદ્દીપક અને પ્રતિક્રિયાને જોડનારું આંતરિક, મધ્યસ્થી પરિવર્ત્ય (intervening variable) છે.…
વધુ વાંચો >પ્રેલૉગ, વ્લાદિમિર
પ્રેલૉગ, વ્લાદિમિર (જ. 23 જુલાઈ 1906, સારાયેવો, યુગોસ્લાવિયા) : જાણીતા રસાયણવિદ. પ્રેલૉગે પ્રાહામાં ઝૅક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી 1928માં કૅમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (M.Sc.) મેળવી. 1929માં પ્રો. વૉટૉસેકના માર્ગદર્શન નીચે સંશોધન કરી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1929–1935 દરમિયાન તેઓ ડ્રિઝા લૅબોરેટરીના અધ્યક્ષ હતા. 1935થી 1940 દરમિયાન તેઓ ઝાગ્રેબની ટૅકનિકલ…
વધુ વાંચો >પ્રેવેર, ઝાક
પ્રેવેર, ઝાક (જ. 1900, પૅરિસ; અ. 1977, ઓમોવિલ-લા-પતીતી) : ફ્રેંચ કવિ અને સિનેસર્જક. મધ્યમ વર્ગના સામાન્ય કુટુંબમાં જન્મ. આરંભમાં ડિપાર્ટમેન્ટ-સ્ટોરમાં મદદનીશ તરીકે કામ કર્યું. 1920–21માં લશ્કરી તાલીમ લીધી. 1926–29માં પરાવાસ્તવવાદના આંદોલનમાં સક્રિય હતા. 1931માં ‘કૉમર્સ’ સામયિકમાં એક દીર્ઘ કથનાત્મક કટાક્ષકાવ્ય ‘દીને દ તેત’ પ્રગટ કર્યું. તે સમયથી કવિ તરીકે પ્રસિદ્ધ…
વધુ વાંચો >પ્રેસ કમિશન
પ્રેસ કમિશન : વર્તમાનપત્રોની કામગીરી અને એમના પ્રશ્નોમાં ઊંડે ઊતરી તે અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસ્તુત કરવા સરકાર દ્વારા નીમવામાં આવતું પંચ. 1954માં ભારત સરકારે પ્રથમ અખબારી પંચ નીમેલું જેણે અખબારોની કામગીરી અંગેનો એક સર્વગ્રાહી અહેવાલ સરકારને સુપરત કરેલો. એણે જે ભલામણો કરી, એમાંની એક ભલામણ પ્રેસ કાઉન્સિલની રચનાને લગતી હતી.…
વધુ વાંચો >પ્રેસ કાઉન્સિલ
પ્રેસ કાઉન્સિલ : વૃત્તપત્રો અને શાસન તેમજ લોકો વચ્ચે ન્યાયિક પદ્ધતિએ કાર્ય કરીને સમજફેર ઘટાડી સંવાદ સ્થાપવાના હેતુથી સરકારે સ્થાપેલી સંસ્થા. અખબારી સ્વાતંત્ર્યના રક્ષણ અને અખબારો તથા સમાચાર-સંસ્થાઓના ધોરણની જાળવણી તથા સુધારણાના હેતુથી 7 સપ્ટેમ્બર 1978ના રોજ સંસદે ધ પ્રેસ કાઉન્સિલ ઍક્ટ, 1978 તરીકે ઓળખાતો ખરડો પસાર કર્યો. એના હેતુઓમાં…
વધુ વાંચો >પ્રેસ, ફ્રૅન્ક
પ્રેસ, ફ્રૅન્ક (જ. 4 ડિસેમ્બર 1924, બ્રુકલીન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ભૂભૌતિકશાસ્ત્રી. પૃથ્વીના પોપડા અને ભૂમધ્યાવરણના રચનાવિષયક અન્વેષણો અને ભૂકંપીય ક્રિયાપદ્ધતિના અભ્યાસ માટે તેઓ જાણીતા બનેલા છે. તેમણે સમુદ્રશાસ્ત્રી મોરિસ ઇવિંગના હાથે નીચે અભ્યાસ કરેલો. 1949માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી, તે જ યુનિવર્સિટીમાં થોડાં વર્ષો સુધી…
વધુ વાંચો >પ્રેસલી, એલ્વિસ
પ્રેસલી, એલ્વિસ (જ. 8 જાન્યુઆરી 1935, ટુપેલો–મિસિસીપી; અ. 16 ઑગસ્ટ 1977, મેસ્કિસ-ટેનેસી) : ‘રૉક ઍન્ડ રોલ’ નામથી ઓળખાતા પાશ્ચાત્ય સંગીતનો વિશ્વવિખ્યાત ગાયક. જન્મ ધાર્મિક પણ ગરીબ કુટુંબમાં. પિતાનું નામ વર્નન અને માતાનું ગ્લેડિસ. માબાપ પુત્રની બાળપણની જરૂરિયાતો પૂરી કરવા દિવસ-રાત કાળી મજૂરી કરતાં. કુટુંબનું વાતાવરણ ધાર્મિક હોવાથી એલ્વિસ બાળપણમાં માતા-પિતા…
વધુ વાંચો >પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી
પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી, કલકત્તા : અઢારમી અને ઓગણીસમી સદીમાં કૉલકાતામાં ખગોલીય નિરીક્ષણો માટે આધુનિક જે ત્રણેક વેધશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની એક. અન્ય બે તે ‘કલકત્તા ઑબ્ઝર્વેટરી’ અને ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી’ છે. આ પૈકી કલકત્તા ઑબ્ઝર્વેટરી સૌ પહેલાં 1825માં સ્થાપવામાં આવી. એ પછી 1875માં ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી’ની સ્થાપના થઈ…
વધુ વાંચો >પ્રેસિડંસી બૅંક
પ્રેસિડંસી બૅંક : સૌપ્રથમ પ્રેસિડંસી બૅંક બંગાળમાં કૉલકાતા ખાતે બૅંક ઑવ્ બૅંગોલના નામે 1 મે 1806ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેની મૂડી રૂ. 50 લાખની હતી ને તેનો 20% હિસ્સો સરકારે પૂરો પાડ્યો હતો. બીજી પ્રેસિડંસી બૅંક મુંબઈમાં બૅંક ઑવ્ બૉમ્બે તરીકે 1840માં રૂ. 52.25 લાખની મૂડીથી સ્થાપવામાં આવી…
વધુ વાંચો >પ્રેસિયોડિમિયમ
પ્રેસિયોડિમિયમ : આવર્તકોષ્ટક(periodic table)ના III B સમૂહનાં લૅન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાતાં દુર્લભ મૃદા તત્વો (rare earth elements) પૈકીનું એક ધાત્વિક તત્વ. સંજ્ઞા Pr. ઑસ્ટ્રિયન રસાયણવિદ સી. એફ. આઉઅર વૉન વેલ્સબેકે 1885માં તે સમયે ડિડિમિયમ તરીકે ઓળખાતા તત્વના એમોનિયમ ડિડિમિયમ નાઇટ્રેટ ક્ષારમાંથી વિભાગીય (fractional) સ્ફટિકીકરણ દ્વારા પ્રેસિયોડિમિયમ અને નિયોડિમિયમ ક્ષારો જુદા…
વધુ વાંચો >પ્યાર જી પ્યાસ (1972)
પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…
વધુ વાંચો >પ્યારેસાહેબ
પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…
વધુ વાંચો >પ્યાસા (1957)
પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…
વધુ વાંચો >પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)
પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…
વધુ વાંચો >પ્યુનીકા
પ્યુનીકા : જુઓ દાડમ
વધુ વાંચો >પ્યુમીસ (pumice)
પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…
વધુ વાંચો >પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)
પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…
વધુ વાંચો >પ્યોંગયાંગ (Pyongyang)
પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…
વધુ વાંચો >પ્રકટીકરણ (development)
પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…
વધુ વાંચો >પ્રકલ્પ-આયોજન (project planning)
પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…
વધુ વાંચો >