અસંધિમિત્રા (જ. ?; અ. ઈ. પૂ. 238) : મૌર્ય સમ્રાટ અશોકની એક રાણી. શ્રીલંકાના પાલિ ગ્રંથોની અનુશ્રુતિ અનુસાર એ અશોકની અગ્રમહિષી (પટરાણી) હતી. આ પરથી એનું ખરું નામ આસંદીમિત્રા (રાજ્યારોહણ સમયની ધર્મપત્ની) હોવાનું સૂચવાયું છે. એ વિદિશાની રાણી દેવીથી ભિન્ન છે. અસંધિમિત્રા અશોકના રાજ્યના ૩૦મા વર્ષે મૃત્યુ પામી હતી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી