Marathi literature
અઠરાશે સત્તાવનચે સ્વાતંત્ર્યયુદ્ધ
અઠરાશે સત્તાવનચે સ્વાતંત્ર્યયુદ્ધ (1908) : વિનાયક દામોદર સાવરકરે મરાઠીમાં લખેલો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ. સાવરકર ઇંગ્લૅન્ડમાં કાયદાશાસ્ત્રનું શિક્ષણ લેવા ગયેલા તે સમયે ત્રેવીસ વર્ષની વયે આ ગ્રંથ લખેલો. આ ગ્રંથમાં એવી ક્રાંતિકારી શક્તિ હતી કે છપાયા પૂર્વે જ અનેક રાષ્ટ્રોએ એની જપ્તીનો હુકમ કાઢ્યો. વીર સાવરકરે એ પુસ્તક છપાવવા માટે…
વધુ વાંચો >અત્રે પ્રહલાદ કેશવ (આચાર્ય અત્રે)
અત્રે પ્રહલાદ કેશવ (આચાર્ય અત્રે) (જ. 12 ઑગસ્ટ 1898, કોઢા, જિ. પુણે; અ. 12 જૂન 1969, મુંબઈ) : હાસ્યરસિક મરાઠી કવિ અને નાટ્યકાર. કવિતા, નાટક, હાસ્ય, પત્રકારત્વ ઇત્યાદિ અનેક ક્ષેત્રો તેમણે સફળતાથી ખેડ્યાં છે. એમના પૂર્વજોએ શિવાજીના સમયમાં કરેલાં પરાક્રમોને કારણે એમનું કુટુંબ બહુ જાણીતું હતું. શાળાનું શિક્ષણ સાસવડમાં તથા…
વધુ વાંચો >અભંગ
અભંગ : મરાઠી કાવ્યપ્રકાર. મૂળ તો અભંગ મરાઠી છંદનું નામ છે. પરંતુ એનો ભક્તિભાવની અભિવ્યક્તિ માટે સતત ઉપયોગ થતો રહ્યો, એટલે એ ભક્તિકાવ્યના એક પ્રકાર તરીકે ઓળખાવા લાગ્યો. લોકગીતોની ‘ઓવી’ નામક કાવ્યરચનાનું એ સંશોધિત અને લક્ષણબદ્ધ સ્વરૂપ છે. બારમી સદીમાં ‘ઓવી’ છંદ પ્રચલિત હતો. તેમાંથી અભંગનું શિષ્ટ રૂપ ઘડાયું. વારકરી…
વધુ વાંચો >અભિનવ કાવ્યશાસ્ત્ર
અભિનવ કાવ્યશાસ્ત્ર (1930) : કાવ્યશાસ્ત્રવિષયક મરાઠી ગ્રંથ. રા. શ્રી. જોગે આ ગ્રંથમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તથા પશ્ચિમના કાવ્યશાસ્ત્રની તુલનાત્મક ચર્ચા કરી છે. આ ઉપરાંત મરાઠી કાવ્યોનાં દૃષ્ટાંતો લઈને કાવ્યશાસ્ત્રની અભિનવ દૃષ્ટિએ પુનર્વ્યાખ્યા કરી છે, તેથી એને અભિનવ કાવ્યશાસ્ત્ર નામ આપ્યું છે. લેખકે પૂર્વ કે પશ્ચિમ કોઈ પણ કાવ્યશાસ્ત્ર પ્રત્યે પક્ષપાત ન…
વધુ વાંચો >અશ્રુ
અશ્રુ (1942) : મરાઠી નવલકથા. જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા વિ. સ. ખાંડેકરની આ કથામાં આસપાસના બાહ્ય વિશ્વમાં પ્રવર્તતાં ‘સત્ય અને દંભ, ત્યાગ અને સ્વાર્થ, માણસાઈ અને રાક્ષસીપણું એ દ્વંદ્વો’ની રમત જોઈને તેનું નિરૂપણ કર્યું છે. આ કથાનું કેન્દ્ર શંકર નામનું પાત્ર છે. શંકરમાં લેખકે મધ્યમ વર્ગના, અને તે પણ નીચલા મધ્યમ…
વધુ વાંચો >આજ્ઞાપત્ર
આજ્ઞાપત્ર (1716) : મધ્યકાલીન મરાઠા રાજ્યતંત્રનો ગ્રંથ. કોલ્હાપુરના રાજા શંભુ છત્રપતિની પ્રેરણાથી એના પ્રધાન રામચન્દ્રે એની રચના કરેલી. એમાં 9 પ્રકરણો છે. પહેલાં 2 પ્રકરણોમાં શિવાજી દ્વારા સ્વરાજ્યની સ્થાપના, તથા સંભાજી અને રાજારામ દ્વારા એના સંરક્ષણ અને સ્થિરીકરણની ચર્ચા છે. ત્રીજા પ્રકરણથી રાજ્યશાસ્ત્રવિષયક ગંભીર ચિંતન છે. એમાં રાજાના ગુણો તથા…
વધુ વાંચો >આપટે, હરિ નારાયણ
આપટે, હરિ નારાયણ (જ. 8 માર્ચ 1864; અ. 3 માર્ચ 1919, પુણે) : મરાઠી નવલકથાકાર. ‘હરિભાઉ’ નામે લોકપ્રિય બનેલા હરિ નારાયણ આપટે આધુનિક મરાઠી નવલકથાના પિતા ગણાય છે. તે પુણેના મધ્યમ વર્ગના પ્રતિનિધિ છે. ચિપળૂણકર, ટિળક અને આગરકરે સ્થાપેલ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં જોડાનાર પ્રથમ વિદ્યાર્થીસમૂહમાં તે હતા. 1883માં તે ડેક્કન…
વધુ વાંચો >આંધળ્યાચી શાળા
આંધળ્યાચી શાળા (ઈ. સ. 1933) : મરાઠી નાટક. અંગ્રેજી તથા વિદેશી નાટકોથી પ્રભાવિત થઈને શ્રી વી. વર્તકે કેટલાક નાટ્યલેખકોના સહયોગમાં મરાઠી સાહિત્યમાં નવું નાટક નિર્માણ કરવાના ઉદ્દેશથી નાટ્યમન્વન્તર નામની સંસ્થા સ્થાપેલી. એમાં નાટક વિશેની ચર્ચા થતી, વિદેશનાં ઉત્તમ નાટકો વંચાતાં અને એનાં રૂપાંતરો કરાતાં. આ સંસ્થામાં થોડો સમય કાર્યશીલ રહીને…
વધુ વાંચો >