Latin literature
ઇનીડ
ઇનીડ (Aeneid) : રોમન રાષ્ટ્રીય મહાકાવ્ય. લૅટિન કવિ વર્જિલે (ઈ. સ. પૂ. 70-19) આ કાવ્યલેખનનો પ્રારંભ ઈ. સ. પૂ. 29માં કર્યો હતો. તે તેના જીવનના છેલ્લા દાયકામાં પૂરું થયું અને તેના મૃત્યુ બાદ બે વર્ષે રોમન બાદશાહ ઑગસ્ટસની ઇચ્છાથી પ્રગટ થયું. આ કાવ્ય લખવા પાછળ કવિનો હેતુ રોમન પ્રજાને બિરદાવવાનો…
વધુ વાંચો >જૉન્સ, (સર) વિલિયમ
જૉન્સ, (સર) વિલિયમ (જ. 28 સપ્ટેમ્બર 1746, લંડન; અ. 27 એપ્રિલ 1794 કૉલકાતા) : અઢારમી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ. તેમણે ઇંગ્લૅન્ડની પ્રખ્યાત શિક્ષણસંસ્થા હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું. વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન જ ગ્રીક, ફ્રેંચ અને લૅટિન ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે ગદ્યમાં લેખો અને પદ્યમાં સુંદર કાવ્યો લખ્યાં. તેમની ભાષા પ્રવાહી…
વધુ વાંચો >પ્રોપર્શિયસ, સેકસ્ટસ
પ્રોપર્શિયસ સેકસ્ટસ [જ. આશરે ઈ. પૂ. 50, ઍસિસિયમ (ઍસિસી), અમ્બ્રિઆ; અ. આશરે ઈ. પૂ. 16] : પ્રાચીન રોમના લૅટિન કવિ. શોક-કાવ્ય(elegies)ના રચયિતા. તેમના જીવન વિશેની માહિતી તેમનાં કાવ્યો અને તેમના પછીના લૅટિન લેખકોનાં લખાણોમાં છૂટાછવાયા સંદર્ભોમાંથી મળી આવે છે. પિતાના મૃત્યુ બાદ ઈ. પૂ. 41માં તેમની મોટાભાગની મિલકત ટાંચમાં લેવાઈ…
વધુ વાંચો >મીસ્ટ્રાલ, ગેબ્રિયેલા
મીસ્ટ્રાલ, ગેબ્રિયેલા (જ. 7 એપ્રિલ 1889, વિચુના, ચિલી; અ. 10 જાન્યુઆરી 1957, ન્યૂયૉર્ક) : લૅટિન-અમેરિકાનાં કવયિત્રી. 1945માં નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર સૌપ્રથમ મહિલા-સાહિત્યકાર અને સૌપ્રથમ લૅટિન-અમેરિકન. તેમનાં કાવ્યોનાં ચાર પુસ્તકો અધિકૃત રીતે પ્રકાશિત થયેલાં છે : ‘ડેસલેશન’ (1922), ‘ટેન્ડરનેસ’ (1924), ‘ફેલિંગ ઑવ્ ટ્રીઝ’ (1938) અને ‘વાઇન પ્રેસ’ (1954). શિક્ષિકા તરીકે…
વધુ વાંચો >લૅટિન (દક્ષિણ) અમેરિકાનું સાહિત્ય
લૅટિન (દક્ષિણ) અમેરિકાનું સાહિત્ય : 1960ના દાયકાઓમાં નવલ-કથાલેખનમાં ઉછાળો આવવાને પરિણામે છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધમાં લૅટિન અમેરિકાના સાહિત્ય તરફ સમગ્ર વિશ્વ એકદમ આકર્ષિત થયું. લૅટિન અમેરિકાની નવલકથાઓના પશ્ચિમની મહત્વની ભાષાઓમાં ઝડપભેર અનુવાદ થવા લાગ્યા અને વિવેચકો ઉપરાંત જનસમુદાય પણ એ સાહિત્યથી પ્રભાવિત થયો. તેનાં બે કારણ તે તેમાંના વિષયવસ્તુની મૌલિકતા…
વધુ વાંચો >લૅટિન સાહિત્ય
લૅટિન સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ઇટાલીની શાખાની લિંગ્વા લૅટિના એટલે કે લૅટિન ભાષામાં રચાયેલું સાહિત્ય. મૂળમાં ટાઇબર નદીના નીચાણવાળા પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા તે પ્રયોજાતી. પાછળથી રોમન સામ્રાજ્યના યુરોપ અને આફ્રિકા ખંડના મોટા વિસ્તારમાં તે પથરાયેલી. રૉમન મૂળાક્ષરો(alphabets)માં લૅટિન ભાષામાં કર્મકાંડ, પાંડિત્ય અને રાજ્યભાષાનાં ક્ષેત્રોમાં પ્રાચીન, મધ્યકાલીનથી તે અઢારમી…
વધુ વાંચો >વાલેસ, કાર્લોસ (ફાધર)
વાલેસ, કાર્લોસ (ફાધર) (જ. 4 નવેમ્બર 1925; લા ગ્રોન્યો, સ્પેન; અ. 9 નવેમ્બર 2020, મેડ્રિડ, સ્પેન) : મૌલિક ચિંતક અને નિબંધકાર. એમનું પૂરું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. ઈસુસંઘની સાધુસંસ્થામાં ઈ. સ. 1941માં પ્રવેશ કરી, ઈ. સ. 1958માં દીક્ષિત થઈ ફાધર વાલેસ બન્યા. લૅટિન અને ગ્રીક સાહિત્યનો તેમજ તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ…
વધુ વાંચો >હોરેસ
હોરેસ (જ. ડિસેમ્બર ઈ. પૂ. 65, વેનુઝિયા, ઇટાલી; અ. 27 નવેમ્બર ઈ. પૂ. 8, રોમ) : લૅટિન ઊર્મિકવિ અને કટાક્ષલેખક. પૂરું નામ ક્વિન્ટસ હોરેશિયસ ફ્લેક્સ. સમ્રાટ ઑગસ્ટસના સમયના ઓડ અને એપિસ્ટલ કાવ્યોના રચયિતા. પ્રેમ, મૈત્રી, તત્ત્વજ્ઞાન અને કાવ્યકલા તેમના પ્રિય વિષયો. કદાચ ઇટાલીના મધ્ય ભાગના સેબેલિયન પહાડી પ્રદેશના મૂળ ભાગમાં…
વધુ વાંચો >