Journalism
અકિલા
અકિલા : ગુજરાતનાં સાંજનાં દૈનિકોમાં સૌથી વધુ (63,000 નકલ) ફેલાવો ધરાવતું અને રાજકોટથી પ્રસિદ્ધ થતું દૈનિક. 15 ઑગસ્ટ 1978થી પ્રારંભ. તે અગાઉ ‘અકિલા’ બે વર્ષ પખવાડિક રૂપે શિક્ષણજગતના સમાચારો પ્રગટ કરતું હતું. મોરબી હોનારત બાદ તરત જ દૈનિકના કદનાં બે પાનાંથી શરૂઆત થયેલી. હાલ રોજનાં 12 પૃષ્ઠ અને શનિવારે 20…
વધુ વાંચો >અખબારી સંગઠનો
અખબારી સંગઠનો : તટસ્થ અને સ્વતંત્ર સમાચાર અને તેને લગતી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ. સમાચાર એ અખબારનો આત્મા છે. અખબાર પોતાના ખબરપત્રીઓ અને વૃત્તાંતનિવેદકો પાસેથી સમાચારો મેળવે છે; પરંતુ દેશ-વિદેશોના સમાચારો માટે તે સમાચાર-સંસ્થાઓ પર આધાર રાખે છે. લોકશાહી એ લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન હોવાથી એની…
વધુ વાંચો >અખંડ આનંદ
અખંડ આનંદ : ગુજરાતી માસિક પત્ર. જનતાને સસ્તા મૂલ્યે ઉત્તમ વાચન પૂરું પાડવાની ભિક્ષુ અખંડાનંદજીની ભાવનાને અનુસરીને એમની પુણ્યસ્મૃતિમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટે નવેમ્બર, 1947માં શરૂ કરેલું. એમાં ભારતીય સંસ્કૃતિનાં ઊંચાં નૈતિક ને આધ્યાત્મિક મૂલ્યોનો આદર કરતી, જીવનમાંગલ્યની ભાવનાને ઉપસાવતી, સાત્ત્વિક ને રસપ્રદ વાચનસામગ્રી નિબંધ, વાર્તા, કાવ્ય, પ્રસંગકથા, ચરિત્ર, અનુભૂત…
વધુ વાંચો >અપ્પન્ તમ્પુરાન્
અપ્પન્ તમ્પુરાન્ (જ. 1899; અ. 1947) : મલયાળમ લેખક અને પત્રકાર. આખું નામ રામ વરણ અપ્પન્ તમ્પુરાન્. કોચીન રાજ્યના રાજકુમાર. એમણે પત્રકારત્વ, નવલકથા, વિવેચન, સંશોધન, નિબંધ વગેરે ક્ષેત્રો ખેડ્યાં છે. એમણે ભારતીય પરંપરાગત શિક્ષણપ્રણાલી અનુસાર ગુરુકુળમાં શિક્ષણ લીધું હતું અને ત્યાંથી સ્નાતક થયેલા. વ્યાકરણ, તર્ક અને આયુર્વેદમાં પારંગતની ઉપાધિ પ્રાપ્ત…
વધુ વાંચો >અમૃતબજાર પત્રિકા
અમૃતબજાર પત્રિકા : ભારતીય અંગ્રેજી દૈનિક પત્ર. કલકત્તા તથા લખનૌથી પ્રસિદ્ધ થાય છે. સ્થાપના 1868માં પશ્ચિમ બંગાળના જેસોર શહેરમાં તુષારકાન્તિ ઘોષ તથા તરુણકાન્તિ ઘોષે કરેલી. શરૂઆતમાં એ બંગાળી સમાચારપત્ર હતું. 1869માં બંગાળી પત્રમાં બે કૉલમ અંગ્રેજીમાં છાપવાનું શરૂ કર્યું. 1871માં એની કચેરી જેસોરથી કલકત્તા ખસેડી અને ત્યાંથી દ્વિભાષી સમાચારપત્ર મટી…
વધુ વાંચો >અરુણોદય
અરુણોદય (1846થી 1888) : અસમિયા ભાષાનું સામયિક પત્ર. આસામના અમેરિકન બૅપ્ટિસ્ટ મિશને પ્રકટ કરેલું. શરૂઆતના અંકમાં જ જાહેર કરેલું કે ‘‘આ માસિક પત્ર ધર્મ, વિજ્ઞાન અને સામાન્ય બુદ્ધિમત્તાની વૃદ્ધિ માટે પ્રકટ કરવામાં આવે છે.’’ અહીં ધર્મનો અર્થ પ્રૉટેસ્ટંટ થાય છે. પણ એની દ્વારા જે ધર્મપ્રચાર થયો તે આક્રમક ન હતો.…
વધુ વાંચો >