હુસેનાબીબી અમીરુદ્દીન કાદરી

અમીર ખુસરો

અમીર ખુસરો [જ. 1253, પટિયાળી (ઉ.પ્ર.); અ. ઑક્ટોબર 1325, દિલ્હી] : ‘તૂતી-એ-હિન્દ’ (હિન્દ કા તોતા) નામથી વિખ્યાત ફારસી કવિ અને સંગીતકાર. તેમના પિતા સૈફુદ્દીન મહમૂદ લાચી તુર્ક સરદાર હતા અને તેઓ ઇલ્તુત્મિશના રાજ્યઅમલ દરમિયાન મધ્ય એશિયામાંથી હિંદમાં આવી વસ્યા હતા. ખુસરોનું મૂળ નામ અબૂલહસન હતું અને તેઓ સુપ્રસિદ્ધ સૂફી સંત…

વધુ વાંચો >

અલી દશ્તી

અલી દશ્તી (જ. 31 માર્ચ, 1897, ઇરાન; અ. 16 જાન્યુઆરી 1982, તહેરાન, ઇરાન) : ઈરાનના ફારસી વિદ્વાન અને પત્રકાર. મધ્યમ વર્ગના રૂઢિચુસ્ત ઈરાની સમાજમાં જન્મેલા અલી દશ્તી, પત્રકારત્વના માધ્યમથી જનસમૂહના સંપર્કમાં આવ્યા. ઈ. સ. 1921માં ‘શફકે સુર્ખ’નું તેમણે સંપાદન કર્યું હતું. રાજકીય પ્રવૃત્તિને લીધે રિઝાશાહના સમયમાં તેમણે કારાવાસ ભોગવ્યો હતો.…

વધુ વાંચો >

ઉર્ફી શીરાઝી

ઉર્ફી શીરાઝી (જ. 1555, શીરાઝ, ઇરાન; અ. ઓગસ્ટ 1591, લાહોર) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ, બિરુદ જમાલુદ્દીન, તખલ્લુસ ‘ઉર્ફી’. તેમના પિતા ઝેનુદ્દીન બલવી શીરાઝમાં ધાર્મિક રૂઢિના કેસોનો ચુકાદો આપનાર ઉચ્ચ પદાધિકારી હતા, જે ‘અરફ’ કહેવાતા; તેથી તેમણે ‘ઉર્ફી’ તખલ્લુસ રાખ્યું હતું. તેમણે શીરાઝમાં અરબી વ્યાકરણશાસ્ત્ર, ફારસી છંદશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને…

વધુ વાંચો >