હસુ યાજ્ઞિક

કથા

કથા : કથાની પરંપરા અત્યંત પ્રાચીન છે અને દરેક પ્રજાની પોતપોતાની આગવી કથા-વાર્તાની પરંપરા હોય છે. કથાના ઘટનાતત્વમાં એવું આકર્ષણ છે કે મનુષ્યમાત્રને કથા સાંભળવી-વાંચવી-જોવી ગમે છે. કથા શબ્દનું મૂળ છે સંસ્કૃત ધાતુ कथ् એટલે કે કહેવું કે બોલવું. બહુધા કથા કહેવાની જ પરંપરા હતી. ‘કથક’ અને ‘કથાકાર’ જેવા શબ્દો…

વધુ વાંચો >

ગુજરાત સાહિત્ય અકાદમી

ગુજરાત સાહિત્ય અકાદમી : ગુજરાત રાજ્ય સરકારે સ્થાપેલી, ઈ. સ. 1982થી કાર્યરત ભાષા-સાહિત્યના ઉત્કર્ષ-વિકાસની કામગીરી કરતી સંસ્થા. બીજી પંચવર્ષીય યોજનામાં ભારતમાં વિવિધ ભાષાઓ અને તેમનાં સાહિત્યોના વિકાસ માટેનું આયોજન વિચારાયું હતું. એમાં નિશ્ચિત થયા પ્રમાણે અંગ્રેજી અને હિંદી ભાષાને કેન્દ્ર-સરકારની સંસ્થાકીય જવાબદારીમાં રાખવાનું અને દરેક રાજ્ય પોતાના પ્રદેશની બહુમતી ધરાવતી…

વધુ વાંચો >

પ્રબોધ-બત્રીશી (ઈ. સ.ની સોળમી સદી)

પ્રબોધ-બત્રીશી (ઈ. સ.ની સોળમી સદી) : મધ્યકાલીન ગુજરાતી કવિ માંડણ બંધારા(ઈ. સ. 1518 આસપાસ)ની જ્ઞાનાત્મક પદ્યકૃતિ. કૃતિની કડીની કે વિષયની સંખ્યાને આધારે જે સાહિત્યસ્વરૂપો ઓળખાયાં તેમાં અષ્ટક, પચીશી, બત્રીશી અને બાવની મુખ્ય છે. અહીં 6 ચરણવાળી ચોપાઈના બંધમાં 20 કડીની એક એવી 32 વિષયની કહેવત-ઉખાણાનો ઉપયોગ કરતી રચનાઓ દ્વારા પ્રબોધ…

વધુ વાંચો >

બરાસ-કસ્તૂરી

બરાસ-કસ્તૂરી : મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાકાર શામળે (વાર્તાસર્જનકાળ : ઈ. સ. 1718થી ઈ. સ. 1765 નિશ્ચિત) લખેલી પદ્યવાર્તા. તેની  કથા આવી છે : કોસાંબી નગરીના રાજા ચિત્રસેનને તિલોત્તમા અપ્સરાએ 14 વર્ષના કુટુંબવિયોગનો શાપ આપ્યો. ચિત્રસેનની રાણી સગર્ભા બની. એને લોહીના સરોવરમાં સ્નાન કરવાની ઇચ્છા થતાં રાજાએ સરોવરમાં ગુલાલ અને બરાસ-કસ્તૂરી જેવાં…

વધુ વાંચો >

માધવાનલ-કામકંદલા

માધવાનલ-કામકંદલા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નાયક માધવ અને નાયિકા કામકંદલાની પ્રેમકથા નિરૂપતી ઉત્તમ કૃતિ. ચૌદથી સત્તરમા શતક સુધીમાં આ કથા વિવિધ કથાકારોએ વિશેષત: પદ્યમાં આપી છે. ચૌદમા શતકમાં આનંદધરે સંસ્કૃતમાં રચેલું ‘માધવાનલાખ્યાનમ્’ મળે છે. તે પછી ભરૂચના કાયસ્થ કવિ ગણપતિએ ઈ. સ. 1518માં રચેલી ગુજરાતી ભાષાની 2,500 દુહા ધરાવતી ‘માધવાનલ-કામકંદલા…

વધુ વાંચો >

લોક, લોકતત્વ અને લોકવિદ્યા

લોક, લોકતત્વ અને લોકવિદ્યા લોક એટલે સમાન પરંપરા ધરાવતો નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં નિવાસ કરતો માનવસમૂહ. સામાન્ય રીતે તો એમાં ગ્રામીણ એવા અલ્પશિક્ષિત જનસમાજનો એકમ – એવો અર્થ લેવામાં આવે છે; પરંતુ લોકવિદ્યા(folklore)માં જેનો સમાવેશ થાય છે તે લોકસાહિત્ય, લોકસંગીત, લોકનૃત્ય, લોકનાટ્ય, લોકચિત્રકલા, લોકકસબ, લોકમાન્યતા વગેરેમાં ‘લોક’ શબ્દ અંગ્રેજી Folkનો સ્વીકૃત…

વધુ વાંચો >

લોકશૈલીનાં માટીનાં ઘરો

લોકશૈલીનાં માટીનાં ઘરો : ઉપલબ્ધ બનેલી લોકસ્થાપત્યવિદ્યા(Folk Architecture)માં સમાવિષ્ટ ગ્રામીણ લોકસમુદાયના નિવાસનો એક પરંપરાગત પ્રકાર. નાનામાં નાનાં જીવડાંથી માંડીને તે હાથી જેવા વિશાળકાય, સિંહ-વાઘ જેવાં માંસાહારી, વાનર જેવાં વૃક્ષનિવાસી, પક્ષી જેવાં ગગનવિહારી, મગર-માછલી જેવાં જળચર પ્રાણીઓ અને સભ્યતા-સંસ્કૃતિનો વિકાસ કરી ચૂકેલા માનવસમુદાયને પોતપોતાનાં નિવાસસ્થાનો છે. કોઈએ ઝાડની બખોલ, પહાડની ગુફા…

વધુ વાંચો >

વહીવંચા બારોટ

વહીવંચા બારોટ : યજમાનના કુળની વ્યક્તિઓનાં નામ અને તેમનાં જીવનકાર્યની મહત્વની વિગતોની પોતાના ચોપડામાં વિધિપૂર્વક ઉચિત નોંધ રાખી અને યથાસમય તેનું વાચન કરતી વ્યાવસાયિક કુળ-ધર્મ ધરાવતી બારોટ કોમની વ્યક્તિઓ. બારોટ સૂત કે ભાટ નામની જ્ઞાતિમાંથી આવ્યા છે અને વિવિધ જ્ઞાતિઓની વિગતો પરંપરાગત વહી(ચોપડો)માં નોંધવી – એ એમનો મુખ્ય વ્યવસાય રહ્યો…

વધુ વાંચો >

વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી

વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી (જ. 1 સપ્ટેમ્બર 1864; અ. 19 જુલાઈ 1942) : ગુજરાતની લોકવિદ્યાના સંશોધન-સંપાદનના આરંભના તબક્કાનાં લેખિકા. તેમણે લોકગીત અને લોકકથાના સંપાદનનું કામ કરેલું છે. પિતા ધનજીભાઈ. પૂતળીબાઈએ એમની 17 વર્ષની વયે લેખનનો આરંભ કરીને અંત સુધી ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યની સેવા કરી હતી. ગુજરાતમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનનો આરંભ…

વધુ વાંચો >

સદયવત્સવીર પ્રબંધ (૧૪૧૦)

સદયવત્સવીર પ્રબંધ (1410) : મધ્યકાલીન ગુજરાતી કવિ ભીમરચિત ચોપાઈનો સળંગ બંધ ધરાવતી પદ્યકથા. આ કૃતિને ‘પ્રબંધ’ તરીકે ઓળખાવાઈ છે. અહીં ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સના પુત્ર સદયવત્સની વીરતાની કથા છે. સંસ્કૃત ‘કથાસરિત્સાગર’ના કથાનક-માળખાનો આધાર લઈને, એમાં જેમ નરવાહન વિવિધ સાહસ-શૌર્ય કરીને ઉત્તમ સુંદરીઓને પત્ની અને પ્રેયસીના રૂપમાં પામે છે તેમ અહીં પણ…

વધુ વાંચો >