હસમુખ હ. પટેલ

સામાજિક મનોવિજ્ઞાન

સામાજિક મનોવિજ્ઞાન : વ્યક્તિના સામાજિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. તેને ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’ પણ કહે છે. વ્યક્તિના સામાજિક વર્તનને જ કેન્દ્રમાં રાખનારા એક વિશિષ્ટ વિજ્ઞાન તરીકે સામાજિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ એ વીસમી સદીની જ ઘટના છે. ખાસ કરીને મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના અભ્યાસોમાં કોઈ કડી ખૂટતી અનુભવાતી ગઈ, તેમાંથી તેમના સમન્વયની…

વધુ વાંચો >

સામાજિક સમસ્યા

સામાજિક સમસ્યા : સમાજના સભ્યો માટે સર્જાતી એવી અનિચ્છનીય સ્થિતિ, જેને સુધારી શકાય તેમ છે એવું લોકો માનતા હોય છે. સામાન્ય લોકોમાં સામાજિક સમસ્યાઓ અંગે ‘સમાજજીવનની વણઊકલી તથા અવગણી પણ ન શકાય તેવી સહિયારી મુશ્કેલીઓ’ તેવા અર્થધ્વનિવાળી સમજ પ્રવર્તતી જોવા મળે છે. આધુનિક સામાજિક વિજ્ઞાનોમાં, ખાસ કરીને સમાજશાસ્ત્રમાં, સામાજિક સમસ્યાની…

વધુ વાંચો >

સામાજિક સંઘર્ષ

સામાજિક સંઘર્ષ : વ્યક્તિઓ વચ્ચે અને જૂથો વચ્ચે વિવિધ સ્વરૂપે પ્રવર્તતા સંઘર્ષો. સામાજિક આંતરક્રિયાના એક સ્વરૂપ તરીકે સામાજિક સંઘર્ષ માનવ-સમાજમાં સાર્વત્રિક છે. આર્થિક તથા રાજકીય અથડામણો, યુદ્ધો, હુલ્લડો, દુશ્મનાવટભરી બદનક્ષી/ગાલિપ્રદાન, કોર્ટોમાં મુકદ્દમા રૂપે ચાલતી તકરારો વગેરે જેવાં અનેકવિધ રૂપોમાં સંઘર્ષ પ્રગટ થાય છે. તદુપરાંત ગુલામી, વેઠ કે શોષણને લગતા વ્યવહારોમાં…

વધુ વાંચો >

સિમેલ જ્યૉર્જ

સિમેલ, જ્યૉર્જ (જ. 1858; અ. 1918) : જર્મન તત્વચિંતક અને સમાજશાસ્ત્રી. જ્યૉર્જ સિમેલ જન્મે યહૂદી હતા; પરંતુ પાછળથી તેઓ લ્યૂથેરાન ખ્રિસ્તી બન્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન તેમનાં વિદ્વત્તાપૂર્ણ 31 નાનાંમોટાં પુસ્તકો અને 256 નિબંધો/લેખો પ્રકાશિત થયાં હતાં. તેમનાં 100 જેટલાં લખાણોનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયો હતો. આવા એક પ્રખર વિચારક…

વધુ વાંચો >

સ્પેન્સર હર્બર્ટ

સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત…

વધુ વાંચો >

હોમાન્સ જ્યૉર્જ કાસ્પર

હોમાન્સ, જ્યૉર્જ કાસ્પર (જ. 11 ઑગસ્ટ 1910, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 1989) : અમેરિકાના સમાજશાસ્ત્રી. ધનિક કુટુંબમાં જન્મ. કુટુંબનું સમૃદ્ધ પુસ્તકાલય જ તેમને શાળા કરતાં પણ વધુ શિક્ષણ આપનાર નીવડ્યું. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું. આ જ યુનિવર્સિટીમાં તેમણે જુનિયર ફેલોથી શરૂ કરીને ક્રમશ: ફૅકલ્ટી-ઇન્સ્ટ્રક્ટર, ઍસોસિયેટ…

વધુ વાંચો >