હરેશ જયંતીલાલ જાની

આર્કિમીડીઝ સ્ક્રૂ

આર્કિમીડીઝ સ્ક્રૂ : આર્કિમીડીઝે પાણી ચડાવવા માટે શોધેલો અને પ્રાચીન સમયથી વપરાતો એક પ્રકારનો પંપ. એક સળિયાની ફરતે સ્ક્રૂના આંટાની જેમ ભૂંગળી વીંટાળીને આ તૈયાર કરવામાં આવે છે. શરૂઆતમાં આની રચનામાં લાકડું, લાકડાની નમ્ય (flexible) પટ્ટીઓ તથા પાણી ચૂએ નહિ (જલઅભેદ્ય, water-proof) તે માટે ડામર વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. સમગ્ર પ્રયુક્તિને…

વધુ વાંચો >

આવર્તિત ચાલન જોડાણ

આવર્તિત ચાલન જોડાણ (harmonic drive linkage) : 1950ના અરસામાં શોધાયેલ ચક્રીય, રેખીય અને કોણીય ગતિઓને અતિ ઊંચા ગુણોત્તર(ratio)માં બદલવાની એક યાંત્રિક પ્રયુક્તિ-(device). આ પ્રયુક્તિની કાર્યક્ષમતા ગતિ બદલનાર રૂઢિગત યંત્રરચના કરતાં ઘણી વધારે છે. આ પ્રયુક્તિના ત્રણ ભાગો હોય છે : (1) વર્તુલાકાર આંતરિક x દાંતા (teeth) ધરાવતી સ્પ્લાઇન (spline). (2)…

વધુ વાંચો >

કામદારવળતર

કામદારવળતર : અકસ્માતને કારણે ઊભી થતી મુશ્કેલીમાં કામદારોને ગુજરાત રાજ્ય તરફથી આપવામાં આવતું વળતર. આ માટે કામદારવળતર ધારો 1923માં ઘડવામાં આવ્યો. તેમાં 1984માં સુધારા કરવામાં આવ્યા છે. કામદારવળતર ધારો કારીગરોને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં પ્રથમ કદમ છે. આ કાયદો ‘વસ્તુની કિંમતમાં કારીગરના શ્રમનો પૂરો સમાવેશ થવો જોઈએ’ તે સિદ્ધાંત ઉપર…

વધુ વાંચો >

કાર્યસંવૃદ્ધિ (job-enrichment)

કાર્યસંવૃદ્ધિ (job-enrichment) : જે કાર્યમાં વિપુલ પ્રમાણમાં વિવિધતા રહેલી હોય, જેમાં ઉચ્ચસ્તરનું જ્ઞાન તથા નિપુણતાની આવશ્યકતા હોય અને જેમાં કારીગરને વધુ સ્વાયત્તતા તથા જવાબદારી સોંપાતી હોય તેવા કાર્યનું આયોજન. ઐતિહાસિક ર્દષ્ટિએ 1940 સુધી વધુ અને વધુ વિશિષ્ટ કાર્યો (specialised jobs) કરવા તરફ વલણ વધતું ગયેલું હતું. ત્યારપછીથી અતિવિશિષ્ટીકરણ (overspecialisation) નહિ…

વધુ વાંચો >

કુહાડી

કુહાડી : કાપવા, ચીરવા, ફાડવા, છેદવા અથવા છોડિયાં ઉતારવા માટે વપરાતું ઓજાર. આ ઓજાર ચલાવવા હાથની શક્તિનો ઉપયોગ થતો હોવાથી તેની ગણતરી હાથ-ઓજારવર્ગમાં થાય છે. માનવની સાથે પથ્થરયુગથી નાતો ધરાવતાં થોડાંક જ ઓજારોમાંનું એક ઓજાર કુહાડી છે. પથ્થરયુગમાં પથ્થરમાંથી બનેલ સાદા ઓજાર તરીકે ઉદભવેલ હાથ-કુહાડી લગભગ 32,000 વર્ષ પૂર્વે લાકડાના…

વધુ વાંચો >

કૅમ

કૅમ : ચક્રીય ગતિને આવર્ત (reciprocating) ગતિ કે ત્રુટક (intermittent) ગતિમાં ફેરવવા કે તેનાથી ઊલટી ગતિ કરવા માટેનો યંત્રનો એક ભાગ. ‘કૅમ’ શબ્દ ઘણું કરીને કૉમ્બ (કૂકડાની કલગી) શબ્દની સાથે સંબંધ ધરાવે છે. આ શબ્દ દ્વારા તકતી કે ચક્રનો કૉમ્બનો આકાર સૂચવાય છે. સરળ રૂપે જોઈએ તો કૅમ પરિવર્તી ત્રિજ્યા…

વધુ વાંચો >

ખીલી/ ખીલા

ખીલી/ ખીલા : બે ઘટકોને એકબીજા સાથે કાયમી રીતે જોડવા માટે જેનો એક છેડો અણીદાર અને બીજો છેડો નાના માથાવાળો હોય તે પ્રમાણે ધાતુના નાના સળિયા કે તારમાંથી બનાવેલ વસ્તુ. ખીલી/ખીલાના મુખ્ય ત્રણ ભાગ છે : (1) માથું, (2) દાંડી અને (3) અણી. ખીલી/ખીલાની લંબાઈ તેના માથાથી અણી સુધીનું માપ…

વધુ વાંચો >

ખેલ-સિદ્ધાંત

ખેલ-સિદ્ધાંત (game theory) : ક્રિયાત્મક સંશોધનની વિવિધ પદ્ધતિઓમાંની એક. ધંધામાં હરીફને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક નિર્ણયો લેવાના હોય ત્યારે ખેલ-સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધન (operation research) એ સમસ્યાના ઉકેલ માટેનો વૈજ્ઞાનિક અભિગમ છે, જેમાં વિવિધ પ્રકારના ગણિતીય મૉડલોનો ઉપયોગ કરી વૈકલ્પિક માર્ગોનું વિશ્લેષણ કરી નિર્ણય લેવાય છે. આ મૉડલોનો…

વધુ વાંચો >

ગણિતીય પૂર્વલેખન

ગણિતીય પૂર્વલેખન (mathematical programming) : પરિમિત પરિમાણીય (finite dimensional) સદિશ અવકાશ(vector space)માં સુરેખ અથવા અસુરેખ વ્યવરોધ(constraints)(સમતા અને અસમતા)થી વ્યાખ્યાયિત ગણમાં, વિધેયનાં ચરમ મૂલ્યો (મહત્તમ અને લઘુતમ) શોધવા અંગેના કૂટપ્રશ્નોના ઉકેલ માટેની સિદ્ધાંત અને પદ્ધતિઓ સાથે સંબંધ ધરાવતી ગણિતશાસ્ત્રની શાખા. સાદી ભાષામાં ઇષ્ટતમ (optimum) મૂલ્યો મેળવવાની પદ્ધતિઓને ગણિતીય પૂર્વલેખન કહે છે.…

વધુ વાંચો >

ગરગડી

ગરગડી (pulley) : દોરડાં, સપાટ પટ્ટા, વી-પટ્ટા અથવા સાંકળની સાથે યોગ કરીને ગતિ અને શક્તિનું સંચારણ કરવા વપરાતું ચપટ, ગોળ અથવા ખાંચેદાર કોરવાળું ચક્ર. ગરગડી બીડના લોખંડ, પોલાદ, પિત્તળ અથવા લાકડામાંથી બનાવવામાં આવે છે. પ્રથમ આકૃતિમાં સાદી ગરગડી હૂક વડે લટકાવેલી દર્શાવેલ છે. આકૃતિ 1 પ્રમાણે સ્થિર ગરગડીમાં વચ્ચે ધરી…

વધુ વાંચો >