હરિવદન હીરાલાલ પટેલ

ઊમાયસિટ્સ (Oomycetes)

ઊમાયસિટ્સ (Oomycetes) : જમીન કે પાણીમાં, વનસ્પતિ કે માછલી પર પરોપજીવી જીવન પસાર કરતી ફૂગ. સૃષ્ટિ : Protophyta (Protista); વિભાગ : Mycota; ઉપવિભાગ : Eumycotina; વર્ગ : Oomycetes. કેટલીક મૃતોપજીવી હોય છે. દેહરચના પ્રાથમિક એકકોષીય સુકાય (thallus) સ્વરૂપ અથવા તો બહુશાખીય તંતુમય કવકજાલ (mycelium) સ્વરૂપ. મોટાભાગની ફૂગ અંશકાયફલિક (ucarpic) હોય…

વધુ વાંચો >

એપિસોમ

એપિસોમ : બૅક્ટેરિયામાં આવેલું બહિરંગસૂત્રીય જનીનિક તત્વયુક્ત દેહકણ (plasmid). સૌપ્રથમ જૅકૉબ અને વૉલમેને (1958) Escherichia coli નામના બૅક્ટેરિયમમાં તેનું સંશોધન કર્યું. E. coliમાં આવેલ F-કારક અને ફેઝ l જેવી DNA ધરાવતા કણો માટે તેમણે ‘એપિસોમ’ નામ આપ્યું. બૅક્ટેરિયાના સામાન્ય રંગસૂત્ર ઉપરાંતનું તે વધારાનું જનીનદ્રવ્ય છે. તે બૅક્ટેરિયલ વિકૃતિ દ્વારા ઉત્પન્ન…

વધુ વાંચો >

ઍમાયલેઝ (amylase)

ઍમાયલેઝ (amylase) : વનસ્પતિજન્ય કાર્બોદિત, સ્ટાર્ચ અને પ્રાણીજન્ય ગ્લાયકોજન બહુશર્કરાઓનું પાચન કે વિઘટન કરનાર સામાન્ય ઉત્સેચકસમૂહ. તે આથવણકારક (fermentable) બહુશર્કરાનું મુખ્યત્વે માલ્ટોઝમાં વિઘટન કરે છે, જ્યારે આથવણ-નિરોધી અને ધીમી ગતિએ આથવણ થતી બહુશર્કરાનું વિઘટન ડેક્સ્ટ્રોઝમાં કરે છે. α-1, 6 બંધન ધરાવતી બહુશર્કરાને ડેક્સ્ટ્રોઝ કહે છે; જ્યારે ખોરાકી બહુશર્કરાને ઍમાયલોઝ કહે…

વધુ વાંચો >

એલોમાયસિસ

એલોમાયસિસ : ભીની જમીન કે મીઠાં જળાશયોમાં વાસ કરનાર કશાધારી ચલિત-કોષી, સૂક્ષ્મજીવી ફૂગની એક પ્રજાતિ. સૃષ્ટિ : માયકોટા; વિભાગ : યૂમાયકોટા; વર્ગ : કાઇડ્રોમાયસેટ્સ; શ્રેણી : બ્લાસ્ટોક્લેડિયેલ્સ; કુળ : બ્લાસ્ટોક્લેડિયેસી; પ્રજાતિ : ઍલોમાયસિસ. ઈ. જે. બટલરે 1911માં ફૂગની આ પ્રજાતિની શોધ ભારતમાં કરી હતી. આ પ્રજાતિના સભ્યો મુખ્યત્વે કાર્બનિક જીવાવશેષો…

વધુ વાંચો >

ઍસેટોબૅક્ટર

ઍસેટોબૅક્ટર : સૃષ્ટિ : પ્રોકેરિયોટા; વર્ગ : સ્કિઝોમાયસેટેસ; શ્રેણી : સ્યૂડોમોનેડેલ્સ; કુળ : ઍસેટોબૅક્ટેરેસી; પ્રજાતિ : ઍસેટોબૅક્ટર. ઇથાઇલ આલ્કોહૉલને એસેટિક ઍસિડ(વિનેગર)માં રૂપાંતર કરનાર દંડ આકારના ગ્રામઋણી વાયુજીવી બૅક્ટેરિયા. એસેટિક ઍસિડના ઉત્પાદન સાથે સંકળાયેલા હોવાથી તે સામાન્યપણે એસેટિક ઍસિડ બૅક્ટેરિયા તરીકે ઓળખાય છે. તે શાકભાજી, ફળ, ખાટાં ફળના રસ અને વિનેગર…

વધુ વાંચો >

ઍસ્કોમાયસિટ્સ

ઍસ્કોમાયસિટ્સ (Ascomycetes) : માનવ સહિત જુદાં જુદાં પ્રાણી તેમજ વનસ્પતિઓમાં મૃતોપજીવી (saprophytic) અથવા પરોપજીવી (parasitic) જીવન પસાર કરનાર, માયકોટા વિભાગના એક વર્ગની ફૂગ. એકકોષીય અથવા તંતુમય દેહરચના. તંતુઓ વિકસિત, શાખીય અને ખંડીય. કોષદીવાલ કાઇટિનયુક્ત. જાતીય પ્રજનનમાં ધાની (ascus), 4થી 1,024 જેટલાં ધાની બીજાણુઓ(ascopores)નું નિર્માણ, દ્વિભાજ (fission), કલિકા (budding), વિખંડન (fragmentation)…

વધુ વાંચો >

ઑપેરોન મૉડેલ

ઑપેરોન મૉડેલ : એક એકમ તરીકે જનીનસમૂહ પ્રોટિન્સ કે ઉત્સેચકના સંશ્લેષણમાં ભાગ ભજવે છે. આ નિયમન કરનારા જનીનોના મૉડેલને ઑપરોન મૉડેલ કહે છે. જે જનીનોનો સમૂહ આ કાર્ય કરે છે. તેને પ્રચાલક અને નિયામક જનીનો કહે છે. રંગસૂત્રો(chromosomes)માં જોડાજોડ આવેલ પ્રયોજક (promotor), પ્રચાલક અને સંરચનાકીય જનીનોનો બનેલો ખંડ. તેની અભિવ્યક્તિ…

વધુ વાંચો >

ઑલિગો ડાયનૅમિક અસર

ઑલિગો ડાયનૅમિક અસર : ધાતુઓનાં લવણોની ક્રિયાશીલતા, ઉપચયન-અપચયન (oxidation-reduction) તંત્રની અસર હેઠળ તીવ્ર બને તે પ્રક્રિયા. ધાતુઓના ટુકડાના સંપર્કથી અથવા તેના સાંનિધ્યમાં બૅક્ટેરિયાનો નાશ કરી પાણી જેવાં પીણાંઓને જંતુરહિત કરવાનો આ એક તરીકો છે. અત્યંત અલ્પ પ્રમાણમાં (ચાંદી 1 : પાણી 100,000,000) આવેલી ચાંદીમિશ્રિત રેતીમાંથી પાણીને પસાર કરવાથી, તેનું નિર્જીવીકરણ…

વધુ વાંચો >

ઑલ્ટરનેરિયા

ઑલ્ટરનેરિયા (Alternaria) : ફૂગમાં આવેલા ડ્યુટેરોમાયસેટિસ વર્ગની ડીમેશીએસી કુળની એક પ્રજાતિ. દુનિયામાં સર્વત્ર ફેલાયેલી આ ફૂગ, મોટેભાગે મૃતોપજીવી (sprophytic) તરીકે, જ્યારે કેટલીક પરોપજીવી (parasitic) તરીકે જીવન ગુજારે છે. આ ફૂગનો ફેલાવો કણીબીજાણુઓ (conidia) દ્વારા થાય છે. કણીબીજાણુઓ હારમાળામાં ગોઠવાયેલા, બહુકોષીય અને આડા તેમજ ઊભા પડદા ધરાવે છે. કણીબીજાણુવૃંત (conidiophore) દૈહિક…

વધુ વાંચો >

પેનિસિલિયમ

પેનિસિલિયમ : આર્થિક રીતે અગત્યની તેમજ સજીવોમાં રોગ ઉપજાવતી ફૂગની એક પ્રજાતિ. એક વર્ગીકરણ મુજબ તેને વનસ્પતિ-સૃષ્ટિના વિભાગ માયકોટા, વર્ગ એસ્કોમાયસિટ્સ, શ્રેણી યુરોશિયેલ્સના યુરોટિયેસી કુળમાં મૂકવામાં આવે છે. હાલમાં ફૂગની ગણના મોટેભાગે વનસ્પતિ-સૃષ્ટિના થેલોફાઇટા વિભાગના યુમાયસેટ્સ ઉપવિભાગ તરીકે થાય છે. પેનિસિલિયમના બીજરેણુધરો (conidiophores) સીધા અને ઉપલે છેડે શાખામય અને તે…

વધુ વાંચો >