હરિદાસ શ્રીધર કસ્તૂરે
આત્રેય પુનર્વસુ
આત્રેય પુનર્વસુ (ઈ. પૂ. 1500થી 1000) : આયુર્વેદના અત્યંત મહત્વના પ્રાચીન ગ્રંથ ‘ચરકસંહિતા’ના વક્તા. સંહિતાગ્રંથોમાં આત્રેય નામથી પુનર્વસુ આત્રેય, કૃષ્ણ આત્રેય અને ભિક્ષુક આત્રેય એમ ત્રણ ઋષિઓનો ઉલ્લેખ મળે છે. તેમાં પુનર્વસુ આત્રેય તે જ કૃષ્ણ આત્રેય એવું વિદ્વાનોનું માનવું છે. પુનર્વસુ આત્રેયનું બીજું એક નામ ‘ચંદ્રભાગી આત્રેય’ મળે છે…
વધુ વાંચો >આમવાત (આયુર્વેદ)
આમવાત (આયુર્વેદ) : એક પ્રકારનો સંધિરોગ (joint disease). આયુર્વેદ અનુસાર સંધિરોગોમાં સૌથી વધુ પ્રમાણ આમવાતનું હોય છે. આધુનિક તબીબી વિજ્ઞાન તેને રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ કહે છે; પણ આયુર્વેદના નિષ્ણાતો રૂમેટૉઇડ જ્વરનો પણ તેમાં સમાવેશ કરે છે. ‘આમ’ સાથે વાતદોષનો પ્રકોપ થતાં ‘આમવાત’ થાય છે. આમ એટલે આહારનો અપક્વ રસ. આમની ઉત્પત્તિ…
વધુ વાંચો >આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન
આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન ભારતનું વૈદક અંગેનું અતિપ્રાચીન શાસ્ત્ર. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને પણ દિવ્ય માનવામાં આવી છે. ચરક, સુશ્રુતાદિ આચાર્યો આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માને છે. જ્ઞાનપરંપરામાં એમ મનાય છે કે સૌપ્રથમ બ્રહ્મદેવે આયુર્વેદનું સ્મરણ કર્યું. તેમણે તે દક્ષ પ્રજાપતિને આપ્યું અને તેમની પાસેથી પ્રાપ્ત કરીને અશ્વિનીકુમારો દેવોના ચિકિત્સક તરીકે…
વધુ વાંચો >આરોચક (અરોચક, અરુચિ)
આરોચક (અરોચક, અરુચિ) : ખાવાપીવાની રુચિ ન થાય તે રોગ. વાત, પિત્ત અને કફને કોપાવનાર ખોરાક, શોક, ભય, અતિલોભ, ક્રોધ, અપથ્ય ભોજન વગેરે આ રોગનાં કારણો ગણાય છે. ભૂખ ન લાગવી અને મોઢામાં ખોરાકનો ખરો સ્વાદ ન જણાવો તે આ રોગનાં લક્ષણો છે. હિંગાષ્ટક ચૂર્ણ, ચિત્રકાદિ ચૂર્ણ, લવણ-ભાસ્કર ચૂર્ણ, અજમોદાદિ…
વધુ વાંચો >ઊરુસ્તંભ
ઊરુસ્તંભ : સાથળ જકડાઈ જાય, હલનચલન મર્યાદિત થાય કે સંપૂર્ણપણે અટકી જાય તેવો રોગ. સુશ્રુતે આનો વાતવ્યાધિમાં સમાવેશ કર્યો છે, જ્યારે ચરકે તેને કફજન્ય ગણીને ઊરુસ્તંભ નામથી સ્વતંત્ર રોગ તરીકે વર્ણવ્યો છે. અત્યંત શીત, સ્નિગ્ધ, રુક્ષ અને ગુરુ પદાર્થોનું સેવન, અજીર્ણમાં ભોજન વગેરેથી વધતો આમદોષ, પિત્ત તથા મેદની સાથે સાંધામાં…
વધુ વાંચો >ઔષધસેવનવિધિ (આયુર્વેદ)
ઔષધસેવનવિધિ (આયુર્વેદ) : ઔષધને લેવાની ઋતુ, સમય, ઔષધનું પ્રરૂપ, ઔષધ લેવાની રીત વગેરેને આવરી લેતું આયુર્વેદનું વિશિષ્ટ અંગ. કાળ, વ્યાધિ અને ઔષધદ્રવ્યની પ્રકૃતિ ઉપર તે આધાર રાખે છે. (क) કાલઆધારિત વિધિ : આના દસ પ્રકાર છે – (i) અનન્ન : આમાં નરણે કોઠે ઔષધ લઈને તે પચી જાય પછી જ…
વધુ વાંચો >કાશ્યપસંહિતા
કાશ્યપસંહિતા : સાંપ્રત ‘વૃદ્ધ જીવકતંત્ર’ નામે પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથનું મૂળ નામ. ચરકસંહિતાના પ્રવક્તા જેમ આત્રેય છે અને સુશ્રુતસંહિતાના ઉપદેશક જેમ ધન્વંતરિ છે તેમ ‘કાશ્યપસંહિતા’ના પ્રવક્તા કશ્યપ રહ્યા છે. કશ્યપે કહેલી તે ‘કાશ્યપસંહિતા’. મહર્ષિ કશ્યપનું નામ ‘મરીચિ કશ્યપ’ તરીકે પણ આવે છે. ચરકસંહિતામાં પણ મારીચ કશ્યપનો ઉલ્લેખ છે. ઋચિકપુત્ર જીવકે કાશ્યપતંત્રનો…
વધુ વાંચો >કાસ
કાસ : ખાંસી કે ઉધરસનો રોગ. આયુર્વેદમાં કાસ રોગની ઉત્પત્તિનાં અનેક કારણો આપ્યાં છે. મુખ, નાક, કે ગળામાં ધુમાડાનો તેમજ ધૂળનો પ્રવેશ થવાથી, વાયુ દ્વારા પ્રેરિત આમરસ મુખમાં આવી જવાથી, અતિરુક્ષ શીત – સ્નિગ્ધ – ખાટું – ખારું ભોજન કરવાથી, અધિક વ્યાયામ કરવાથી તેમજ છીંકના વેગો રોકવાથી કાસ ઉત્પન્ન થાય…
વધુ વાંચો >ક્ષારપાણિ
ક્ષારપાણિ (ઈ. પૂ. 1000) : ક્ષારપાણિ પુનર્વસુ આત્રેયના છ શિષ્યોમાંના એક. આત્રેય પાસેથી તેમને આયુર્વેદનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે ‘ક્ષારપાણિ તંત્ર’ અથવા ‘ક્ષારપાણિ સંહિતા’ લખી છે જે આજે પ્રાપ્ય નથી પણ ‘ક્ષારપાણિ સંહિતા’ના સંદર્ભો જેજ્જટ, ચક્રપાણિ, ડલ્હણ, અરુણદત્ત, વિજયરક્ષિત, શ્રીકંઠ દત્ત તથા નિશ્ચલકર જેવા ટીકાકારોએ ટીકામાં આપ્યા છે.…
વધુ વાંચો >