હંગેરિયન સાહિત્ય
આડી, એન્ડ્રે
આડી, એન્ડ્રે (જ. 22 નવેમ્બર 1877; ઍર્મિન્ઝેન્ટા, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1919, ગુડાપેસ્ટ, હંગેરી) : હંગેરીના વીસમી સદીના સૌથી મહાન ઊર્મિકવિ. શાળા છોડ્યા બાદ થોડો સમય કાયદાનો અભ્યાસ કરેલો. 1899માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વર્સેક’ પ્રગટ થયો હતો. 1900થી મૃત્યુ પર્યંત પત્રકાર તરીકે કામ કરેલું. 1915માં તેમનું લગ્ન બર્થા બોન્ઝા સાથે…
વધુ વાંચો >કૉસ્લર આર્થર
કૉસ્લર, આર્થર (જ. 5 સપ્ટેમ્બર 1905, બુડાપેસ્ટ; અ. 3 માર્ચ 1983, લંડન) : પ્રસિદ્ધ હંગેરિયન નવલકથાકાર. મૂળ રશિયન વંશના. વિયેનાની યુનિવર્સિટીમાં અભ્યાસ. 1926માં ઝાયોનિઝમના અનુયાયી તરીકે પૅલેસ્ટાઇન ગયા. પાછળથી જર્મનીના છાપામાં વિજ્ઞાન- વિભાગના તંત્રી. ઉત્તર ધ્રુવ પ્રદેશની સંશોધક ટુકડીમાં વૃત્તાંતનિવેદક તરીકેની કામગીરી તેમને સોંપાઈ હતી. 1931માં સામ્યવાદી બનીને તે રશિયા…
વધુ વાંચો >મૉડાચ, ઇમ્રે
મૉડાચ, ઇમ્રે (જ. 21 જાન્યુઆરી 1823, હંગેરી; અ. 5 ઑક્ટોબર 1864, હંગેરી) : હંગેરીના કવિ. ‘ધ ટ્રૅજેડી ઑવ્ મૅન’ (1861) નામક તેમના મહત્વાકાંક્ષી પદ્યનાટકથી તેમને વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. તે હંગેરીના સૌથી મહાન તત્વદર્શી (philosophic) કવિ લેખાય છે. તેમના ઉત્કટ રસના વિષયો અનેક હતા. વકીલાત, સરકારી નોકરી અને પાર્લમેન્ટના સભ્ય…
વધુ વાંચો >હંગેરિયન ભાષા અને સાહિત્ય
હંગેરિયન ભાષા અને સાહિત્ય : પ્રોટો-યુરેલિક કુળમાંથી ઊતરી આવેલ ફિનો-યુગ્રિક ભાષાજૂથમાંની એક. આમાં હંગેરિયન, ફિન્નિશ અને ઇસ્ટોનિયન ભાષાઓના બોલનારની સંખ્યા વિશેષ છે. રશિયાના ખાંટ, વેપ્સ અને માનસી લોકોની ભાષાઓ લગભગ મૃતપ્રાય થઈ છે. હંગેરીની રાજ્યભાષા હંગેરિયન કે માગ્યાર હંગેરી સિવાય રોમાનિયા, ચેકોસ્લોવૅકિયા અને યુગોસ્લાવિયામાં પણ બોલાય છે. સાઇબીરિયાની ઓબ નદીના…
વધુ વાંચો >