સોનલ મણિયાર

આદિવાસી અને નૃવંશવિષયક સંગ્રહાલય

આદિવાસી અને નૃવંશવિષયક સંગ્રહાલય : આદિવાસી જીવનશૈલીનું સંગ્રહાલય. આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ, આભૂષણો અને તેમના જીવન સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ચીજવસ્તુઓની સમજ આપતાં સંગ્રહાલયો. ભારતમાં અનેક જગ્યાએ આ સંગ્રહાલયો વિકસ્યાં છે. આધુનિક પ્રવાહમાં અનેક જાતિઓની સંસ્કૃતિમાંથી મૌલિકતા લુપ્ત થતી જાય છે. તેમનાં રહેઠાણો, પહેરવેશ, આભૂષણો, બોલી…

વધુ વાંચો >

નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી

નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી (સ્થાપના : 1954) : ભારત સરકારે ઊભું કરેલું આધુનિક કલાપ્રવૃત્તિનું રાષ્ટ્રીય કેન્દ્ર. આધુનિક કલા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે સ્થાપેલી આ સંસ્થા સાંસ્કૃતિક વિભાગને ઉપક્રમે પ્રવૃત્તિ કરે છે. આધુનિક કલાકારોની કૃતિઓને એકત્રિત કરી તેનાં પ્રદર્શનો યોજવાં, કલાને લગતી વિવિધ કાર્યશાળાઓ યોજવી અને…

વધુ વાંચો >

પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ

પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ : રાજસ્થાનની વીંટા કે પટ્ટ દ્વારા ચિત્રકથા પ્રસ્તુત કરવાની લોકકલાનો જાણીતો પ્રકાર. ચિત્રિત તંબૂની કપડા કે કાગળના વીંટાવાળી દીવાલ પર ચિત્રો દોરાયેલાં હોય છે. વીંટો ક્રમે ક્રમે સામે ઉઘાડવામાં આવે છે અને એ રીતે પ્રેક્ષકો ચિત્રકાર-કથાકારની કહેણીની મદદથી એક પછી એક, આંખ સામે આવતાં ચિત્રો…

વધુ વાંચો >

પિઠોરો

પિઠોરો : રાઠવા આદિવાસીઓની લોકકળાશૈલી. પૂર્વીય ગુજરાત અને પ્રશ્ચિમી મધ્યપ્રદેશના વિસ્તારોમાં તે પ્રચલિત છે. છોટા ઉદેપુર નર્મદા અ વડોદરા જિલ્લાના રાઠવા આદિવાસીઓ ઘરની દીવાલો પર તેનું ચિતરામણ કરાવે છે, જેનું ધાર્મિક મહત્વ છે. આ રાઠવા આદિવાસીઓ ‘પિઠોરો’ને એમનો અગત્યનો દેવ માને છે અને તેને તેઓ આદરપૂર્વક ‘બાબો પિઠોરો’ કહે છે.…

વધુ વાંચો >

પુરાતત્ત્વ (ત્રૈમાસિક)

પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…

વધુ વાંચો >

પુસ્તકસંગ્રહાલય (bookmuseum)

પુસ્તકસંગ્રહાલય (bookmuseum) : પ્રાચીન, વિરલ તથા કોઈક રીતે વિશિષ્ટતા ધરાવતા મુદ્રિત ગ્રંથો, હસ્તપ્રતો તથા આનુષંગિક વસ્તુઓનો સાર્વજનિક પ્રદર્શનના હેતુથી કરાયેલો સંગ્રહ તથા તેવો સંગ્રહ ધરાવતું સ્થળ. પ્રાચીન ભારતમાં પુસ્તકાલયો હતાં. નાલંદા, તક્ષશિલા, વલભી, વિક્રમશીલા જેવી વિદ્યાપીઠોના સરસ્વતીભંડારો જગપ્રસિદ્ધ હતા. વિશેષ અવસરે તેમનાં પ્રદર્શનો યોજાતાં, પણ બહુધા તે નિયમિત અભ્યાસીઓને જ…

વધુ વાંચો >

પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલય (Natural History Museum)

પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલય (Natural History Museum) : સંગ્રહાલયનો એક પ્રકાર, જ્યાં વન્ય જીવો આદિનાં શબને ચર્મપૂરણ કરી તેમની પ્રાકૃતિક પશ્ચાદભૂમાં વિહરતાં હોય તે રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. પ્રાચીન કાળથી માણસ પ્રાણીઓને રસપૂર્વક નીરખતો આવ્યો છે. નગર અને ગ્રામીણ વસાહતોના વિસ્તાર સાથે વન્ય પ્રાણીઓ આત્મરક્ષા માટે વનમાં ઊંડાણમાં ખસતાં ગયાં, આથી…

વધુ વાંચો >

પ્રભાસપાટણ મ્યુઝિયમ

પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ : જૂનાગઢ જિલ્લામાં વેરાવળ નજીક આવેલું પુરાતત્વીય સંગ્રહાલય. તેની સ્થાપના સૌરાષ્ટ્ર રાજ્યની સરકારે 1951માં કરી હતી. તેમાં પથ્થરનાં શિલ્પો, અભિલેખો, સિક્કા વગેરેનો સંગ્રહ છે. તેના માટીકામના વિભાગમાં નગરાના ટેકરામાંથી ખોદકામ દ્વારા મેળવેલ અમૂલ્ય અભિલેખો છે. શિલાલેખોના વિભાગમાં સંસ્કૃત, અરબી, ફારસી, જૂની ગુજરાતી વગેરે ભાષાના, મોટાભાગના બારમી સદીના…

વધુ વાંચો >

પ્રાચ્યવિદ્યા મંદિર [Oriental Institute (1927)]

પ્રાચ્યવિદ્યા મંદિર [Oriental Institute (1927)] : ભારતીય પ્રાચીન સાહિત્યનાં દુર્લભ પુસ્તકો તથા હસ્તપ્રતોનો સંગ્રહ, તેમનું સંરક્ષણ અને પ્રકાશન કરતી સંસ્થા. એવાં પુસ્તકોનો વિદ્વાનો અને સામાન્ય પ્રજા સુધી પ્રચાર-પ્રસાર કરવો એ આ સંસ્થાનો પ્રમુખ ઉદ્દેશ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (1863–1939) પોતાની પ્રજા અને સમાજના સર્વતોમુખી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા…

વધુ વાંચો >

પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ ઑવ્ વેસ્ટર્ન ઇન્ડિયા

પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ ઑવ્ વેસ્ટર્ન ઇન્ડિયા, મુંબઈ (છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય): પ્રિન્સ ઑવ્ વેલ્સ(જ્યૉર્જ પાંચમા)ની 1905ની મુંબઈ મુલાકાતના કાયમી સંભારણારૂપ સાર્વજનિક સંગ્રહાલય. મુંબઈ યુનિવર્સિટી અને ગેટવે ઑવ્ ઇન્ડિયા વચ્ચેના કાલાઘોડા વિસ્તારમાં તે આવેલું છે. 1892માં સંગ્રહાલય સ્થાપવા અંગે ઠરાવ થયેલો. તે ઊભું કરવા પાછળ મૂળ આશય દેશના હુન્નર-ઉદ્યોગોને…

વધુ વાંચો >