સુશ્રુત પટેલ
અધોયુતિ અને ઊર્ધ્વયુતિ
અધોયુતિ અને ઊર્ધ્વયુતિ (inferior conjunction and superior conjunction) : સૂર્યવર્તી ગ્રહો (inferior planets) પૈકી કોઈ ગ્રહ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવીને ત્રણે એક-સીધ(aligment)માં ગોઠવાયેલાં દેખાય તે અધોયુતિ યા અંતર્યુતિ. જ્યારે કોઈ પણ બે કે વધુ ખગોળીય પિંડો અંતરીક્ષમાં એકમેકની પાસે આવી જાય, એક કતારમાં ગોઠવાઈ જાય કે પછી નિર્ધારિત સીધમાં…
વધુ વાંચો >અપસૌર બિંદુ અને ઉપસૌર બિંદુ
અપસૌર બિંદુ અને ઉપસૌર બિંદુ (aphelion and perihelion) : ગ્રહ, લઘુગ્રહ, ધૂમકેતુ યા એવા જ કોઈ પિંડની ભ્રમણકક્ષામાં સૂર્યથી અનુક્રમે મહત્તમ અને લઘુતમ અંતરે આવેલાં સ્થાનો. પૃથ્વી ઉપરથી સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જણાશે કે આખું વર્ષ સૂરજનું બિંબ એકસરખું દેખાતું નથી. મતલબ કે વર્ષના અમુક ચોક્કસ દિવસો દરમિયાન સૂર્યબિંબના ભાસમાં એકસરખાપણું…
વધુ વાંચો >અલ્ગોન્ક્વિન રેડિયો ઑબ્ઝર્વેટરી
અલ્ગોન્ક્વિન રેડિયો ઑબ્ઝર્વેટરી : કૅનેડાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલ-સંચાલિત ઑન્ટારિયોના અલ્ગોન્ક્વિન પાર્ક ખાતે આવેલી રેડિયો-વેધશાળા. એના રેડિયો-ટેલિસ્કોપનો વ્યાસ 46 મીટર (150 ફૂટ) છે અને તે 3 સેમી. સુધીની તરંગ-લંબાઈ ઉપર કામ કરી શકે છે. કૅનેડાનું આ મોટામાં મોટું રેડિયો-ટેલિસ્કોપ છે. પ્રકાશનાં મોજાંની સરખામણીમાં રેડિયો-મોજાંની તરંગ-લંબાઈ વધુ લાંબી હોવાથી રેડિયો-ટેલિસ્કોપની વિભેદન-ક્ષમતા (resolving…
વધુ વાંચો >અલ્-બત્તાની
અલ્-બત્તાની (જ. આશરે 858, હરાન, તુર્કી; અ. 929, સમરા, ઇરાક) : આરબ ખગોળશાસ્ત્રી–ગણિતશાસ્ત્રી. મૂળ આખું અરબી નામ અબુ અબ્દ અલ્લાહ મોહંમદ ઇબ્ન જબીર ઇબ્ન સિનાન અલ-બત્તાની અલ-હરર્રાની અસસબિ. એને લૅટિનમાં ‘અલબતેનિયસ’ (Albatenius) તરીકે ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે ઈ. સ. 858માં ઉર્ફા પાસે આવેલ હરાન ખાતે અથવા તો…
વધુ વાંચો >અલ્-બિરૂની
અલ્-બિરૂની (જ. 5 સપ્ટેમ્બર 973, કાથ, ઉઝબેકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1048, ગઝની, અફઘાનિસ્તાન) : આરબ ખગોળશાસ્ત્રી, ઇતિહાસકાર અને બહુશ્રુત વિદ્વાન. મૂળ નામ અબૂરેહાન મુહંમદ. પિતાનું નામ અહમદ. અર્વાચીન ઉઝબેકિસ્તાનના કાથ(કાસ) (= ખીવ)ના ઉપનગર(બિરૂન)માં જન્મ. તેથી અલ-બિરૂની કહેવાયો. વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી બુખારા, જુર્જાન, રે (Rayy) વગેરે સ્થળોએ ફરીને…
વધુ વાંચો >અલ્-સૂફી યા અસ્સૂફી
અલ્-સૂફી યા અસ્સૂફી (જ. 7 ડિસેમ્બર 903, રે, ઇરાન; અ. 25 મે 986, સિરાઝ, પર્સિયા) : ઈરાનનો ખગોળશાસ્ત્રી અબુલ-હુસેન અસ્સૂફી (એઝોફી). કેટલાક સંદર્ભોમાં એનાં બીજાં બે નામ પણ જોવા મળે છે : અબદુર્ રેહમાન સૂફી અને અબ્દુલ રહેમાન સૂફી. આમ તો મોટાભાગના પ્રાચીન તથા મધ્યયુગીન આરબ ખગોળશાસ્ત્રીઓ આકાશમાં ગ્રહોના વેધ…
વધુ વાંચો >અલ્-હસન
અલ્-હસન (જ. 1 જુલાઈ 965, બસરા, ઇરાક; અ. 6 માર્ચ 1040, કેરો, ઇજિપ્ત) : આરબ ભૌતિકશાસ્ત્રી. મૂળ આખું અરબી નામ અબુ-અલી-અલ્-હસન ઇબ્ન અલ્-હેયતામ (યા હૈશમ). એની પાછલી જિંદગી કેરો(કાહિરા, મિસર)માં વીતી હતી. અલ્-હસન અને મિસરના તત્કાલીન ખલીફા અલ્-હકીમ અંગે બે વિરોધાભાસી કિંવદંતીઓ પ્રચલિત છે. નાઈલ નદીનાં વિનાશકારી પૂરને ખાળી શકે…
વધુ વાંચો >અંતરીક્ષ અન્વેષણો
અંતરીક્ષ અન્વેષણો (Space Exploration) પૃથ્વીના વાતાવરણની બહાર, બ્રહ્માંડના સમગ્ર વિસ્તારમાં અંતરીક્ષયાનોની મદદથી કરવામાં આવતાં અન્વેષણો. આ પ્રકારનાં અન્વેષણોમાં સાઉન્ડિંગ રૉકેટ, પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં ઘૂમતા કૃત્રિમ ઉપગ્રહો, ચંદ્ર અને ગ્રહોના અન્વેષણ માટેનાં અંતરીક્ષયાનો તથા ગહન અંતરીક્ષનાં અન્વેષી યાનોનો સમાવેશ થાય છે. 4 ઑક્ટોબર, 1957ના દિવસે સોવિયેટ સંઘ દ્વારા દુનિયાનો પ્રથમ કૃત્રિમ…
વધુ વાંચો >આર. આર. વીણાતારક
આર. આર. વીણાતારક (R. R. Lyrae) : એક પ્રકારના વીણા-તારામંડળ(Lyrae)માંના રૂપવિકારી (variable) તારા. વિલ્હેમ્લીના ફ્લેમિંગે (1899-1910)માં આ પ્રકારના 222 તારાઓ અને સ્ફોટક તારાઓ (novae) શોધી કાઢેલા. જે તારાઓના તેજમાં આવર્તી (periodic) વધઘટ થતી હોય તેમને પરિવર્તનશીલ કે રૂપવિકારી તારા કહે છે. તારો ઝાંખો બની પાછો મૂળ જેટલો તેજસ્વી થાય તેટલા…
વધુ વાંચો >