સુશ્રુત પટેલ

ઈફેલ્સબર્ગ રેડિયો ઑબ્ઝર્વેટરી

ઈફેલ્સબર્ગ રેડિયો ઑબ્ઝર્વેટરી : પશ્ચિમ જર્મનીના ઈફેલ પર્વતવિસ્તારના ઈફેલ્સબર્ગ નામના સ્થળે બૉનની પશ્ચિમે 40 કિલોમીટર દૂર આવેલી રેડિયો-વેધશાળા. તેનું સંચાલન બૉન ખાતે આવેલી મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થતું હોવાથી, તે મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર રેડિયો ઍસ્ટ્રૉનૉમી તરીકે પણ ઓળખાય છે. બધી જ દિશામાં સહેલાઈથી ઘુમાવી શકાય તેવો વિશ્વનો મોટો રેડિયો-ટેલિસ્કોપ…

વધુ વાંચો >

ઈરેટૉસ્થિનીસ

ઈરેટૉસ્થિનીસ (જ. આશરે ઈ. સ. પૂ. 276, સાયરીન આજનું શહાન, લિબિયા; અ. આશરે ઈ. સ. પૂ. 196, ઍલેક્ઝાંડ્રિયા) : ગ્રીક ખગોળશાસ્ત્રી, ભૂગોળવેત્તા, ભૂમાપનજ્ઞ રમતવીર અને ઇતિહાસકાર. પ્રાથમિક શિક્ષણ એના જ ગામના પ્રખ્યાત કવિ કૅલિમૅક્સ પાસેથી મેળવી વધુ અભ્યાસાર્થે તે એથેન્સ ગયો. ઇજિપ્તના રાજા ટૉલેમી ત્રીજાએ પોતાના પુત્રના શિક્ષક તરીકે ઍલેક્ઝાંડ્રિયામાં…

વધુ વાંચો >

ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)

ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)  (જ. ઈ. સ. 683; અ. ઈ. સ. 727) : ચીની બૌદ્ધ તાંત્રિક સાધુ, ખગોળવેત્તા, ગણિતશાસ્ત્રી અને સંશોધક. ઈસુની સાતમી સદીમાં, જ્યારે ચીનમાં થાંગ (Tang) રાજવંશનું શાસન (ઈ. સ. 618થી 906) ચાલતું હતું ત્યારે ભારતના ઘણા ખગોળશાસ્ત્રીઓ ચીન ગયા હતા અને ત્યાં રાજકીય પંચાંગ બનાવવામાં મદદ…

વધુ વાંચો >

ઉલ્કા-કૅમેરા

ઉલ્કા-કૅમેરા (meteor camera) : આકાશમાં ઉલ્કાપથની ઊંચાઈ, ભ્રમણકક્ષા, ઉલ્કાનો વેગ વગેરેની જરૂરી માહિતી મેળવતો કૅમેરા. માપનપદ્ધતિને ત્રિકોણીય સર્વેક્ષણ કે ત્રિભુજ માપનપદ્ધતિ (triangulation system) કહે છે. આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ 1978માં ઉલ્કાના અભ્યાસ માટે કરવામાં આવ્યો હતો. તેનું શ્રેય બ્રાન્ડેસ (H. W. Brandes) અને બેન્ઝનબર્ગ (Benzenberg) નામના બે જર્મન વૈજ્ઞાનિકોને ફાળે…

વધુ વાંચો >

ઊડતી રકાબી

ઊડતી રકાબી (flying saucer) : આકાશમાં દેખાતા ઊડતા અપરિચિત પદાર્થો અથવા વિલક્ષણ પ્રકાશપુંજની ઘટના. ક્યારેક એની સાથે ધડાકા કે સિસોટી જેવો સુસવાટ પણ ભળે છે. આ પૈકીના કેટલાક પદાર્થોના આકાર બદલાતા હોવાનું નોંધાયું છે. વળી આ દેદીપ્યમાન પદાર્થોના રંગ પણ બદલાતા હોવાનું જોવામાં આવ્યું છે. વ્યાવહારિક જ્ઞાન અને સમજથી જેનો…

વધુ વાંચો >

એક્સ-કિરણો (ક્ષ-કિરણો)

એક્સ-કિરણો (ક્ષ-કિરણો) વિદ્યુતચુંબકીય વર્ણપટમાં, નાની તરંગલંબાઈ તરફ 0.05 Åથી 100 Åની મર્યાદામાં આવેલું અર્દશ્ય, વેધક (penetrating) અને આયનીકારક (ionising) શક્તિશાળી વિદ્યુતચુંબકીય વિકિરણ (તરંગો). [તરંગલંબાઈ માપવાનો માત્રક (unit) ઍન્ગસ્ટ્રૉમ છે, જેને સંજ્ઞામાં Å વડે દર્શાવાય છે. તે એક સેમી.નો દસ કરોડમો ભાગ છે, માટે  જર્મન ભૌતિકશાસ્ત્રી ગોલ્ડસ્ટાઇન (1850-1930), બ્રિટનના વિલિયમ ક્રુક્સ…

વધુ વાંચો >

ઓપિક, અર્નેસ્ટ જૂલિયસ

ઓપિક, અર્નેસ્ટ જૂલિયસ (જ. 23 ઑક્ટોબર 1893, કુન્દા અસ્તોનિયા, રશિયા; અ. 10 સપ્ટેમ્બર 1985, આયર્લેન્ડ, યુ. કે.) : અસ્તોનિયન આઇરિશ ખગોળશાસ્ત્રી. રશિયાની વાયવ્ય દિશાએ બાલ્ટિક સમુદ્ર તરફ આવેલું અસ્તોનિયા, જે ‘અસ્તોનિયન સોવિયેટ સોશ્યલિસ્ટ રિપબ્લિક’ (અસ્તોનિયન એસ.એસ.આર.) તરીકે ઓળખાતું હતું, તે હવે સોવિયેત સોશ્યલિસ્ટ રિપબ્લિકમાંથી છૂટું પડી સ્વતંત્ર રાષ્ટ્ર બનેલ છે.…

વધુ વાંચો >

ઓપિક-ઊર્ત-વાદળ

ઓપિક-ઊર્ત-વાદળ (‘O’ Pik-Oort Cloud) : અર્નેસ્ટ જૂલિયસ ઓપિક (એસ્તોનિયન આઇરિશ ખગોળશાસ્ત્રી – 1893થી 1985) અને જાન હેન્રિક ઊર્ત (ડચ ખગોળશાસ્ત્રી, 1900) બંનેએ સંયુક્ત રીતે સ્થાપેલો ધૂમકેતુમેઘનો વાદ. આ વાદ અનુસાર સમગ્ર સૂર્યમંડળ કેન્દ્રસ્થાને હોવાનું અને તેની ફરતે આવેલા એક ગોળામાં અબજો ધૂમકેતુઓ આવેલા હોવાનું ધારવામાં આવે છે. ધૂમકેતુઓના વિશાળ સંગ્રહસ્થાન…

વધુ વાંચો >

ઑલ-સ્કાય કૅમેરા

ઑલ-સ્કાય કૅમેરા (all-sky camera) : આકાશીય ગુંબજ અને ક્ષિતિજવર્તુળને એક જ છબીમાં આવરી લેતો કૅમેરા. આકાશ અને પૃથ્વી જ્યાં મળતાં દેખાય એ હદરેખાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. ઉત્તર તરફ મોં રાખીને જમણી તરફ ઘૂમતા જઈએ તો અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને છેલ્લે ઉત્તર દિશા આવે. આ રીતે બધી જ દિશાઓને…

વધુ વાંચો >

કલકત્તા ઑબ્ઝર્વેટરી

કલકત્તા ઑબ્ઝર્વેટરી : તેની સ્થાપના ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, તે કાળના ભારતના ‘સર્વેયર જનરલ’ વી. બ્લાકર(1778-1826)ની માગણીને ધ્યાનમાં લઈને 1825માં કરી હતી. વેધશાળાની સ્થાપનાનો આશય મોજણી(સર્વેક્ષણ)ના કાર્યમાં સ્થળના અક્ષાંશ વગેરે જાણી વધુ ચોકસાઈ આણવાનો હતો. આરંભમાં મુખ્યત્વે ત્રણેક ઉપકરણો વસાવવામાં આવ્યાં : પાંચ ફૂટની કેન્દ્રલંબાઈ (focal length) ધરાવતું યામ્યોત્તર યંત્ર કે…

વધુ વાંચો >