સુરેશભાઈ યશરાજભાઈ પટેલ

મેથી

મેથી : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trigonella foenum–graecum Linn. (સં. મેથિકા, અશ્વબલા; મ. હિં. બં. ગુ., મેથી; ક. મેથક, મેથય; તે. મેંલ; ત. વેંદાયામ; મલ. ઊળુવા; અં. ફેનુગ્રીક) છે. તેનું મૂળ વતન ઈશાન યુરોપ અને પશ્ચિમ આફ્રિકા છે. તે કાશ્મીર, પંજાબ અને…

વધુ વાંચો >

રંધાવા, એન. એસ.

રંધાવા, એન. એસ. (જ. 13 માર્ચ 1927, નવશેરા પાનું, જિ. અમૃતસર; અ. 25 નવેમ્બર 1996) : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કૃષિવિજ્ઞાની અને સંશોધક. તેમણે બી.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની પદવી 1947માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લયાલપુર(જે હાલ પાકિસ્તાનમાં છે)માંથી; એમ.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની 1956માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડી.ની પદવી જમીનવિજ્ઞાન વિષય સાથે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી,…

વધુ વાંચો >

વરી

વરી : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Panicum miliaceum Blanco (હિં. ચેના, બારી; બં. ચીણા; મ. ગુ. વરી; ત. પાનીવારાગુ; તે. વારીગા; ક. બારાગુ; પં. ઓરિયા, ચીના, બચારી બાગમુ; અં. કૉમન મીલેટ, પ્રોસોમીલેટ, હૉગ મીલેટ) છે. તેનું મૂળ વતન પૂર્વ કે મધ્ય એશિયા માનવામાં આવે…

વધુ વાંચો >

વાલ

વાલ : દ્વિદળી વર્ગમાં આવેલા ફોબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dolichos lablab (Roxb.) L. (હિં. સેમ; બં. લથુંઆ; મ. ગુ. વાલ; તે. પપ્પુકુરા; ત. પારૂપ્યુ કીરાઈ; મલ. શમાચા; ક. અવારે; અં. ઇંડિયન બીન) છે. કઠોળ વર્ગના આ પાકનો ઉપયોગ શાકભાજીમાં લીલા દાણા અને શિંગો તરીકે થાય છે અને…

વધુ વાંચો >

વાવણીયંત્ર

વાવણીયંત્ર : વાવણી કરવા માટે ઉપયોગમાં લેવાતું યંત્ર. ખેતરમાં વાવણીયંત્ર દ્વારા બીજની થતી વાવણી એ એક કૌશલ્યનો વિષય છે. વ્યવસ્થિત વાવણી કરવાથી એકમ વિસ્તારમાં બીજની સંખ્યા જળવાય છે અને તેમની જરૂરી ઊંડાઈએ વાવણી થાય છે. પાસે-પાસેની હાર વચ્ચેનું અંતર અને પ્રત્યેક હારમાં બે છોડ વચ્ચેનું અંતર જળવાય છે. બીજની વાવણી…

વધુ વાંચો >

વાંસ

વાંસ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું વનીય વૃક્ષ. તેનાં વૈજ્ઞાનિક નામ જાતિના નામને આધારે જુદાં જુદાં છે : (1) Bambusa arundinacea willd (2n=72); (2) B. bambos Druce – આ બંને વાંસની સામાન્ય જાતિઓ છે; અને (3) Dendrocalamus strictus Nees (2n=38)ને નર વાંસ, કીટી કે રાક્ષસી વાંસ કહે છે. Dracaena…

વધુ વાંચો >

વિદારી કંદ (ભોંયકોળું)

વિદારી કંદ (ભોંયકોળું) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomea digitata Linn. (સં. ક્ષીરવિદારી; હિં. બિલાઈ કંદ, વિદારી કંદ; મ. ભુયકોહોળા, હળદ્યાકાંદા; ક. નેલકુંબલ; મલ. મુતાલકાંતા; ત. ફલમોગડ્ડીર; તે. ભૂચક્રડી) છે. I. Paniculata, I. mauritiana અને Pueraria tuberosa(કુળ : ફેબેસી)ને પણ વિદારી કંદ કહેવામાં આવે…

વધુ વાંચો >