સુમંતરાય ભીમભાઈ નાયક

સંદર્ભ-તંત્ર (reference frames)

સંદર્ભ–તંત્ર (reference frames) : જેના સાપેક્ષે કણ કે બિંદુના સ્થાન કે ગતિનાં માપ લેવાતાં હોય તેવું દૃઢ નિર્દેશ-તંત્ર. પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ સ્થાનને અક્ષાંશ અને રેખાંશ વડે દર્શાવવામાં આવે છે. અહીં પૃથ્વી નિર્દેશ-તંત્ર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P એક બિંદુ છે. તેનું સ્થાન નક્કી કરવું છે. એ માટે દરેક…

વધુ વાંચો >

સાંખ્યિકીય યંત્રશાસ્ત્ર (Statistical Mechanics)

સાંખ્યિકીય યંત્રશાસ્ત્ર (Statistical Mechanics) સ્થૂળ તંત્ર(પ્રણાલી)ના ઘટક-કણોની સાંખ્યિકીય વર્તણૂકની આગાહી કરતો વાદ (સિદ્ધાંત). ઉદાહરણ તરીકે, અણુઓના મોટા સમૂહને સંઘનિત (condensed) કરવામાં આવે તો તેની કુલ ઊર્જા વ્યક્તિગત અણુઓની ઊર્જાના સરવાળા બરાબર થાય છે. આવી ઊર્જા દોલન, ચાક, સ્થાનાંતરણ અને ઇલેક્ટ્રૉનિક ઊર્જા-સ્વરૂપે પ્રવર્તે છે. સૌથી પ્રથમ સાંખ્યિકીય યંત્રશાસ્ત્રનો વિકાસ 19મી સદીના…

વધુ વાંચો >

સોનાર (Sonar)

સોનાર (Sonar) : સમુદ્રના પાણીમાં પરાશ્રાવ્યધ્વનિક (ultrasonic) સ્પંદ પ્રસારિત કરી પદાર્થ કે અવરોધ વડે તેના પરાવર્તનને આધારે જ તેનું સ્થાન નક્કી કરવા માટેની પદ્ધતિ. ‘સોનાર’ (sonar) શબ્દ નીચેના પદના પ્રથમ અક્ષરો લઈ બનાવવામાં આવ્યો છે : Sound navigation and ranging સમુદ્રમાં સ્ટીમરની નીચે પાણી કેટલું ઊંડું છે તે સોનારની મદદથી…

વધુ વાંચો >

સ્ટૉક્સ રેખાઓ

સ્ટૉક્સ રેખાઓ : માધ્યમ વડે એકરંગી (monochromatic) પ્રકાશના પ્રકીર્ણનથી મળતી રેખાઓ. ભારતીય વિજ્ઞાની સી. વી. રામનને તેમણે કરેલા સંશોધન ‘રામન અસર’ માટે 1930માં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. એમણે શોધ્યું હતું કે જ્યારે એકરંગી પ્રકાશને પારદર્શક ઘન, પ્રવાહી અથવા વાયુમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી પ્રકીર્ણન પામતા પ્રકાશમાં, આપાત…

વધુ વાંચો >

સ્ટ્રોબોસ્કોપ

સ્ટ્રોબોસ્કોપ : તીવ્ર સ્ફુર-પ્રકાશ (flashing light) આપી તેની આવૃત્તિને ભ્રમણ કે કંપન ગતિ કરતા પદાર્થની કોઈ ગુણક આવૃત્તિ સાથે અથવા કોઈક બીજી આવર્તક ઘટના સાથે સમક્રમિત (synchronise) કરીને સ્થિરતાનું શ્ય ખડું કરે એવું ઉપકરણ. ઘણી વસ્તુઓની ગતિનું ફરીફરીને પુનરાવર્તન થાય છે; દા. ત., ઘરમાં વપરાતા પંખાનાં પાંખિયાંની ગતિ. સીવવાના સંચાની…

વધુ વાંચો >

સ્થિતિજ ઊર્જા

સ્થિતિજ ઊર્જા : સ્થાન કે અવસ્થાને કારણે પદાર્થની ઊર્જા પદાર્થને પ્રમાણભૂત અવસ્થા(configuration)માંથી વર્તમાન સ્થિતિમાં લાવવા માટે તેના ઉપર કરવા પડતા કાર્યને પણ સ્થિતિજ (potential) ઊર્જા કહે છે. યંત્રશાસ્ત્રમાં ઊર્જાનું મહત્વ ઘણું છે. પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઊર્જાને ગતિ-ઊર્જા કહે છે. તેવી જ રીતે ઊર્જાનું બીજું અગત્યનું સ્વરૂપ ગતિ દરમિયાન પદાર્થના…

વધુ વાંચો >

સ્થિતિ(સ્થાન)-સદિશ (position vector)

સ્થિતિ(સ્થાન)-સદિશ (position vector) : યંત્રશાસ્ત્રમાં, કણના ગતિપથ ઉપરના કોઈક બિંદુ અને સંદર્ભબિંદુને જોડતી રેખા કે સદિશ. અવકાશમાં કોઈ એક બિંદુ Pનું સ્થાન નિરપેક્ષ રીતે દર્શાવી શકાતું નથી. P બિંદુનું સ્થાન દર્શાવવા માટે કોઈ એક સંદર્ભતંત્રનો આધાર લેવો પડે છે. એ સંદર્ભતંત્રના ઊગમબિંદુ O અને P બિંદુને જોડતા સદિશ ને તે…

વધુ વાંચો >

સ્થિર તરંગ (standing wave)

સ્થિર તરંગ (standing wave) : દોલનો કે કંપનો જે અવકાશમાં ગતિ કરતાં ન હોય તેથી પ્રત્યેક બિંદુ કોઈ પણ ફેરફાર સિવાય દોલન કે ગતિ કરે તેવી તરંગ-ગતિ. સ્થિર તરંગો મેળવવાની શરત આ પ્રમાણે છે : સમાન તરંગલંબાઈવાળા બે તરંગોનો કંપવિસ્તાર (amplitude) સમાન હોવો જોઈએ, તેમની આવૃત્તિ (frequency) સમાન હોવી જોઈએ…

વધુ વાંચો >

સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (bulk elasticity modulus)

સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (bulk elasticity modulus) : હૂકના નિયમનું પાલન કરતા પદાર્થ માટે પ્રતિબળ (stress) અને વિકૃતિ(strain)નો ગુણોત્તર. સ્થિતિસ્થાપકતા એ દ્રવ્યનો અગત્યનો યાંત્રિક ગુણધર્મ છે. આવો ગુણધર્મ આંતર-અણુ અથવા પરમાણુ બળો અને પદાર્થના સ્ફટિક બંધારણ પર આધાર રાખે છે. સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (કદ સ્થિતિસ્થાપકતા અંક) B : જ્યારે પદાર્થ પર…

વધુ વાંચો >