સાહિત્યતત્વ

અતીતરાગ

અતીતરાગ (nostalgia) : ઘેર જવાની ઝંખના અને તે ઝંખના સાથે જોડાયેલ વિષાદ. ગ્રીક પદ ‘nostos’ એટલે કે ગૃહાગમન અને અન્ય પદ ‘algos’ એટલે કે વ્યથા. તે પરથી સંયુક્ત પદ ‘nostalgia’ (અતીતરાગ) બન્યું છે. આ પ્રથમ સ્તરનો અર્થ છે, પણ આ સાહિત્યિક સંજ્ઞા માનવીના આંતરમનનો નિર્દેશ આપે છે. ફ્રેન્ચ ફિલસૂફ બર્ગસાંએ…

વધુ વાંચો >

અનુઆધુનિકતાવાદ

અનુઆધુનિકતાવાદ : જુઓ આધુનિકતા,અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદ

વધુ વાંચો >

અનુપ્રાસ

અનુપ્રાસ : જુઓ, અલંકાર.

વધુ વાંચો >

અનુષ્ટુપ્

અનુષ્ટુપ્ : જુઓ, છંદ.

વધુ વાંચો >

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ : સૌન્દર્યના પર્યાયરૂપે વિચાર કે ભાવનો શાબ્દિક આવિષ્કાર. વિચારની શાબ્દિક અભિવ્યક્તિ એ કાવ્ય-સૌન્દર્યનો પર્યાય છે. સિસેરો એને શબ્દોની વિચારો સાથેની સાવયવ એકતા તરીકે ઓળખાવે છે. યુરોપમાં પુનર્જાગૃતિકાળમાં કવિતાનો અભિવ્યક્તિ સાથેનો સંબંધ જી. ફ્રાકોસ્ટોરોએ ‘નૉગેરિયસ’માં સમજાવ્યો છે. ‘સ્વ-નિર્દેશન દ્વારા સુપેરે અભિવ્યક્તિ સિદ્ધ કરવી એ જ આ કવિનો ઉદ્દેશ હોવો જોઈએ’ …

વધુ વાંચો >

અભિવ્યક્તિવાદ

અભિવ્યક્તિવાદ (expressionism) : પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, 1910ના અરસામાં અભિવ્યક્તિવાદનો ઊગમ થયો. તેનો વિકાસ લગભગ 1924 સુધી ચાલ્યો. આ હલચલ ઇટાલિયન અને રશિયન ભવિષ્યવાદ (futurism) તથા ઘનવાદ(cubism)ની સમાંતર ચાલી હતી. આ અભિગમ જર્મન ચિત્રકળામાં શરૂ થયો અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી નાટકોમાં પણ વાસ્તવવાદના વિરોધમાં આ વાદ પ્રસારમાં આવ્યો. સૌપ્રથમ આ સંજ્ઞા…

વધુ વાંચો >

અર્થ

અર્થ : શબ્દમાં રહેલી અભિધાશક્તિથી પ્રગટ થતો અર્થ. કાવ્યમાં શબ્દ વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય – એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. વાચક, લક્ષક અને વ્યંજક શબ્દમાં પોતાના અર્થને પ્રકટ કરવાની શક્તિ રહેલી હોય છે. આ શક્તિઓ પણ ત્રણ છે : અભિધા, લક્ષણા અને વ્યંજના. આમાં વાચક શબ્દમાં રહેલી અભિધાશક્તિથી જે અર્થ…

વધુ વાંચો >

અલંકાર (પાશ્ચાત્ય)

અલંકાર (પાશ્ચાત્ય) (figures of speech) : વિશાળ અર્થમાં ભાષાકીય અભિવ્યક્તિને વેધક અને વધુ અસરકારક બનાવવાની એક ચમત્કૃતિજનક સાહિત્યિક પ્રયુક્તિ. તેનો મુખ્ય હેતુ લાગણીની તીવ્રતા સાધવાનો  વિચારની સ્પષ્ટતા કરવાનો હોય છે. ગ્રીક શબ્દ ‘litos’ના એકલું, સાદું, સામાન્ય તેવા અર્થ પરથી ‘દિશા બદલવી’ તેમ ‘litotes’ અલ્પોક્તિ નામનો અલંકાર પ્રસિદ્ધ થયો. અલંકાર માટે…

વધુ વાંચો >

અસ્તિત્વવાદ

અસ્તિત્વવાદ અર્વાચીન પશ્ચિમી તત્વચિંતનનો પ્રભાવક સંપ્રદાય. તેનો પ્રારંભ ઓગણીસમી સદીના ડેન્માર્કના ચિંતક સોરેન કિર્કગાર્ડ (1813-1855) અને જર્મન ચિંતક ફ્રેડરિખ નીત્શે(1844-19૦૦)માં જોઈ શકાય છે. વીસમી સદીમાં અસ્તિત્વવાદમાં મહત્વનું પ્રદાન કરનાર ચિંતકોમાં જર્મન ફિલસૂફો કાર્લ યાસ્પર્સ (1883-1969) અને માર્ટિન હાયડેગર (1889-1976) તેમજ ફ્રેંચ ફિલસૂફો ગેબ્રિઅલ મારસલ (1899-1973), ઝ્યાં પૉલ સાર્ત્ર (1905-198૦) અને…

વધુ વાંચો >

આઇડિયોગ્રામ (ચિત્રાક્ષર)

આઇડિયોગ્રામ (ચિત્રાક્ષર) : કોઈ ચોક્કસ શબ્દ કે ધ્વનિને રજૂ કરવાને બદલે સીધા વિચાર કે વસ્તુનું પ્રતિનિધાન કરતું લેખિત પ્રતીક. આ ભાવચિત્ર કે ચિત્રાક્ષર પ્રાચીન ઇજિપ્તની લિપિમાં કે પ્રાચીન ચીની લિપિમાં અવશિષ્ટ છે. પહેલાં તો ચિત્રો દ્વારા વસ્તુને રજૂ કરવામાં આવતી. (એમાં પુરુષો, સ્ત્રીઓ, વૃક્ષો, છોડ, ફૂલો શરીરનાં જુદાં જુદાં અંગો…

વધુ વાંચો >