સાધુ રસિકવિહારીદાસ
દયાનંદ સ્વામી
દયાનંદ સ્વામી (જ. 1789, રેથળ, તા. સાણંદ; અ. 1866, વિસનગર) : સ્વામિનારાયણ સંપ્રદાયના – મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને દયાનંદ સ્વામી – અષ્ટ સંતકવિઓ પૈકીના એક. પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા સુંદરજી. માતા અમૃતબાઈ. જ્ઞાતિ લોહાણા. 21 વર્ષના લાલજીને ભગવાન સ્વામિનારાયણે…
વધુ વાંચો >દેવાનંદ સ્વામી
દેવાનંદ સ્વામી (જ. 1803, બળોલ; અ. 1854, મૂળી) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. વ્યાધના તારા સમા તેજસ્વી સંતકવિ. પૂર્વાશ્રમનું નામ દેવીદાન ગઢવી. પિતા જીજીભાઈ રત્નુ. માતા બહેનજીબા. જ્ઞાતિ મારુચારણ. તેઓ બળોલમાં પધારેલા ભગવાન સ્વામિનારાયણની સેવામાં જોડાયા. પછીથી દેવીદાન તેમની પાસેથી મહાદીક્ષા પામી દેવાનંદ સ્વામી બન્યા. બ્રહ્માનંદ સ્વામી પાસે…
વધુ વાંચો >નિષ્કુળાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી (જ. 1766, જામનગર જિલ્લાનું શેખપાટ ગામ; અ. 1848, ધોલેરા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક. શુક્રતારક સમા તેજસ્વી સંતકવિ. પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા રામભાઈ સુથાર. માતા અમૃતબા. જ્ઞાતિએ ગુર્જર સુથાર. તેમના અંતરમાં જગત પ્રત્યે અત્યંત વૈરાગ્ય હતો છતાં માતાપિતાનું પોતે એક જ સંતાન હોઈ, તેમના આગ્રહને વશ થઈ…
વધુ વાંચો >પંચરાત્ર
પંચરાત્ર : વૈદિક આગમોનો એક પ્રકાર. ભારતીય સંસ્કૃતિ આગમ (તંત્ર) અને નિગમ (વેદ) – ઉભયમૂલિકા છે. ભારતીય ધર્મસંપ્રદાયો, દર્શનો અને સંસ્કૃતિના સમ્યગ્ જ્ઞાન માટે જેટલું નિગમનું મહત્વ છે તેટલું જ આગમનું પણ છે. બલકે, વર્તમાન બધાં જ ભારતીય ધર્મસંપ્રદાયો, દર્શનો અને સંસ્કૃતિ પર વેદોની અપેક્ષાએ આગમશાસ્ત્રોનો અત્યધિક પ્રગાઢ પ્રભાવ જોવા…
વધુ વાંચો >ભૂમાનંદ સ્વામી
ભૂમાનંદ સ્વામી (જ. 1796, કેશિયા; અ. 1868, માણસા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓમાંના એક. પૂર્વાશ્રમનું નામ રૂપજી. પિતા રામજીભાઈ રાઠોડ. માતા કુંવરબાઈ. જ્ઞાતિ કડિયા. બાળ રૂપજીને સામાન્ય વિષયોમાં પણ પદ્યબંધ રચવાની સ્વાભાવિક ટેવ હતી. મોટા થઈ તેઓ આજીવિકાર્થે જીરાગઢ અને તરધરીમાં પણ રહ્યા હતા. સંસારના કટુ પ્રસંગો જોઈ તેમણે લગ્ન…
વધુ વાંચો >મંજુકેશાનંદ સ્વામી
મંજુકેશાનંદ સ્વામી (જ. અઢારમી સદીનો ઉત્તરાર્ધ, માણાવદર; અ. 1863) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. આ સંતકવિના જન્મસમય અને પૂર્વાશ્રમના નામ વિશે કોઈ જ વિગત પ્રાપ્ત થતી નથી. પિતા વાલાભાઈ, માતા જેતબાઈ. મંજુકેશાનંદ તેઓ સદગુરુ સ્વયંપ્રકાશાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને તેમની સાથે ગઢપુર પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણે તેમને મહાદીક્ષા આપી…
વધુ વાંચો >શિક્ષાપત્રી
શિક્ષાપત્રી : સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ. સં. 1882ના મહા સુદ પાંચમે (વસંતપંચમીએ) ભગવાન સ્વામિનારાયણે (સહજાનંદ સ્વામીએ) સ્વયં શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે. ભગવાન સ્વામિનારાયણે સર્વ ધર્મશાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં સુસ્પષ્ટપણે ગ્રથિત કર્યો છે. આથી આ ગ્રંથનું લાઘવસૂચક ‘શિક્ષાપત્રી’ એવું નામ અન્વર્થક છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત સત્સંગીઓને ઉદ્દેશીને…
વધુ વાંચો >સ્વામી સહજાનંદ
સ્વામી સહજાનંદ (જ. 3 એપ્રિલ 1781, છપૈયા, ઉત્તરપ્રદેશ; અ. 1830) : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. સ્વામી સહજાનંદ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન અસીમ કરુણાની ગાથા સમું હતું. તેમનો જન્મ રામનવમી(ચૈત્ર સુદ 9, વિક્રમ સંવત 1837)ના દિવસે અયોધ્યા નજીક છપૈયા ગામે એક સરવરિયા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાલ્યકાળમાં જ પોતાની…
વધુ વાંચો >