સંદીપ ભટ્ટ
છૂટક વેપાર
છૂટક વેપાર : નાના નાના જથ્થામાં વસ્તુઓનું વેચાણ કરવું તે. ફ્રેન્ચ ભાષાના શબ્દ ‘રીટેઇલ’ પરથી અંગ્રેજી ભાષામાં ‘રીટેઇલર’ શબ્દ આવેલો છે. ઉત્પન્ન થયેલો માલ તેના ગ્રાહક સુધી પહોંચાડવા માટે અનેક કડીઓ જોવા મળે છે. ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચેની આ કડીઓમાં ગ્રાહકની દિશાએથી જોતાં તેની નજીકમાં નજીકની કડી એટલે છૂટક વેપારી.…
વધુ વાંચો >જથ્થાબંધ વેપાર
જથ્થાબંધ વેપાર : માલસામાનના વેચાણ-વિતરણની પરોક્ષ રીતમાં ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટેની એક કડી. જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલની ખરીદી કરી, સંગ્રહ કરી, બજારને અમુક અમુક ભાગમાં વિભાજિત કરી, માગ અને પુરવઠાને સમતુલિત કરી વેચાણ કરે છે તથા યોગ્ય માહિતીસંચાર કરવાનું અને છૂટક વેપારીઓને મદદ કરવાનું કાર્ય કરે છે.…
વધુ વાંચો >જીવનવીમો
જીવનવીમો : મોટા કે અણધાર્યા ખર્ચની આકસ્મિકતા સામેના પ્રબંધ રૂપે વ્યક્તિના જીવન સામે નિયત મુદતે નિશ્ચિત રકમ મળી રહે તેવી યોજના. ચોક્કસ મુદત પૂરી થતાં વીમાદાર જીવિત હોય તો તેને, અને મુદત પૂરી થતાં અગાઉ અચાનક મૃત્યુ પામે તો તેની પાછળ નીમેલી વ્યક્તિને વીમાની રકમ મળે તેવો વીમાદાર અને વીમા-કંપની…
વધુ વાંચો >જૂથવીમો
જૂથવીમો : સંસ્થાગત કર્મચારીનો સમૂહમાં લેવાયેલો વીમો, જેમાં જૂથના કારણે પ્રીમિયમ દર ઓછો હોય છે. સંસ્થા દ્વારા વીમા-કંપની સાથે ફક્ત એક સામુદાયિક કરાર કરવામાં આવે છે. જૂથવીમામાં દરેક સભ્યનું અંગત સ્વાસ્થ્ય ધ્યાનમાં લીધા વગર અને તેની તબીબી તપાસ કર્યા વગર સર્વ સભ્યોને વીમાનું રક્ષણ સમાન નિયમોથી મળે છે. જૂથવીમા પૉલિસીનું…
વધુ વાંચો >ડિબેંચર
ડિબેંચર : કરાર દ્વારા કંપનીએ ઉછીનાં લીધેલાં નાણાં/ઊભાં કરેલાં દેવાં અંગે પોતાની મહોર સાથે આપેલો સ્વીકૃતિપત્ર. એમાં દેવાની ચોક્કસ રકમની ચુકવણી ભવિષ્યમાં ચોક્કસ તારીખે થાય ત્યાં સુધી ચોક્કસ દરે વ્યાજની ચુકવણી કરવા અંગેની બાંયધરી આપેલી હોય છે. કંપનીના આ પ્રકારના દેવાની જામીનગીરી તરીકે સામાન્ય રીતે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ…
વધુ વાંચો >ડિવિડન્ડ અને વ્યાજ
ડિવિડન્ડ અને વ્યાજ : કંપનીના શૅરહોલ્ડરને સભ્યપદના વળતર તરીકે કંપનીના નફામાંથી આપવામાં આવતો ભાગ તે લાભાંશ કે ડિવિડન્ડ અને કંપનીએ જાહેર જનતા પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં ઉપર વળતર તરીકે આપવી પડતી રકમ તે વ્યાજ. ‘ડિવિડન્ડ’નો કોઈ સ્પષ્ટ અર્થ મળી શકતો નથી. 1956ના કંપનીધારામાં પણ કોઈ જોગવાઈ આ બાબતે નથી. ડિવિડન્ડ…
વધુ વાંચો >પ્રૉક્સી
પ્રૉક્સી : કંપનીની સભામાં તેના સભ્યના બદલે અન્ય વ્યક્તિએ હાજર રહીને મત આપવાનો અધિકાર. દેશવિદેશમાં રહેતા કંપનીના સભ્યો વિવિધ કારણોસર કંપનીની સભામાં હાજર રહી શકતા નથી. તેઓ કંપનીના સાચા માલિકો હોવા છતાં કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. આથી તેઓ પોતાનો અભિપ્રાય આપી, વહીવટમાં ભાગ લઈ પોતાનો ફાળો આપી શકે…
વધુ વાંચો >પ્રોત્સાહન-વેતન
પ્રોત્સાહન-વેતન : કામદારો/કર્મચારીઓએ સ્વપ્રયત્નથી પોતાની વધારેલી કાર્યક્ષમતા માટે તેમને ધંધાકીય એકમો દ્વારા આપવામાં આવતો નાણાકીય પુરસ્કાર. જુદી જુદી વેતનપ્રથાઓ અસ્તિત્વમાં હોવા છતાં કામદારોને કાર્યદક્ષ બનાવવા માટે તેમને પ્રોત્સાહન-વેતન આપવાની યોજના કેટલાક ધંધાકીય એકમો કાર્યાન્વિત કરે છે. જો કોઈ કામદાર નિશ્ચિત કરેલા લઘુતમ એકમો કરતાં વધારે એકમોનું ઉત્પાદન કરે તો ઠરાવેલા…
વધુ વાંચો >