શિવપ્રસાદ રાજગોર

અઢારસો તેર(1813)નું ખતપત્ર

અઢારસો તેર(1813)નું ખતપત્ર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘડેલો ભારતીય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના વિકાસ માટે ફરજિયાત જોગવાઈ કરતો ધારો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈ. સ. 1600માં ઇંગ્લૅન્ડમાં કરવામાં આવી હતી. એ કંપનીનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત પૂર્વના દેશોમાં વ્યાપાર કરવાનો હતો. દેખીતી રીતે નફો કરવાના હેતુથી સ્થપાયેલ એક વ્યાપારી પેઢીને શિક્ષણ સાથે પ્રત્યક્ષ…

વધુ વાંચો >

અધ્યાપનમંદિર

અધ્યાપનમંદિર : શિક્ષકોને અધ્યાપન માટેની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. આ પ્રકારની તાલીમ આપવાની આવશ્યકતા અંગે ઓગણીસમી સદીમાં યુરોપમાં બે ભિન્ન વિચારસરણી પ્રવર્તમાન હતી. ફ્રાન્સની સર્વસાધારણ શાળાઓમાં વિષયોનું શિક્ષણ સંગીન બનાવવા પર ભાર મુકાતો. અને તેથી શિક્ષણશાસ્ત્રના વિષયો અને શિક્ષણની પદ્ધતિનું જ્ઞાન અનુભવથી મળી રહે છે એમ મનાતું. જર્મન શિક્ષણવિદો શિક્ષણના…

વધુ વાંચો >

અપંગ-શિક્ષણ

અપંગ-શિક્ષણ (education for the handicapped) : સામાજિક, શારીરિક અને માનસિક અશક્તો માટેની કેળવણી. તેની શરૂઆત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓ તરફથી કરાઈ હતી. બાલ અને કુમાર ગુનેગારો માટેનાં રિમાન્ડ હોમ અને પ્રમાણિત શાળાઓ શિક્ષણ સાથે ચારિત્ર્યસુધારણાનું કામ પ્રોબેશન અધિકારીઓની સલાહ મુજબ કરે છે. કુ. હેલન કેલરના પ્રયાસોથી બ્રેલ લિપિનો…

વધુ વાંચો >

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી : પ્રવર્તાવાયેલા રાષ્ટ્રવ્યાપી આંદોલનના એક ભાગરૂપે રાષ્ટ્રીય કેળવણી નિમિત્તે શિક્ષણસંસ્થાઓનું લોકશાહી ઢબે સંચાલન કરતી સંસ્થા. ત્રીસીના દાયકામાં અમદાવાદના ભાસ્કરરાવ મેઢ, જીવણલાલ દીવાન ને બળવંતરાય પરમોદરાય ઠાકોર જેવા રાષ્ટ્રભક્ત સામાજિક કાર્યકરોએ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે લોકોના સહકારથી લોકો માટેની સંસ્થાઓ સ્થાપવા સંકલ્પ કર્યો. એની સિદ્ધિ કાજે તા. 15-5-1935ના રોજ અમદાવાદ…

વધુ વાંચો >

અમરેલી

અમરેલી : ગુજરાત રાજ્યનો એક જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર : 6,760 ચોકિમી. જિલ્લાનો ઉત્તરનો ભાગ ટેકરાળ છે. શેત્રુંજી, રાવલ, ધાતરવાડી, શિંગવડો, સુરમત, રંઘોળી, વડી, ઠેબી, શેલ, કાળુભાર અને ઘેલો વગેરે નદીઓ અમરેલી જિલ્લામાંથી વહે છે. શેત્રુંજી નદી પરના બંધ પાસે ખોડિયાર ધોધ આવેલો છે. આબોહવા સમધાત છે.…

વધુ વાંચો >

અલ ગીઝા

અલ ગીઝા : ઇજિપ્તના પાટનગર કેરોનું ઉપનગર, તે જ નામ ધરાવતો પ્રાંત તથા પ્રાંતનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 30° 01´ ઉ. અ. અને 31° 13´ પૂ. રે.. ગીઝાનો પ્રાંત 85,153.20 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વસ્તીમાં તે ઇજિપ્તના કેરો અને ઍલેક્ઝાન્ડ્રિયા પછી ત્રીજા ક્રમે આવે છે. આ શહેર…

વધુ વાંચો >

અલંગ

અલંગ : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું બંદર. તે ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી 1.6 કિમી. દૂર, તળાજાથી 20 કિમી. અને ભાવનગરથી 50 કિમી. અંતરે મણાર ગામ નજીક મણારી નદી ઉપર આવેલું છે. તે ભાવનગર-તળાજા-મહુવા કંઠાર ધોરીમાર્ગથી તથા રાજ્યમાર્ગથી રાજ્ય-પરિવહનની સીધી સળંગ બસસેવા દ્વારા જોડાયેલું છે. ‘મિરાતે…

વધુ વાંચો >

અહમદપુર-માંડવી

અહમદપુર-માંડવી : ગુજરાતમાં સૌરાષ્ટ્રના સાગરતટે આવેલું વિહારધામ. ભારતના બીજા કોઈપણ રાજ્ય કરતાં ગુજરાતનો સાગરકાંઠો ઘણો લાંબો છે. (1,6૦૦ કિમી.) પરંતુ લાંબા સમય સુધી કાંઠે કેટલાંક બંદરો તથા મહત્વનાં તીર્થધામો સિવાય નોંધપાત્ર યાત્રાધામો કે વિહારધામો જેવાં સ્થળો હતાં નહિ. ગુજરાતનું અલગ રાજ્ય રચાયા પછી તેને એક સર્વાંગસંપૂર્ણ રાજ્ય બનાવવાના અભિગમ હેઠળ…

વધુ વાંચો >

આંગ્રે નૌ સેનાનીઓ

આંગ્રે નૌ સેનાનીઓ : 18મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન મરાઠા નૌકાસૈન્યના મુખ્ય ઘડવૈયા અને સમુદ્ર ઉપર મરાઠા આધિપત્યના પ્રવર્તકો. આંગ્રે ખાનદાનનો આદ્ય પુરુષ સેખોજી અલીબાગની કોળી કોમનો અગ્રણી હતો. તેનું મૂળ ગામ કાળોસે હતું. તેનો એક ભાગ અંગરવાડી કહેવાતો હતો તેથી આંગ્રે અટક પડી જણાય છે. મૂળ અટક સંકપાલ હતી. સેખોજીના…

વધુ વાંચો >

ઇટાલી

ઇટાલી દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો…

વધુ વાંચો >