શિરીષભાઈ શાહ

અંકુશ

અંકુશ : પૂર્વનિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવાની દિશામાં ઉદભવતી પ્રક્રિયા પર ઇચ્છિત પરિણામ નિશ્ચિત બને તે ઇરાદાથી દાખલ કરાતું નિયંત્રણ. અંકુશ એ ચકાસણી માટેનું સાધન ગણાય છે, જેનો હેતુ કાબૂ રાખવાનો  હોય છે. અંકુશના વિવિધ અર્થ પ્રચલિત છે. કોઈ એક વ્યક્તિ, જૂથ કે સંગઠનની બીજી કોઈ વ્યક્તિ, જૂથ કે સંગઠનનાં કાર્યો…

વધુ વાંચો >

આંતરપેઢી તુલના

આંતરપેઢી તુલના (interfirm comparision) : આંતરપેઢી તુલનાની એક સંચાલકીય પદ્ધતિ. તેમાં કોઈ એક ઉદ્યોગની બધી પેઢીઓ માહિતીની સ્વૈચ્છિક આપલે કરે છે, પોતાની કાર્યક્ષમતા, કામગીરી, પડતર અને નફાનો અભ્યાસ કરે છે અને પોતાની સમકક્ષ બીજી પેઢીના આવા સંબંધિત આંકડાઓ સાથે તુલના કરે છે. આંતરપેઢી તુલના અંકુશ માટેનું એક સાધન છે. પોતાના…

વધુ વાંચો >

આંતરપ્રક્રિયા લાભ

આંતરપ્રક્રિયા લાભ (inter-process profit) : ધંધાના સમગ્ર નફામાં ઉત્પાદનની પ્રત્યેક પ્રક્રિયા અથવા એકમે આપેલા ફાળાનું મૂલ્યાંકન. એક પ્રક્રિયામાં તૈયાર થયેલ માલ બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે ત્યારે તેની પડતર કિંમત વધારીને ફેરબદલી કરવી જોઈએ એમ કેટલાક માને છે. આ જ પ્રમાણે એક વિભાગમાંથી બીજા વિભાગમાં અથવા એક જ જૂથ હેઠળના…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા : ભારતના વ્યવસાયી પડતર હિસાબના હિસાબનીશોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા. આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કંપની અધિનિયમ હેઠળ 1944માં નોંધણી કરાવીને થઈ હતી. ભારત સ્વતંત્ર થયા પછી જુદી જુદી પંચવર્ષીય યોજનાઓના અમલ દરમિયાન ઉદ્યોગીકરણની પ્રક્રિયા ઝડપી બનવાથી પડતર હિસાબી પદ્ધતિનું મહત્વ વધ્યું અને આ અંગેના વ્યવસાયને…

વધુ વાંચો >

ઈમર્સન બોનસ યોજના

ઈમર્સન બોનસ યોજના : વ્યક્તિગત બોનસ આપવાની યોજના. તે ઈમર્સનની કાર્યક્ષમતા યોજના તરીકે જાણીતી છે. કામદારો કંઈક વધારે સારી કામગીરી બજાવે તે માટે તેમને ઉત્સાહ આપવા માટે કામદારોની કાર્યક્ષમતાની ટકાવારીને ધોરણે બોનસ દ્વારા ઉત્તેજન આપવાની આ યોજના છે. તેમાં વૈજ્ઞાનિક રીતે પ્રમાણકાર્ય મુકરર કરવામાં આવે છે. અભ્યાસ કરતાં ઈર્મસનને લાગ્યું…

વધુ વાંચો >

ઉત્પાદકતા (અર્થશાસ્ત્ર)

ઉત્પાદકતા (અર્થશાસ્ત્ર) : ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતાં જુદાં જુદાં સાધનોનો જથ્થો અને તેના વડે પ્રાપ્ત થતા ઉત્પાદન વચ્ચેનું પ્રમાણ. આમ ઉત્પાદકતા એ ઉત્પાદનનાં સાધનો (inputs) અને ઉત્પાદિત જથ્થા(outputs)નો ગુણોત્તર છે. ઉત્પાદનનાં સાધનોના એકમદીઠ પ્રાપ્ત થતો ઉત્પાદનનો જથ્થો જે તે સાધન-એકમની ઉત્પાદકતા દર્શાવે છે. આ સાધનોમાં જમીન, શ્રમ અને મૂડીસાધનો…

વધુ વાંચો >

ઔદ્યોગિક પરિવાર

ઔદ્યોગિક પરિવાર : પરિવારની ભાવનાથી ચાલતું ઔદ્યોગિક સંકુલ. આ ખ્યાલના પુરસ્કર્તા સ્ટુઅર્ટ ફ્રિમૅન મુજબ જ્યારે કોઈ ઔદ્યોગિક એકમમાં વૈવિધ્યપૂર્ણ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે ત્યારે તે બધી વસ્તુઓ નફો કમાવાની ર્દષ્ટિએ મૂળભૂત રીતે સમાન સધ્ધરતા ધરાવતી હોતી નથી. સામાન્ય રીતે દરેક વસ્તુની વેચાણ-કિંમત નક્કી કરવા માટે તે દરેકની પડતર-કિંમત…

વધુ વાંચો >

પરિવર્તનીય ડિબેન્ચર

પરિવર્તનીય ડિબેન્ચર : પાકતી મુદતે રોકડમાં ચુકવણી કરવાને બદલે નિશ્ચિત તારીખ-દરે અને ધારકની પસંદગી અનુસાર કંપનીના શૅરમાં રૂપાંતર કરવામાં આવે તે પ્રકારનું ડિબેન્ચર. નિયમિત વ્યાજની આવક, મૂડીની સલામતી અને શૅરબજારમાં સૂચીકરણ (listing) દ્વારા ઉદ્ભવતી તરલતાનો લાભ લેવા માટે સામાન્ય રોકાણકાર બાંધી મુદતની થાપણના બદલે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.…

વધુ વાંચો >

સમમૂલ્ય પદ્ધતિ (equivalent production)

સમમૂલ્ય પદ્ધતિ (equivalent production) : સતત ચાલુ પ્રક્રિયાવાળા ઉદ્યોગમાં વર્ષાન્તે સ્ટૉકમાં રહેલા અપૂર્ણ પ્રક્રિયાન્વિત એકમોનું સંપૂર્ણ પ્રક્રિયાન્વિત એકમોના ધોરણે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ. ઘણા પ્રક્રિયા-ઉદ્યોગોમાં પ્રક્રિયાઓ સતત ચાલુ જ રહે છે. કોઈ એક હિસાબી સમયના અંતે વસ્તુના ઉત્પાદન માટે થતી દરેક પ્રક્રિયામાં અપૂર્ણ એકમો તો રહે છે, જે આખરી સ્ટૉકમાં સમાવવામાં…

વધુ વાંચો >